આંખમાંથી કેટલું ભૂંસવું પડે -
આંખ પંખીની પછી દેખાય છે.
નીતિન વડગામા

શિશિર – પ્રજારામ રાવળ

ખરખર ખરે
પાનખરપર્ણ
ઝરમર ઝરે.
શિશિરની શીત લહર જરી વાય,
વૃક્ષની કાય
જીર્ણ અતિ, પત્ર પત્ર થર્થરે !
પીત અતિ શુષ્ક
ખડખડે, રુક્ષ
વૃક્ષથી ખરે,
હવામાં તરે,
ધીમેથી ધરતી પર ઊતરે;
એક પછી એક
ઝરંત અનેક
પત્રનો તંત
વહંત અનંત.
ઊઘડે તરુવર કેરી કાય,
ચીવરે પીત ધરા ઢંકાય;
વૃક્ષ નિજ રૂપ ધરંતું નગ્ન,
પીત ચીવરમાં ધરતી મગ્ન:
બેઉ તપ તપે,
પંખી પંખીની સોડે લપે.

– પ્રજારામ રાવળ

આ કાનથી વાંચવાની કવિતા છે. નકરો સ્નિગ્ધ લય કાનથી મન સુધી કેવો જાદૂ કરે છે એ માણો. ( ચીવર=વસ્ત્ર )

10 Comments »

 1. Jayshree said,

  March 29, 2011 @ 9:26 pm

  આ કાનથી વાંચવાની કવિતા છે…
  Very true ધવલભાઇ..! સાંભળવાની મઝા આવી 🙂

 2. Maheshchandra Naik said,

  March 29, 2011 @ 10:05 pm

  કાનથી સાંભળવાની સરસ રચના, પહેલી જ વાર માણી, આભાર…………………..

 3. preetam lakhlani said,

  March 29, 2011 @ 10:19 pm

  કશું ના દઈ શકે તો દોસ્ત, ખાલી હાથ ઊંચા કર,
  મને જે જોઈએ છે તે મળી જાશે દુઆમાંથી.

  બરકત વિરાણી ‘બેફામ’
  ઉપરનુ કાવ્ય મનથી માન્યુ અને સાથ્રમા આ શેરની મજા ઓર છે……. પ્રજારામ રાવળનુ કાવ્ય બહુ જ સરસ છે……….આભાર્

 4. jigar joshi 'prem' said,

  March 29, 2011 @ 11:00 pm

  વાહ

 5. D.M.PATEL said,

  March 30, 2011 @ 1:36 am

  hear by ear,constrate mind,we feels really better

 6. pragnaju said,

  March 30, 2011 @ 10:13 am

  સુંદર અછાંદસ

  વહંત અનંત.
  ઊઘડે તરુવર કેરી કાય,
  ચીવરે પીત ધરા ઢંકાય;
  વૃક્ષ નિજ રૂપ ધરંતું નગ્ન,
  પીત ચીવરમાં ધરતી મગ્ન:
  બેઉ તપ તપે,
  પંખી પંખીની સોડે લપે

  સ રસ

  તસુતસુ તંતુની સળંગસૂત્રતા
  કારુણ્ય,
  કોટિ કોટિ ઉઘાડાં અંગનું આચ્છાદન
  પીળા ફૂલનું શ્વેત ચીવર.

  હ્રદયની મથનીમાં ઝિલાય,
  વલોવાય;
  ઉદ્વેગ ક્ષોભ ને શમન
  સંજીવની સુધા તરે વિપુલ ધવલ.

 7. DHRUTI MODI said,

  March 30, 2011 @ 3:48 pm

  સુંદર રવરવતી અછાંદસ કવિતા. કવિના પાનખરના આબેહૂબ વર્ણનથી અમેરિકાની શિશિરી પાનખર યાદ આવી ગઈ.

 8. વિવેક said,

  March 31, 2011 @ 12:58 am

  સુંદર કાવ્ય… અછાંદસનો પણ પોતાનો એક આગવો લય હોય છે…

 9. P Shah said,

  March 31, 2011 @ 5:37 am

  સુંદર અછાંદસ લયબધ્ધ રચના !

  આંખોથી વાંચી, કાન તૃપ્ત થયા !

  આભાર, ધવલભાઈ !

 10. ashok pandya said,

  April 6, 2011 @ 5:48 pm

  ધવલ ભાઇ, સુન્દર લેઆઉટ..રાઈટ એલાઈન કરવાથી વધુ સુન્દર લાગે છે..અદભૂત સરળ બાની માં શિશિર જેવી જ આહલાદ્કતા અનુભવાય છે..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment