જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
મરીઝ

ઉમાશંકર વિશેષ :૧૪: હાઈકુ અને મુક્તક

UJ3

કવિ
(સદગત પ્રિયકાન્તની સ્મૃતિમાં)

લોહીવ્હેણમાં
ઊછળે નાયાગરા,
કીકીમાં કાવ્ય.

* * *

શબ્દ

મૌન, તારો તાગ લેવા
શબ્દ થઈ દઉં કાળજળમાં
.                            ડૂબકી.

– ઉમાશંકર જોશી

ઉમાશંકર માત્ર દીર્ઘ કાવ્ય જ લખતા એમ કહીએ તો એમની કવિપ્રતિભાને હાડોહાડ અન્યાય થાય. લઘુકાવ્યો, મુક્તક અને કવચિત્ હાઈકુમાં પણ એમની કલમ ખૂબ છટાદાર ચાલી છે.

***

સાથે કવિના જીવનના બે યાદગાર પ્રસંગો મમળાવીએ:

એક વાર મુબઈમાં બસમાં જતો હતો. આગલી બેઠક ઉપરના વૃદ્ધે મને બોલાવ્યો. મારા એક વખતના અર્થશાસ્ત્રના પ્રોફેસર ! વંદન કર્યાં. આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભલો મને ઓળખ્યો. ‘કેમ ન ઓળખું?’ પછી કહે, ‘તારે પોતાનો કાવ્યસંગ્રહ પાઠ્યપુસ્તક તરીકે ભણવાનો આવ્યો હતો ને?’ ઉમાશંકરે સમજાવ્યું કે બી.એ.ના છેલ્લા બે વર્ષો તો એ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હતા એટલે એમનો સંગ્રહ બીજા વિદ્યાર્થીઓને ભણવાનો થયો હતો, પોતાને નહીં. પણ પ્રોફેસર માન્યા નહીં. કવિ કહે છે, એક કથા (લીજેન્ડ) તરીકે કોઈ કવિને પોતાનો જ કાવ્યસંગ્રહ ભણવાનો આવે તો કેવું ? – એ કૌતુક એવું મનગમતું છે કે એનો નાશ કરવાનો કવિને પોતાને પણ કશો હોવો જોઈએ નહિ !

કવિ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કામ કરતા હતા ત્યારે મજાની બીના બની. કવિ કહે છે, અમારા કર્મચારી બંધુઓ એકવાર હડતાળ ઉપર ઊતરેલા ને મારી તરફ આવી રહ્યા હતા. આગળ ચાલતા નાયકનો સૂત્રોચ્ચાર ગાજતો હતો : ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ…’ આખું મંડળ એકઅવાજે ત્યાં બોલતું હત્યું: ‘જાગશે !’

***

આજે આ ઉમાશંકર વિશેષ સપ્તાહ પૂર્ણ થાય છે પણ ઉમાશંકરના કાવ્યોનો રસથાળ આખા વર્ષ દરમિયાન પીરસાતો રહેશે…

10 Comments »

 1. Bharat Trivedi said,

  July 28, 2010 @ 7:59 am

  મને પણ એવી જ જાણ હતી કે ઉમાશ્ંકર્ભાઈને પોતાનો કાવ્યસંગ્રહ ભણવાનો થયો હતો! ખેર, એવું બને કે કવિને પોતાનો કાવ્યસંચય ભણવાનો થાય ને કવિ તેમાં નપાસ થાય તો? વાતનો સાર એટલો જ કે કવિતા પદાર્થ જ એવો ગેબી છે કે કવિતા વિશે ખુદ કવિનુ ઈનટર્પ્રિટેસન પણ ક્યારેક કામ ના આવે કે પછી ઓછું પડે. લઘુકાવ્યની વાત આવે ત્યારે કવિ સુન્દરમની ” તને મેં ઝંખી છે યુગોથી પ્રખર સહરાની તરસથી” તરત જ યાદ આવી જાય. ક્યારેક રાજેન્દ્રભાઈ, ઉસનશ્, જયન્તભાઈની ગઝલો વાંચતાં થાય છે કે કવિ પોતાની વેઈનમાં જ કેમ વધારે નિખરતો જણાતો હોય છે?

  -ભરત ત્રિવેદી

 2. Viay Shah said,

  July 28, 2010 @ 9:01 am

  ઉમાશંકર શતાબ્દી ઉજવણી સરસ રીતે જૈ રહી છે અને ઘણું બધુ આ કવિ વિશે આપ સૌ મુકી રહ્યા છો..

  અભિનંદન ધવલભાઈ, ઉર્મિસાગર્ વિવેકભાઈ અને તીર્થેશભાઈ

 3. Satish Dholakia said,

  July 28, 2010 @ 9:32 am

  ઉમશન્કર શતબ્દિ નિ સર્થક ઉજવ્ણિ કરિ. આભિનન્દન ! ઉમશન્કર જોશિ બહુ આયમિ વ્યક્તિત્વ ધરાવતા હતા.તે પૈકિ કવિતા એક માત્ર પસુ ! લેખક અને જાગ્રુત નાગરિક તરિકે પણ તેમ્નુ પ્રદાન વિશેશ હતુ.

 4. Kirtikant Purohit said,

  July 28, 2010 @ 10:07 am

  ઉમાશન્કર શામાટે મહાન હતા તે આ વિધવિધ કાવ્ય-પ્રતિભાઓમાથી વ્ધુ સ્પષ્ટ થઇ બહાર આવે છે.
  આખિયે રજુઆત અદભૂત રહી.અભિનન્દન.

 5. Girish Parikh said,

  July 28, 2010 @ 12:21 pm

  ‘ઉમાશંકર વિશેષ’ ખરેખર વિશેષ રહ્યું. અભિનંદન.
  મારી યાદ મુજબ ઉમાશંકર ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા. કુલપતિ રાજ્યના ગવર્નર હોય છે.

 6. વિવેક said,

  July 28, 2010 @ 11:58 pm

  શ્રી ઉમાશંકર જોશી એમના કાવ્યસંગ્રહ ‘ગંગોત્રી’ની પ્રસ્તાવનામાં આ પ્રમાણે લખે છે:

  માર્ક્સવાદી ઉદગાર ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે’ કાંઈક વહેલો, આપણી ભાષાઓ માટે, ગણાય. એનો ખરો આનંદ તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કામ કરતો હતો ત્યારે મળ્યો….

  – શ્રી ઉમાશંકરના પોતાના શબ્દો છે.

 7. Pancham Shukla said,

  July 29, 2010 @ 7:01 am

  કવિશ્રીને અંજલિ આપતું ઉજવણું મનભરીને માણ્યું. કેટલીક ચૂનંદી રચનાઓ દ્વારા કવિના બૃહદ ફ્લકને તાજું કરાવી આપવા માટે લયસ્તરોનો ખૂબ ખૂબ આભાર.

 8. kanchankumari. p.parmar said,

  July 29, 2010 @ 7:28 am

  અમે તો ભઐ આ મોટા ગજા ના કવિ પાસે સાવ નાના અમથા મગતરા…..ના કશુએ બોલાય કે ના કશુ એ લખાય……

 9. Girish Parikh said,

  July 29, 2010 @ 5:56 pm

  ઉમાશંકર જોશી જેટલા જ મહાન સાહિત્યકાર હતા એમના બાળગોઠિયા પન્નાલાલ પટેલ. ઉમાશંકર કવિ-વિશેષ છે તો પન્નાલાલ છે નવલકથાકાર-વિશેષ. ઉમાશંકરનો પન્નાલાલ સાથે પણ ફોટો તો હશે જ. ભવિષ્યમાં લયસ્તરો પર કવિશ્રીના અન્ય કાવ્ય સાથે એ મૂકવાની વિનંતી કરું છું.

 10. pragnaju said,

  July 30, 2010 @ 9:51 pm

  બધી જ રચનાઓ તથા રસ દર્શન માણ્યા
  અ દ ભૂ ત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment