એક તો શોધો જગતના બાગમાં એવી વસંત,
ફૂલ ખીલ્યાં જે મહીં ક્યારેય કરમાતાં નથી.
ગોવિંદ ગઢવી

વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને – સ્વામી વિવેકાનંદ

(મન્દાક્રાન્તા)

તારી શય્યા હિમથકી ઠરેલી ભલે હોય, વાયુ
ઠારી દેતો તુજ વસન હો, ને ભલે પંથ તારે
ના કો ભેરૂ દિલ બહલવા, આભ આખું ઝળુંબે
છો ને માથે – ગમગીની સમાં વાદળાંથી છવાયું !
થાતો છોને વિફલ તુજ સૌ સ્નેહ, મીઠી સુવાસ
ખાલી ખાલી સહુ વિખરતી હો, ભલે ને અશુભ
છાઈ રહેતું સકલ શુભની ઉપરે થૈ વિજેતા !
તો યે ના હે વિમલ મધુરા જાંબલી ફૂલ ! તારી
ના દે ત્યાગી અસલ પ્રકૃતિ મંદ ખીલ્યે જવાની !
કિંતુ તારી સુરભિ વણથંભી અહીં દે પ્રસારી
મીઠી મીઠી ! દૃઢ પ્રતીત ! યાચ્યા વિના અર્પી દેજે !

– સ્વામી વિવેકાનંદ
(૦૬-૦૧-૧૮૯૬)
*
To an Early Violet

What though thy bed be frozen earth,
Thy cloak the chilling blast;
What though no mate to clear thy path,
Thy sky with gloom o’ercast —
What though of love itself doth fail,
Thy fragrance strewed in vain;
What though if bad o’er good prevail,
And vice o’er virtue reign —
Change not thy nature, gentle bloom,
Thou violet, sweet and pure,
But ever pour thy sweet perfume
Unasked, unstinted, sure !

– વાયોલેટ એ પાશ્ચાત્ય દેશોમાં વસંત બેસે અને શિયાળો પૂરો થવાનો હોય એ સંધિકાળ દરમિયાન ખીલતું પુષ્પ છે. એ ખીલે છે ત્યારે પવનના ઠંડા સૂસવાટાઓનો એણે સામનો કરવો પડે છે. પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમવા માટે સિસ્ટર ક્રિસ્ટાઇનને પ્રોત્સાહન આપવા માટે સ્વામીજીએ આ કાવ્ય ન્યૂયૉર્કથી લખ્યું હતું.

ગમે એટલી વિપત્તિ કેમ ન આવી પડે, મનુષ્યે પોતાની સજ્જન પ્રકૃતિ ત્યાગવી ન જોઈએ જે રીતે ફૂલ એની મીઠી મીઠી ફોરમ પ્રસરાવતું રહે છે, વિપુલ માત્રામાં અને માંગ્યા વિના અને કોઈપણ કામના વગર !!

17 Comments »

 1. Pushpakant Talati said,

  March 6, 2010 @ 7:53 am

  -અતિ ઉત્તમ પ્રકારની પ્રેરણા આપતી આ રચના.
  – સાચે જ જીવનમાઁ હમેશા યાદ રાખવા જેવી – તેમજ –
  – તેનો જીવનમાઁ અમલ કરી ઉતારવા લાયક અને આપણને સુન્દર અભિગમ તથા આપણા માટે અચ્છો પથદર્ષક બની શકે તેવુ કૌવત સભરની છે આ .
  -એને આનન્દો અને ઉતારો અમલમાઁ

 2. Pancham Shukla said,

  March 6, 2010 @ 9:13 am

  જૂની અંગ્રેજીનું આટલું માવજતથી અક્ષરમેળ છંદમાં અવતરણ જ ધન્યવાદને પાત્ર છે. પ્રતિકૂળ સંજોગો સબબ મંદાક્રાંતા છંદનિ પસંદગી પણ અનુવાદકની પાકી કાવ્યસમજ છતી કરે છે. છંદની મઝા તો છે જ પણ સાથે સાથે છંદોબદ્ધ અવતરણ મૂળ કવિતામાંથી જે એક હાથે લઈ લે છે એ જ બીજા હાથે આપે છે. અંગ્રેજી શબ્દો અને ભાવોનું ભારતીય ભાવો સાથે ભારતીયકરણ થયું છે. આજ અનુવાદ વસંતતિલકામાં કે મુક્તરૂપે થયો હોત તો કેવો હોત ? (મારું આજનું હોમવર્ક).

 3. Girish Parikh said,

  March 6, 2010 @ 2:06 pm

  વિવેકભાઈઃ
  સ્વામી વિવેકાનંદનું અંગ્રેજી કાવ્ય અને એનો સુંદર અનુવાદ પોસ્ટ કરવા બદલ તમારો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. સ્વામી વિવેકાનંદનો હું ભક્ત છું.

  The Complete Works of Swami Vivekananda માંથી સ્વામી વિવેકાનંદે મૂળ અંગ્રેજીમાં લખેલું કાવ્ય રજૂ કરું છું. (The Complete Works of Swami Vivekananda નો ગુજરાતીમાં સુંદર અનુવાદ થયો છે. “આદિલની ગઝલોનો આનંદ” પુસ્તકમાં આ કાવ્યનો ગુજરાતી અનુવાદ પણ મૂકીશ. હાલ એ મારી પાસે નથી.
  નીચના કાવ્યનો ગુજરાતી અનુવાદ પોસ્ટ કરવા વિવેકભાઈને નમ્ર વિનંતી કરું છું. The Complete Works of Swami Vivekananda ના રાજકોટના રામકૃષ્ણ આશ્રમે ગુજરાતીમાં અનુવાદ પ્રકટ કર્યા છે એમાં આ કાવ્ય છે.

  The stars are blotted out,
  The clouds are covering clouds,
  It is darkness vibrant, sonant.
  In the roaring, whirling wind
  Are the souls of a million lunatics
  Just loosed from the prison-house,
  Wrenching trees by the roots,
  Sweeping all from the path.

  The sea has joined the fray,
  And swirls up mountain-waves,
  To reach the pitchy sky.
  The flash of lurid light
  Reveals on every side
  A thousand, thousand shades
  Of Death begrimed and black–
  Scattering plagues and sorrows,
  Dancing mad with joy.
  Come, Mother, come!

  For Terror is Thy name,
  Death is in Thy breath,
  And every shaking step
  Destroys a world for e’er.
  Thou “Time,”* the All-destroyer!
  Come, O Mother, come!

  Who dares misery love,
  And hug the form of Death,
  Dance in Destruction’s dance,
  To him the Mother comes.

  *Kali.
  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

 4. Girish Parikh said,

  March 6, 2010 @ 2:14 pm

  વિવેકભાઈઃ તમારો આસ્વાદ પણ અદભુત છે.

 5. Girish Parikh said,

  March 6, 2010 @ 6:02 pm

  સ્વામી વિવેકાનંદ જાન્યુઆરી ૧૨, ૧૮૬૩ ના રોજ કોલકતામાં જન્મ્યા હતા. ૧૯૬૩માં એમની જન્મશતાબ્દીની ઉજવણી વખતે રાજકોટના રામકૃષ્ણ આશ્રમે The Complete Works of Swami Vivekananda નાં પુસ્તકોના અનુવાદ કરાવી પ્રકટ કરવાનું ભગીરથ કાર્ય સ્વામી ભૂતેશાનંદજીના નેતૃત્વ નીચે કરેલું. અનુવાદ કરનારાનાં નામો પુસ્તકોમાં નથી આપ્યાં – – એમણે ગુપ્ત દાનની જેમ ગુપ્ત સેવા કરી છે. પણ મારા સાંભળવા મુજબ કાવ્યો વગેરેનો અનુવાદ કરનારાની ટીમમાં ઉમાશંકર જોશી જેવા મોટા ગજાના સર્જકો હતા.

 6. Girish Parikh said,

  March 6, 2010 @ 6:51 pm

  ઉપરના લખાણમાં આ મુજબ વાંચવા વિનંતીઃ
  અનુવાદ કરનારાનાં નામો એમની વિનંતીથી પુસ્તકોમાં નથી આપ્યાં…

 7. નિનાદ અધ્યારુ said,

  March 6, 2010 @ 10:10 pm

  વિવેક+આનંદ બન્નેનો અનુભવ થયો.

 8. sudhir patel said,

  March 6, 2010 @ 11:14 pm

  પ્રેરણાદાયી કાવ્યનો ખૂબ જ સુંદર છંદોબધ્ધ અનુવાદ!
  સુધીર પટેલ.

 9. વિવેક said,

  March 7, 2010 @ 12:30 am

  સ્વામી વિવેકાનંદના કેટલાક કાવ્યોનો અનુવાદ ડૉ. ભાનુપ્રસાદ પંડ્યાએ કર્યો છે… પણ અનુવાદકોના નામ પુસ્તકમાં આપવામાં આવ્યા નથી એટલે એ કાવ્યોને એમ જ માણીએ…

 10. kanchankumari parmar said,

  March 7, 2010 @ 4:41 am

  સ્વામિજિ નુ લખાણ હોય કે પછિ કાવ્ય….કોય પણ એમનિ તુલના મા ના આવિ શકે…..

 11. pragnaju said,

  March 14, 2010 @ 2:58 pm

  મદ મંદ આક્રંદ કરતો સુંદર અનુવાદ
  તેમની અનુભૂતિ કદાચ આવી હોય-

  પ્રભુના પક્ષે આવી અદ્ભુત કમાલ છે, કિંતુ આપણા પક્ષે ખૂબ શરમજનક કરુણા છે. જીવનમાં સર્જાતી ઘટનાઓ સમયે આપણે કમળ જેવા નથી બનતા, પરંતુ બની જઈએ છીએ ‘વાયોલેટ’ નામની વનસ્પતિ જેવા. ‘વાયોલેટ’ની વિલક્ષણતા એ છે કે એના પર પાણીના માત્ર એકાદ બિંદુનો પણ છંટકાવ થાય કે તુર્ત જ એ બુંદનો ડાઘ આ વનસ્પતિ પર અંક્તિ થઈ જાય. એવો જડબેસલાખ એ ડાઘ હોય છે કે કોઈ પણ ઉપાયે એ નાબૂદ ન થાય. યાવજ્જીવ એ ડાઘ એના પર પૂરેપૂરો સાબૂત રહે. આપણે ય મહદઅંશે આ ‘વાયોલેટ’ જેવા બની જઈને ઘટનાઓની અસરથી પૂરેપૂરા ઘેરાઈ જઈએ છીએ. અરે ! ક્યારેક તો એવી નાની નાની ઘટનાઓથી ઘેરાઈને રજનું ગજ કરી બેસીએ છીએ કે જેમાં સરવાળે માત્ર ને માત્ર પારાવાર નુકસાની જ આવે. કરવી છે આની પ્રતીતિ ?

 12. શશાંક રાઠોડ said,

  March 20, 2011 @ 1:55 am

  ખરેખર હ્રદય ને જોમ થી ભરી દેતી સ્વામિ વિવેકાનન્દજી ની વાણી શોધતા મને આ સુંદર રચના નો ભેટો થઈ ગયો…
  ખુબ ખુબ આભાર્..આપ સૌ ને મળ્યા નો પણ આનંદ અવ્યક્ત જ રહેશે..
  અત્યાર ના સમયમાં, સારી બાબત પર ચર્ચા કરનારા મિત્રો શોધવા એટલે કે જાણે પ્રહલાદની જેમ હોળિકાનાં ખોળામાં બેસવું.
  આપ સૌ ને નિયમિત મળી શકાય એવી પ્રાર્થના સહ્…

 13. ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદ વિશે « શબ્દપ્રીત said,

  January 22, 2012 @ 11:43 pm

  […] http://layastaro.com/?p=4078વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને – સ્વામી વિવેકાનંદ […]

 14. ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદ વિશે « શબ્દપ્રીત said,

  January 23, 2012 @ 7:22 am

  […] http://layastaro.com/?p=4078 […]

 15. લયસ્તરો » સુખદ સ્વપ્ન – સ્વામી વિવેકાનંદ said,

  January 12, 2013 @ 12:33 am

  […] એક બીજી મજાની રચના – વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને – પણ આપ લયસ્તરો પર માણી શકો […]

 16. Niranjan Jaiswal said,

  March 15, 2016 @ 9:07 am

  To an early violet…who translate this in Gujarati… I want to know…

 17. વિવેક said,

  March 17, 2016 @ 9:42 am

  @ નિરંજનભાઈ જયસ્વાલ :

  પુસ્તિકામાં અનુવાદકનું નામ ક્યાંય લખ્યું નથી. એ છતાં હું ફરી એકવાર નજર નાંખી જોઈશ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment