ઓળખું ક્યાંથી એ પડછાયાને મારા !
જે મળ્યો કાયમ મને ઊંધો ફરીને.
ભાવિન ગોપાણી

આ અમથાજી – રમણીક સોમેશ્વર

માણસ નહિ પણ વાટ વગરનું ફાનસ છે આ અમથાજી,
થરથરતી ઠંડીમાં ભીનું બાકસ છે આ અમથાજી.

લોક વચાળે ગાય-વગાડે, તાતા થૈ થૈ નાચે છે,
ચોરે ચૌટે ભજવતું એક ફારસ છે આ અમથાજી.

ફાટેલા દિવસને બખિયા ભરી ભરીને સાંધે છે,
ટાંકા-ટેભાવાળું તોયે અતલસ છે આ અમથાજી.

જીવતરનાં સૌ દૃશ્યો અમથો ઝાંખાં-ઝાંખાં ભાળે છે,
આંખો વચ્ચે ફેલાયેલું ધુમ્મસ છે આ અમથાજી.

રોજ એકના એક ખેલને ભજવી ભજવી થાક્યા છે,
આમ જુઓ તો ફ્લોપ ગયેલું સરકસ છે આ અમથાજી.

– રમણીક સોમેશ્વર

અમથું જ કૈંક વાંચતા વાંચતા અમથી અમથી ગમી ગયેલી અમથાજીની આ અમથી-ગઝલ… એક અમથાભાઈને અમથી અમથી જ અર્પણ.  🙂  આ અમથાભાઈ કદાચ આપણી અંદર જ તો નથી રહેતા ને…?  ચાલો, જરા ચકાસી જોઈએ…

14 Comments »

 1. pragnaju said,

  July 1, 2010 @ 4:32 pm

  મઝાની ગઝલના
  આ શેરો ગમ્યા
  માણસ નહિ પણ વાટ વગરનું ફાનસ છે આ અમથાજી,
  થરથરતી ઠંડીમાં ભીનું બાકસ છે આ અમથાજી.

  લોક વચાળે ગાય-વગાડે, તાતા થૈ થૈ નાચે છે,
  ચોરે ચૌટે ભજવતું એક ફારસ છે આ અમથાજી.
  આ અમથાજી આપણામા છે,કુટુંબમાં છે સમાજમાં છે જ.તે વૃતિ સમજાય તો સુધારવાનું સરળ બને.
  મને અમારા સુધારક અમથાજી યાદ આવે છે.કુંવારી કે પરણેલી વિક્રય થતી આદિવાસી કન્યાઓ પર વીસ હજાર રૂપિયાથી માંડીને લાખ રૂપિયા સુધીના સોદા થાય છે. એક કન્યા પર એક કરતાં વધુ સોદાઓ પણ થાય છે. વિક્રય થતી આદિવાસી કન્યા સાથે આદિવાસીઓ અને બિનઆદિવાસીઓ શેરના માથે સવા શેરનો ખેલ ખેલી રહ્યા હોય તેમ લાગે છે. પરંતુ આ આખા ખેલમાં મૂળસોતી ઊખડી જતી, રોજ કાપીને રોજ વવાતી આદિવાસી કન્યાઓનાં ઉધ્ધારક આ અમથાજી પોતે આવી સ્ત્રીને પરણ્યા અને પ્રસન્ન દાંપત્યનું દ્રુશ્ટાંત બેસાડ્યું!

 2. urvashi parekh said,

  July 1, 2010 @ 7:52 pm

  ફાટેલા દિવસ ને બખીયા ભરી ભરી ને સાન્ધે છે,
  ટાંકા ટેભા વાળુ તોયે અતલસ છે આ અમથાજી
  અરે,
  આ તો આપણે જ છીયે.

 3. સુનીલ શાહ said,

  July 1, 2010 @ 9:17 pm

  વાહ..
  અમથાજીના પ્રતિક દ્વારા નોંખી જ છાપ છોડી જતી આ ગઝલ અમથી થોડી ગમી..?

 4. jolly vaidya said,

  July 1, 2010 @ 11:40 pm

  ભજવાય છે એ બધા ફારસ જ હોય પણ ફારસ ને ફારસ કહેનાર અમથાજીને સલામ…..

 5. રાકેશ ઠક્કર, વાપી said,

  July 2, 2010 @ 12:45 am

  અમથાજીના પ્રતિક દ્વારા સરસ સમજાવ્યું છે.
  રોજ એકના એક ખેલને ભજવી ભજવી થાક્યા છે,
  આમ જુઓ તો ફ્લોપ ગયેલું સરકસ છે આ અમથાજી.

 6. dr_jknanavati said,

  July 2, 2010 @ 4:13 am

  ખરેખર જીવનમા કોઈવાર અમથું અમસ્તું અને
  સસ્તું જરૂરી હોય છે….

  મતલબને પામવાને કોઈ ખાસ વાતના
  જીવનમાં ક્યાંક દોસ્ત, અમસ્તાં થવું પડે

  વ્યવહાર લાગણીના પરસ્પર નિભાવવા
  મોંઘા મટીને સહેજ તો સસ્તા થવું પડે

 7. satish.dholakia said,

  July 2, 2010 @ 9:36 am

  હુ તુ અમે તમે અને બધા એટલે આ અમથા જિ ! એક ફ્લોપ થયેલ સર્કસ ના ફ્લોપ કિરદરો ! અને તે છ્તા મોટો હુકાર !

 8. રાજની said,

  July 2, 2010 @ 11:12 am

  રોજ એકના એક ખેલને ભજવી ભજવી થાક્યા છે,
  આમ જુઓ તો ફ્લોપ ગયેલું સરકસ છે આ અમથાજી.

  મજાની રચના

 9. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  July 2, 2010 @ 11:16 am

  ભલેને નામ રાખ્યું હોય એમણે ‘અમથો’.
  પણ અમને બહુ ગમ્યા આવા અમથાજી.

 10. Praveen said,

  July 4, 2010 @ 8:20 am

  સીધી સચોટ વિવિધ મર્મપૂર્ણ વાત
  આટલી સાદી સ્પષ્ટ લયબધ્ધ ભાષામાં કેમ કહેવાય
  તે અમથાભાઈ પાસેથી જ શીખવા મળ્યું.

  કવિશ્રી રમણિક સોમેશ્વરને હાર્દિક અભિનંદન, ધન્યવાદ !
  ‘લગે રહો, મેરે ભાઈ !’

 11. kanchankumari. p.parmar said,

  July 4, 2010 @ 8:51 am

  અમથુ અમથુ આ જિવન જિવ્યુ આખુ અમથાજિ…..હવે ફોગટ કહિ શાને વગોવો અમથાજિ….

 12. Deval Vora said,

  July 5, 2010 @ 12:36 am

  Dosto ek aadat develop kariye to kevu? jene jene je te kavi ni ghazal gami hoy tena vishe koi pan basic olkhan janta hoy to ahi share karvi…personal vaato strictly na thavi joiye….jem ke Ramnikbhai someshwar Bhukamp pehla Anjaar ma sthayi thaya hata…hu teo na ghare pan gayeli pan haal kya vase 6 tena vishe khas mahiti nathi… Deval, Radio Mirchi

 13. Deval Vora said,

  July 5, 2010 @ 12:45 am

  Tamne shu lage 6 dosto??!!

 14. Bharat Trivedi said,

  July 5, 2010 @ 6:58 pm

  આ ગઝલના અમથાજી તે કોણ? આપણે બધા કે પછી ગઝલકાર પોતે પણ હોઇ શકે! આમ જુઓ તો સ્વ્ગતોક્તિ છે તો બીજી રીતે સમાજિક ટિપ્પ્ણી પણ છે.

  જીવતરનાં સૌ દૃશ્યો અમથો ઝાંખાં-ઝાંખાં ભાળે છે,
  આંખો વચ્ચે ફેલાયેલું ધુમ્મસ છે આ અમથાજી

  આ શેરમા કવિકર્મ વિશેષ થયુ છે પણ અન્ય શેરોમા મુખરતા થોડી કઠે છે કેમ કે ગઝલમા કહેવા કરતા કોથળામા પાશેરી રાખીને મારવાની મઝા સાવ જુદીજ હોય છે.

  ગઝલ ગમી ના હોત તો આ કોમેન્ટ હોત જ નહી ને!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment