સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
રઈશ મનીઆર

ગઝલ -રવીન્દ્ર પારેખ

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

-રવીન્દ્ર પારેખ

વાંચતાવેંત ગમી ગયેલી આ ગઝલનાં છેલ્લા ચાર શેરો જરા વધુ ગમી ગયા…

19 Comments »

 1. સુનીલ શાહ said,

  July 29, 2010 @ 11:11 pm

  હું ઝાકળ છું, તું આંસુ છે,
  તારે મારે શી સરસાઈ ?
  ટૂંકી બહેરની સુંદર ગઝલ.

 2. Deval Vora said,

  July 29, 2010 @ 11:17 pm

  Hi,pls let me know wot is “Baher” ?! (in context to preceeding comment..)

 3. Just 4 You said,

  July 29, 2010 @ 11:50 pm

  જળનાં ટીપાં જેવી યાદો,
  વધતાં વધતાં થૈ દરિયાઈ.

  હોય ન જ્યારે પણ તું સાથે,
  હાથવગી મારે તન્હાઈ.

  Nice …..

 4. વિવેક said,

  July 30, 2010 @ 1:04 am

  બહેર એટલે સાદી ભાષામાં કહીએ તો પંક્તિની લંબાઈ… છંદના આવર્તન જેમાં લઘ્ત્તમ હોય એ ગઝલ ટૂંકી બહેરની ગઝલ કહેવાય…

  રવીન્દ્ર પારેખની ઉપરોક્ત ગઝલ ટૂંકી બહેરની છે તો નીચે લખેલો શેર લાંબી બહેરની ગઝલનો ભાગ છે:

  કયા કારણોથી ને કોના પ્રતાપે તમે ક્યાંના ક્યાં જઈને બેઠાં છો આજે ?
  હવે કોણ કોના હોસાબો તપાસે ? તમે ક્યાંના ક્યાં જઈને બેઠાં છો આજે ?

 5. વિવેક said,

  July 30, 2010 @ 1:05 am

  જળનાં ટીપાં જેવી યાદો,
  વધતાં વધતાં થૈ દરિયાઈ.

  – સુંદર શેર…

 6. ભાર્ગવ ઠાકર said,

  July 30, 2010 @ 1:53 am

  હોય ન જ્યારે પણ તું સાથે,
  હાથવગી મારે તન્હાઈ.

  ક્યા બાત!!!!! ખુબ સુંદર ગઝલ.

 7. Deval Vora said,

  July 30, 2010 @ 5:45 am

  Thanx Vivek ji….

 8. DHRUTI MODI said,

  July 30, 2010 @ 7:58 am

  ટૂંકી બહેરમાં કહેવાયેલી સુંદર ગઝલ. ગમેલી પ્ંક્તિ,

  આ તો તેજ વગર બળવાનું ,
  એનું નામ જ અખ્ખર ઢાઈ.

  જળનાં ટીપાં જેવી યાદો
  વધતાં વધતાં થૈ દરિયાઈ.

 9. Bharat Trivedi said,

  July 30, 2010 @ 9:39 am

  મઝા આવી ગઈ! છોટી બહરમાં ગઝલ પાર પાડવી સર્જક માટે એક રીતે એક પડકાર હોય છે કેમ કે નાના ફલક પર મોટી વાત કરવા સારી હથોટી જોઇએ.

  -ભરત ત્રિવેદી

 10. Chinu Modi said,

  July 30, 2010 @ 9:56 am

  નાના છન્દ માપમાં ગઝલ કહેવી કવિ કસોટી હોય છે. છેલ્લા બે શેર સિવાય રવીન્દ્ર કસોટીમાંથી પાર થાય છે. છેલ્લા બે શેરમાં વૈણસંકર હમ-રદીફ્ કાફિયા શેરના સૌન્દ્રયને ઓછું કરે છે. તનહાઈ અરબી/ ફારસી, તો અખિલાઈ સંસ્ક્રુત શબ્દ છે. આવાં કજોડાં ગમતાં નથી.

  -ચિનુ મોદી

 11. ઊર્મિ said,

  July 30, 2010 @ 2:37 pm

  શ્રી ચીનુકાકાનું લયસ્તરો પર આગમન થાય અને કોમેંટરૂપી તેઓ એમના પગલાંની છાપ પણ મૂકી જાય, એ અમારે માટે ખૂબ જ ગર્વ અને આનંદની વાત છે… ખૂબ ખૂબ આભાર, ચીનુકાકા !

 12. pragnaju said,

  July 30, 2010 @ 9:49 pm

  સુંદર ગઝલ
  હું ઝાકળ છું, તું આંસુ છે,
  તારે મારે શી સરસાઈ ?

  કોણ છૂટું પડતું કોનાથી,
  વાત મને એ ના સમજાઈ.

  વાહ્

 13. વિહંગ વ્યાસ said,

  July 30, 2010 @ 11:09 pm

  સુંદર ગઝલ.

 14. કિરણસિંહ ચૌહાણ said,

  July 30, 2010 @ 11:13 pm

  બહુ જ સરસ ગઝલ.

 15. Pushpakant Talati said,

  July 31, 2010 @ 7:49 am

  ” બહેર એટલે સાદી ભાષામાં કહીએ તો પંક્તિની લંબાઈ… છંદના આવર્તન જેમાં લઘ્ત્તમ હોય એ ગઝલ ટૂંકી બહેરની ગઝલ કહેવાય. ” – આભાર વિવેકભાઈ, મને પણ ‘બહેર’ ના અર્થની ખબર ન હતી આજે આપના દ્વારા મને તેનો મતલબ જાણવા મળ્યો.

  લાગેછે કે નીચેના શેર પર કોઈની નઝર / ધ્યાન ગયુ નથી લાગતુ.
  ” આ તો તેજ વગર બળવાનું, – એનું નામ જ અખ્ખર ઢાઈ. ”
  અહી “અખ્ખર ઢાઈ” એટલે અઢી અક્ષરનો શબ્દ “પ્રેમ”
  ‘પ્રેમ’ મા તો ઝુરવાનુ અને બળવાનુ વિગેરે તો સાવ સામાન્ય પ્રક્રિયા હોય છે. અને તેવી વિષમ પરિસ્થિતિ મા પણ પ્રેમ મા તલ્લીન વ્યક્તિ આનન્દની ચરમ સીમા એ પહોચતો હોય છે. જો કે આ તો પેલી poem જેવુ છે કે “માહે પડા તે મહા સુખ માણે”

  I like theses line with અન્ય lines also.

 16. Pinki said,

  August 1, 2010 @ 11:13 am

  વાહ્… સરસ ગઝલ… !

 17. Kalpana said,

  August 3, 2010 @ 10:36 am

  વાહ! આપણે તો આઁખો ફેરવવી, ગઝલ માણવી અને સમજૂતિ અને અઘરા શબ્દોના અર્થ બધુ તૈયાર.
  આભાર ઘણો આભાર.
  અખ્ખર ઢાઈની સમજૂતિ બદલ આભાર.
  સુઁદર ગઝલ. ફરી ફરી વાઁચવી ગમે એવી.
  કલ્પના

 18. Manoj Joshi said,

  August 7, 2010 @ 3:02 am

  ખુબ સુન્દર કાવ્ય

 19. એનું નામ જ અખ્ખર ઢાઈ – રવીન્દ્ર પારેખ | ટહુકો.કોમ said,

  September 14, 2017 @ 12:56 pm

  […] (આભાર – લયસ્તરો) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment