શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.
વિવેક મનહર ટેલર

…સમેટી લઉં – ભરત વિંઝુડા

થાય છે કે બધું સમેટી લઉં
કઈ રીતે આયખું સમેટી લઉં ?

ખૂબ અંતર છે આપણી વચ્ચે
તું કહે એટલું સમેટી લઉં !

તું સમેટાઈ જાય મારામાં
તો જીવનમાં ઘણું સમેટી લઉં

વિસ્તરી જાઉં આખી દુનિયામાં
કે સ્વયમ્.માં બધું સમેટી લઉં ?

હું જ છું, આસપાસ કાંઈ નથી
કેમ ખાલીપણું સમેટી લઉં ?

– ભરત વિંઝુડા

સમેટી લઉં જેવી વિચાર માંગી લેતી રદીફ ઉપર વિચાર કરવા મજબૂર કરી દે એવા પાંચ સશક્ત શેર…

22 Comments »

  1. deepak tivedi said,

    September 10, 2010 @ 4:30 AM

    વિસ્તરી જાઉં આખી દુનિયામાં
    કે સ્વયમ્.માં બધું સમેટી લઉં ?

    હું જ છું, આસપાસ કાંઈ નથી
    કેમ ખાલીપણું સમેટી લઉં ?

    ખુબ ગમ્યુ.. અભિનન્દન..

  2. deepak said,

    September 10, 2010 @ 4:41 AM

    ખુબજ સરસ ગઝલ…

  3. કિરણસિંહ ચૌહાણ said,

    September 10, 2010 @ 5:37 AM

    બહોત અચ્છે ભરતભાઇ, દાદુ ગઝલ.

  4. વજેસિંહ પારગી said,

    September 10, 2010 @ 6:31 AM

    વિસ્તરી જાઉં આખી દુનિયામાં
    કે સ્વયમ્.માં બધું સમેટી લઉં ?

    હાંસિલે ગઝલ શેર. લયસ્તરો ને ભરતભાઈને અભિનંદન.

  5. સુનીલ શાહ said,

    September 10, 2010 @ 6:57 AM

    તું સમેટાઈ જાય મારામાં
    તો જીવનમાં ઘણું સમેટી લઉં

    સુંદર ગઝલ..

  6. Alkesh said,

    September 10, 2010 @ 7:14 AM

    તું સમેટાઈ જાય મારામાં
    તો જીવનમાં ઘણું સમેટી લઉં
    વાહ………..

  7. saurabh shah said,

    September 10, 2010 @ 7:34 AM

    એકે એક શેર જાનદાર, ભરતભાઈ! બહોત અચ્છે!

  8. વિહંગ વ્યાસ said,

    September 10, 2010 @ 7:50 AM

    વાહ ભરતભાઇ….ખુબજ સુંદર ગઝલ. શબ્દો નથી જડતા તમારી ગઝલ વિશે કશું વિશેષ કહેવા. અભિનંદન.

  9. Gunvant Thakkar said,

    September 10, 2010 @ 9:22 AM

    જેમની પાસે એક પોતીકો અને નોખો અવાજ છે. એવા સાંપ્રત સમયના ગજાદાર કવિની ખુબ સુંદર ગઝલ.

  10. Bharat Trivedi said,

    September 10, 2010 @ 9:28 AM

    ઘણા વખતથી મનમાં હતું કે ભરતભાઈની ગઝલ ક્યારે અહીં જોવા મળે! આ ગઝલ વિષે બધું જ સમેટીને કહેવા બેસીયે તો કેટલાં પાનાં લખવાં પડે? પ્રત્યેક શેર પાસે ઊભા રહી ઘણું ઘણું વિચારી શકાય પણ અહીં તો જાણે બધું જ સ્વયમ સ્પ્ટ લાગે છે! હમણાં ક્યાંક વાંચ્યું હતું કે અધ્યાત્મનું કવિતામાં કેવળ પધ્યાન્તર થાય તેથી કશું ના વળે- અધ્યાત્મ અનુભુતિ સુધી જેટલો પહોંચ્યો હોય તેટલો જ ખપનો. ખૂબ અઘરી વાત છે આ બધાનો સંયોગ થવો.

    સાવ ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે અહીં બુધ્ધ અને શંકરાચાર્યને સ્મરીને ” મેં ઈધર જઉં યા ઉધર જાઉં ” ? પ્રશ્ન પર જ ગઝલકારે વાત કુશળતાપૂર્વક સંકેલી લીધી છે. આ ગઝલની સફળતાનું રહ્સ્ય મને તો તે લાગ્યું. ખોટું કહ્યું મેં ભરતભાઈ?

    વિસ્તરી જાઉં આખી દુનિયામાં
    કે સ્વયમ્.માં બધું સમેટી લઉં ?

    -ભરત ત્રિવેદી

  11. sudhir patel said,

    September 10, 2010 @ 9:43 AM

    ‘સમેટી લઉં’ જેવી વ્યાપક અને ગહન અર્થ ધરાવતી રદીફ જાળવી દમદાર શે’ર કહેતી સુંદર ગઝલ બદલ કવિ-મિત્ર ભરત વિંઝુડાને અભિનંદન!
    સુધીર પટેલ.

  12. Abhijeet Pandya said,

    September 10, 2010 @ 10:12 AM

    સુંદર રચના.

    ખૂબ અંતર છે આપણી વચ્ચે
    તું કહે એટલું સમેટી લઉં !

    અિભજીત પંડ્યા ( ભાવનગર ).

  13. ડૉ.મહેશ રાવલ said,

    September 10, 2010 @ 11:40 AM

    નખશિખ સુંદર અને સશક્ત ગઝલ….વાહ ભરતભાઈ..
    આ શેર વધારે ગમ્યો…
    ખૂબ અંતર છે આપણી વચ્ચે
    તું કહે એટલું સમેટી લઉં !
    -અભિનંદન.

  14. Gunvant Thakkar said,

    September 10, 2010 @ 11:49 AM

    વિવેકભાઇ આટલી સુંદર ગઝલ મુકી એ નિમીતે ઘણા વખતથી હદયમા રમતી એક વાત કહેવા માગુ છુ કે સુરતના ગઝલ પ્રેમીઓ ભરતભાઇને લાઇવ સાંભળવા ઘણા વખતથી આતુર છે મે સાંભળ્યુ છે કે તેઓ મુશાયરા પ્રવૃતિમા ખાસ દિલચસ્પી ધરાવતા નથી પરંતુ આપણે બધા મિત્રો ભેગા મળી એમનો વનમેન લાઇવ પરફોમ સુરતમા ગોઠવી શકીએ તો એક સશક્ત કવિને સાંભળવાનો આપણને મોકો મળે.

  15. pragnaju said,

    September 10, 2010 @ 1:30 PM

    વિસ્તરી જાઉં આખી દુનિયામાં
    કે સ્વયમ્.માં બધું સમેટી લઉં ?
    ખૂબ સુંદર

  16. dhrutimodi said,

    September 10, 2010 @ 1:56 PM

    સુંદર ગઝલ.

  17. કવિતા મૌર્ય said,

    September 10, 2010 @ 2:19 PM

    તું સમેટાઈ જાય મારામાં
    તો જીવનમાં ઘણું સમેટી લઉં

    સુંદર શેર !

  18. Gaurang Thaker said,

    September 10, 2010 @ 11:08 PM

    વાહ…સરસ ગઝલ….

  19. Pinki said,

    September 11, 2010 @ 7:18 AM

    તું સમેટાઈ જાય મારામાં
    તો જીવનમાં ઘણું સમેટી લઉં

    વિસ્તરી જાઉં આખી દુનિયામાં
    કે સ્વયમ્.માં બધું સમેટી લઉં ?

    આ બે શેર તો અદ્.ભૂત છે !
    તેમની ગઝલોમાં ગજબ ઠહરાવ અને ગહનતા જોવા મળે છે.

  20. dagodara vinod said,

    September 12, 2010 @ 7:25 AM

    હું જ છું, આસપાસ કાંઈ નથી
    કેમ ખાલીપણું સમેટી લઉં ?

    વાહ…સરસ ગઝલ….

  21. Kirtikant Purohit said,

    September 13, 2010 @ 3:49 PM

    સરસ રચના.

  22. snehi parmar said,

    April 15, 2011 @ 8:47 AM

    હું જ છું, આસપાસ કાંઈ નથી
    કેમ ખાલીપણું સમેટી લઉં ?
    That is what the essence of all religious creations
    The poet sees the whole world filled with himself hense he find nowhere empty.
    its an awesome gazal .congro bharat bhai.
    snehi parmar

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment