બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
મરીઝ

કવિતાને પરણતા કવિને – દીપક ત્રિવેદી

લ્યો કરો શબ્દનો વેધ….
ઉપાડો કલમ તીરની માફક રે !
ઉપાડો કલમ તીરની જેમ…
ઉડાડો જળની ઊભી છાલક રે!

આમ જુઓ તો કન્યા ઊભી
સરવરપાળે રોતી જી!
આંખોમાંથી શબ્દ નામનાં
પલ પલ મોતી ખોતી જી!
– લ્યો કરો…

ધરી ભુજાઓ છેક…
ઉઠાવો શબ્દ નામનો પાવક રે!
– લ્યો કરો…

સ્મરણ-શ્વાસના દરિયા વચ્ચે
છોરી તો ડગ માંડે હો!
છોરીને લઇ જાઓ પરણી
કૌવત જેના કાંડે હો!
– લ્યો કરો…

મરો-જીવો કાં કહો…
કવિતા એક રહી મન ભાવક રે!
– લ્યો કરો…

 – દીપક ત્રિવેદી

2 Comments »

 1. સુરેશ said,

  August 17, 2006 @ 12:33 pm

  આ કવિતા ખાસ વિવેકને અર્પણ છે – વૈશાલીને વાંધો નથી એમ માનીને !!
  જો કે આ છોરીની સાથે તો તે કદાચ વૈશાલીની પહેલાં જ પરણી ચૂક્યો છે !

 2. વિવેક said,

  August 18, 2006 @ 3:28 am

  મને અર્પણ? આભાર, સુરેશભાઈ… પણ કવિતા એ મારી અહર્નિશ પ્રેયસી છે અને એને પરણવાની ભૂલ હું કદી નહીં કરું… પરણ્યા પછી પ્રેમને સજીવન રાખવામાં ખૂબ મહેનત પડે છે અને પ્રેયસી સાથે એ અનાયાસ જળવાઈ રહે છે (Just kidding)… વૈશાલીને અહીં લઈ જ આવ્યા છો તો મને લાગે છે કે મારે કવિ-પત્નીની ગઝલ આ શનિવારે બ્લૉગ પર મૂકવી જ પડશે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment