હું દીવાનું શાંત અજવાળું હતો,
તેં પવન ફૂંકીને અજમાવ્યો મને.
અંકિત ત્રિવેદી

રણ – વિપાશા મહેતા

રણમાં
એ નદી લાવી.
લોકો કહે
ના, નથી આવી.
લોકો કહે, નદી કેવી રીતે આવે, રણમાં ?

નદી ઉપર એણે બંધ બાંધ્યો.
લોકો કહે,
ના,
બંધ કેવી રીતે આવે, રણમાં ?

બંધ તૂટ્યો ને પૂર આવ્યું
લોકો કહે,
પૂર તે કંઈ આવે, રણમાં ?
પૂર ના આવે, રણમાં.

બધા ડૂબી ગયા, પૂરમાં.
ઘણા બધાં અવાજ આવ્યા
આવું તે કંઈ થાય અમારા રણમાં ?
આવું કાંઈ ન થાય અમારા રણમાં.

– વિપાશા મહેતા

કવિ કલમને પ્રામાણિક્તાથી પકડે ત્યારે એ પયગંબરની કક્ષાએ પહોંચે છે. ઉકેલના વિતંડાવાદમાં પડ્યા વિના જ એ સમસ્યાના મૂળ સુધી ભાવકને અને એ રીતે સમાજને લઈ જઈ શકે છે કેમકે સાચો પયગંબર જ જાણે છે કે સમસ્યાઓનો કોઈ તાર્કિક ઉકેલ હોઈ જ ન શકે. સમસ્યાના મૂળ સુધી સાચા અર્થમાં જે ઘડીએ પહોંચી શકીએ એ ઘડી જ હકીકતમાં સમસ્યાના અંતની શરૂઆત હોય છે.

પ્રસ્તુત કવિતા છતી આંખે આંધળા અને પોતાના અંધત્વને જ દૃષ્ટિ ગણીને જીવતા સમાજની ‘નોન-ફ્લેક્સિબિલિટિ’ની સમસ્યાના મૂળ સુધીનો પ્રવાસ છે.

11 Comments »

 1. હેમંત પુણેકર said,

  March 18, 2011 @ 1:36 am

  સુંદર કાવ્ય!

 2. સૌરભ શાહ said,

  March 18, 2011 @ 1:49 am

  ખુબ જ સુન્દર અને અર્થ સભર રચના!!

 3. jigar joshi 'prem' said,

  March 18, 2011 @ 3:53 am

  રણમાં નદી આવી ખરી….સરસ

 4. મીના છેડા said,

  March 18, 2011 @ 7:09 am

  બહુ મોટી વાત – બહુ જ સહજતાથી સમજાવી દીધી છે…

 5. Pancham Shukla said,

  March 18, 2011 @ 9:46 am

  સરસ કાવ્ય.

  કાવ્ય વાંચીને ઈસપની વાતો યાદ આવી ગઈ.

 6. pragnaju said,

  March 18, 2011 @ 10:20 am

  સ રસ અછાંદસ
  કવિ પયગંબરની કક્ષાએ પહોંચ્યા કે નહીં તે ખબર ન પડી !
  અને
  ‘સમસ્યાઓનો કોઈ તાર્કિક ઉકેલ હોઈ જ ન શકે’ તે વાત પણ તર્કશુધ્ધ નથી
  પણ
  આવું તે કંઈ થાય અમારા રણમાં ?
  આવું કાંઈ ન થાય અમારા રણમાં.
  એ તર્ક છોડી શ્રધ્ધાથી સ્વિકારી લીધુ
  ફ્લેક્સિબિલિટિથી…

 7. Maheshchandra Naik said,

  March 18, 2011 @ 1:07 pm

  સરસ રચના…………..

 8. ધવલ said,

  March 18, 2011 @ 1:57 pm

  ચોટદાર વાત !

 9. DHRUTI MODI said,

  March 18, 2011 @ 3:23 pm

  સુંદર રચના.

 10. Lata Hirani said,

  March 18, 2011 @ 11:17 pm

  કવિતામાં અર્થનો દરિયો અનુભવવો, નદીનો પ્રવાહ કે પછી રણની તરસ અને એમાં ભાવકને ભરપૂર છોડી દે એ કવિ…. વિપાશાએ આ કામ બખૂબી નિભાવ્યુઁ છે……

  લતા જ. હિરાણી

  .

 11. jagdish gurjar said,

  March 22, 2011 @ 9:46 am

  અર્થોપમ રચના
  રણ્મા વહાણ હાકયુ તમે

  જગદીશ ગૃજર્જર્

  અકલેશ્વર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment