એકધારા શ્વાસ ચાલુ છે હજી,
જિંદગી ! અભ્યાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

વસંત – પાબ્લો નેરુદા (અનુ.સુરેશ જોષી)

પંખી આવી પહોંચ્યું છે
પ્રકાશ આપવા,
એના દરેક ટહુકામાંથી,
જળ જન્મે છે.

અને હવાને ઊખેળતાં જળ અને પ્રકાશ વચ્ચે
હવે વસંતનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
હવે બીજને પોતાનાં પાંગરવાનું ભાન થઈ ચૂક્યું છે;
હવે મૂળ પુષ્પદલ પર બિરાજે છે,
આખરે પુષ્પરજના પોપચા ખૂલ્યાં છે.

આ બધું સિદ્ધ કર્યું એક સાદાસીધા પંખીએ
એક લીલી ડાળ પર બેઠાં બેઠાં.

– પાબ્લો નેરુદા ( અનુ. સુરેશ જોષી )

વસંત કુદરતનું એક બળકટ ષડ્યંત્ર છે. ને એ ષડ્યંત્રનો સમાહર્તા છે એક પંખી !

Spring

The bird has come
to bring light to birth.
From every trill of his,
water is born.

And between water and light which unwind the air,
now the spring is inaugurated,
now the seed is aware of its own growing;
the root takes shape in the corolla,
at last the eyelids of the pollen open.

All this accomplished by a simple bird
from his perch on a green branch.

– Pablo Neruda

6 Comments »

 1. વિવેક said,

  October 5, 2010 @ 1:34 am

  સુંદર !!!

 2. Pushpakant Talati said,

  October 5, 2010 @ 5:02 am

  ઘણુ જ સરસ.
  ખાસ તો એટલા માટે કે અનુવાદ ની સાથે સાથે મુળ રચના નો પણ સાક્ષાતકાર કરાવ્યો.
  આમ જ પરદેશી રચનાઓ નો અનુભવ તેમજ અનુવાદ મળતા રહ્વે તથા આપણા ચિન્તનાર્થે આવી ક્રુતિઓ નો લાભ મળતો રહે તેવી ઈચ્છા સાથે આ પોસ્ટ માટે આભાર.

 3. Satish Dholakia said,

  October 5, 2010 @ 9:21 am

  બિજ ને પાન્ગરવાનુ ભાન થઈ ચુકયુ છે…. સુન્દર ! બન્ને રચના સથે મુકિ તે અતિ સુન્દર !

 4. Kirtikant Purohit said,

  October 5, 2010 @ 10:10 am

  વિશ્વવિખ્યાત કવિની સુન્દર રચનાનો પરિચય કરાવવા બદલ આભારી છુ.
  સરસ અભિવ્યક્તિ.

 5. dhrutimodi said,

  October 5, 2010 @ 2:28 pm

  નોબલ પ્રાઈઝ વિનર પાબ્લો નેરુદાની સુંદર કૃતિ.
  હવે બીજને પોતાના પાંગરવાનું ભાન થઈ ચૂક્યું છે;
  આખરે પુષ્પરજના પોપચાન ખૂલ્યા છે.
  ખૂબ જ સુંદર અભિવ્યક્તિ. સુંદર કવિતા, સુંદર અનુવાદ.

 6. MAYAANK TRIVEDI SURAT said,

  November 5, 2010 @ 8:21 am

  સુરેશ હ. જોશી એ પાલવાઙા ના વાઙા તૉઙીને દુનિયામાં ફેલાયા
  આવી અભિવ્યક્તિ સુરેશ જોશી જ કરી શકે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment