આજ વાદળાંય નથી, વૃષ્ટિની વકીય નથી,
ક્યાં જઈને આવ્યા છો ? આમ તરબતર ચાલ્યા…!
વિવેક મનહર ટેલર

ઉમાશંકર વિશેષ :૦૨: મારું જીવન એ જ સંદેશ – ઉમાશંકર જોશી

Umashankar-Joshi5

મારું જીવન એ જ મારી વાણી, બીજુ એ તો ઝાકળ પાણી,
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વિરામો.
મારું જીવન o

મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય !
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર !
મારું જીવન o

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ,
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી;
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન o

– ઉમાશંકર જોશી

સંગીત અને સ્વર : પરેશ ભટ્ટ

[audio:http://urmisaagar.com/saagar/audio/Maarun Jivan Ej Maari Vaani-paresh bhatt.mp3]

સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્યામલ મુન્શી

[audio:http://urmisaagar.com/saagar/audio/maru jivan te mari vaani – Umashankar Joshi.mp3]

ગાંધીયુગનાં આ અગ્રણી કવિશ્રી ઉમાશંકરજીની ઘણી કવિતાઓ અને ગીતો ગાંધીજીને કેન્દ્રમાં રાખીને લખાયેલ છે.  ગાંધીવિચારનો પ્રભાવ એમની ગાંધી-કવિતામાં પૂરની માફક ઊમટે છે, જે ભાવકને છે…ક વિશ્વપ્રેમ સુધી પહોંચાડે છે.  શબ્દને ‘ગાંધી’ નામની સ્યાહીમાં ઝબોળીને કવિ ક્યારેક સ્વયં ગુજરાતને પૂછે છે કે ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? , તો ક્યારેક આપણને એટલે કે ‘ગુજરાતી’ને વિશ્વગુર્જરી બનવાનો સંકેત આપતો પ્રશ્ન પણ પૂછે છે કે ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?’

10 Comments »

 1. અભિષેક said,

  July 22, 2010 @ 11:30 am

  ગાંધીજીને કદાચ સહુથી સારી અને સાચી શ્રદ્ધાંજલી આપી છે કવિએ. ગાંધી અને અનુગાંધીયુગનો પડઘો ઉમાશંકર જોશીની કવિતામાં જોવા મળે છે.

 2. Kalpana said,

  July 22, 2010 @ 12:53 pm

  ગાઁધીજી પરમ સત્યને ઓળખી શક્યા અને પ્રયોગો દ્વારા ઉપાસી શક્યા. આપણે એ યુગમા(લગભગ) જનમ્યા એ આપણુ અહોભાગ્ય જ કહેવાય. ભારત એક અદભૂત ભૂમિ છે જ્યાઁ આવી મહાન વિભૂતિન એના જીવન કાળ દરમ્યાન ઓળખાય છે, પોઁખાય છે.પૂજાય છે. ઈશુ શૂળીએ ચઢે છે, સોક્રેટીશને ઝેર અપાય છે. પછી પૂજાય છે.
  કવિવર ઉમાશઁકર જોશીની કલમ આ ગીત રચી પાવિત્ર્ય પામી છે એમ કહુઁ તો અતિશયોક્તી ન લેખાય.
  ખૂબ સુઁદર આલેખન. કવિવરને પ્રણામ.
  આભાર ઊર્મિજી. આ કાવ્યથી આ “વિશેષ અભિયાન શરુ થયુ એ યોગ્ય જ થયુ.
  કલ્પના લન્ડનથી

 3. Jayshree said,

  July 22, 2010 @ 1:59 pm

  દિવ્યભાસ્કરમાં પ્રસ્તુત એક લેખ મુજબ કવિ શ્રી નીતિન વડગામા લખે છે :

  ‘વિરાણી હાઇસ્કૂલમાં યોજાયેલા પ્રોગ્રામમાં પરેશ ભટ્ટે તેમની રચના ‘મારું જીવન એ જ મારી વાણી’ગાઇ. શ્રોતાઓ તાલીઓ પાડતા હતા ત્યાં જ ઉમાશંકર જોશી ઊભા થયા, પોતાના હાથમાં રહેલો હાર તેમણે પરેશના ગળામાં પહેરાવી દીધો.’

 4. AMIT SHAH said,

  July 22, 2010 @ 10:09 pm

  UMASHANKAR JOSHI – VISHESH

  JYAARE TAME BHOMIYA VINA MAARE BHAMVA TA DUNGRA

  AA GEET MUKO , TE HARIHARAN NA AWAJ MA (AJIT SHETH NA SANGEET MA)

  MUKVA VINANTI.

  AAM TO AA GEET TAHUKO PAR UDAY MAZUMDAR NA SWAR MA CHHE , PARANTU

  AJIT SHETH NA SWARANKAN NI MAJA ALAG CHHE.

 5. DR Bharat Makwana said,

  July 23, 2010 @ 1:43 am

  એક મહાન વ્યક્તિ વિષે અન્ય મહાન વ્યક્તિ દ્વારા લખાયેલ ક્રૃતિ,પ્રખ્યાત ગાયક ના સ્વરે સંભાળવાનો લ્હાવો આપ્યા બદલ આભાર!

 6. વિવેક said,

  July 23, 2010 @ 2:42 am

  સુંદર કૃતિ… બંને સ્વરાંકનો સરસ…

 7. Sanjay R. Chaudhary said,

  July 24, 2010 @ 8:43 pm

  નાનો હતો ત્યારે ઉમાશંકરદાદાને અનેક વાર મળ્યો છું અને તેમને સાંભળ્યા છે. આ મહાન વિભૂતિની એક અદભૂત કવિતાના એક પણ શબ્દને મરોડ્યા વિના સુંદર રીતે ગાનાર સ્વ. પરેશ ભટ્ટ પણ તેમની સાથે મને યાદ આવી ગયા.

 8. ઊર્મિ said,

  July 27, 2010 @ 9:49 am

  પ્રિય અમિતભાઈ (શાહ), ‘ભોમિયા વિના’ ગીત ગઈકાલે જ ઉદર મઝુમદારનાં અવાજમાં અને તમારી ફરમાઈશ મુજબ અજીત શેઠનાં અવાજમાં પણ મૂક્યું છે… આપની જાણ ખાતર… http://layastaro.com/?p=4922

 9. Kalpana said,

  August 18, 2010 @ 5:14 pm

  ઉપરની વાત અધુરી પૂરી કરુઁ. ગાઁધીજીના ચાહકો પૂજકો અગણિત હતા છતાઁ ગોળીએ વીઁધાયા. આપણે ગાઁધીવિચારમા રઁગાયેલા રહીએ અને એ વિચારોને સમજીને પોષીએ તો જીવન દીપે.
  અહોભાવ પ્રગટાવનારી ક્રૂતિ.
  કલ્પના

 10. Manish Parekh said,

  December 29, 2010 @ 2:15 pm

  Now Great Poet Umashankar & his work is available on stage with the great musicians & singers work, please pay him homage by doing it’s shows at your town/Village/City .
  Umashankar joshi trailer1 ઃ http://www.youtube.com/watch?v=kXx1zPz0txM

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment