મહોબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મહોબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઉતારો ન આવે.
ગની દહીંવાળા

ગોદડામાં શું ખોટું ? – વિવેક મનહર ટેલર

PA302943
(દેશી કચ્છી ભમરડો…                                                …૩૦-૧૦-૨૦૦૯)

*

(લયસ્તરોના તમામ વાચકમિત્રોને બાળદિવસની શુભેચ્છાઓ)

*

મમ્મી  બોલી,  ઠંડી  આવી,  સ્વેટર  પહેરો  મોટું,
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંને પકડી તો જુઓ,
ગોદડાંમાં છે નરમી;
મથી-મથીને અમે કરી છે
અંદર ભેગી ગરમી.
ગોદડાંની   અંદર   હું   કેવો   મસ્તીથી  આળોટું ?
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંનો ગોટો છે આ કે
વારતાઓનો ડબ્બો?
ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
ભૂત બની કહું, છપ્પો !
સ્વેટરમાં  તો  છોટુ  થઈને   રહેશે   ખાલી  છોટુ…
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૨-૨૦૦૮)

*

PA302947
(બે-બ્લેડ: કચ્છી ભમરડાની વિદેશી આવૃત્તિ?         … ૩૦-૧૦-૨૦૦૯)

12 Comments »

 1. SAPAN said,

  November 14, 2009 @ 12:54 am

  વાહ વિવેકભાઈ….

  તમે તો યાર… શીયાળામાં ભારે ગરમાટો લાવી દીધો..

  hats off…

 2. pragnaju said,

  November 14, 2009 @ 5:07 am

  બાળદિને મઝાનું બાળ કાવ્ય
  ગોદડાંનો ગોટો છે આ કે
  વારતાઓનો ડબ્બો?
  ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
  ભૂત બની કહું, છપ્પો !
  સ્વેટરમાં તો છોટુ થઈને રહેશે ખાલી છોટુ…
  ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?
  મસ્ત વાત
  તેમા આવી વાત પણ ઉમેરીએ તો?
  શિયાળામાં રજાઈ-ગોદડાં, ઉનાળામાં એ.સી.-પંખા,
  ચોમાસે રેઈનકોટ ને છત્રી વગર રહે જે બારેમાસ;
  એ રાંક-ઉઘાડાં ત્રસ્ત બદનને આજ ગોદડું ઓઢાડી દઈએ.

  અહીં અમેરિકામા ગોદ્દડું નસીબદારને મળે!

 3. Kirtikant Purohit said,

  November 14, 2009 @ 6:18 am

  સુંદર બાલગીત ગમતીલું અને રમતિયાળ.

 4. sudhir patel said,

  November 14, 2009 @ 3:12 pm

  બાળ-દિન પર સરસ બાળગીત! બાળ દિવસના સૌને અભિનંદન અને શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 5. Abhishek Desai said,

  November 15, 2009 @ 12:31 am

  RESPECTED VIVEK UNCLE

  A FINE POEM. I LIKE TO READ THIS POEM AGAIN AND AGAIN.

 6. Amrit Chaudhary said,

  November 15, 2009 @ 2:52 am

  પ્રિય વિવેક્ભાઈ,
  બાલદિન નિમિત્તે તેમજ આવી રહેલા શિયાળાના એધાણ તમારા આ સરસ મજાના ગીતમાં આબાદ
  રીતે ઝીલયા છે.લય પણ સરસ જળવાયો છે.આવા સુન્દર ગીતો અવારનવાર આપતા રહો તેવી
  સહેજે આશા રહેશે.આપનો ખુબ જ આભાર .

  આપનો,
  પ્રા.અમ્રુત ચૌધરી
  મુકામ =અડાલજ, જિ.ગાંધીનગર.મો.૯૮૨૫૧ ૭૨૮૧૮

 7. Ramesh Patel said,

  November 15, 2009 @ 1:40 pm

  બાળપણને રમતું કરતું સુંદર ગીત.
  ગાતા રહીએ તેવું..
  ગોદડાંનો ગોટો છે આ કે
  વારતાઓનો ડબ્બો?
  ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
  ભૂત બની કહું, છપ્પો !
  સ્વેટરમાં તો છોટુ થઈને રહેશે ખાલી છોટુ…

  અભિનંદન વિવેકભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 8. Lata Hirani said,

  November 15, 2009 @ 7:12 pm

  મજાનું બાળગીત..

  ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

  આ પંક્તિમાંથી ‘તો’ કાઢી નાખીએ તો અર્થમાં તો ફેર નથી જ પડતો અને લય વધુ જળવાય એવું નથી લાગતું ??

 9. વિવેક said,

  November 16, 2009 @ 2:28 am

  પ્રિય લતાબેન,

  કવિતા વિશે દરેક ભાવકનો પોતાની અંગત અનુભૂતિ હોવાની… આપને ‘તો’ વધારાનો લાગે છે, મને એ બાળકની શૈલીમાં પોતાની વાત પર વધારાનો ભાર મૂકે છે એમ લાગે છે.. (બની શકે કે આ સુરતી બોલીની ખાસિયત હોય!!)

  “અમે ભાઈ આમ જ કરવાના” અને “અમે તો ભાઈ, આમ જ કરવાના!!” – આ બે વાક્યમાં જે ફરક છે એ સહેજે સમજી શકાય એમ છે…

 10. kirankumar chauhan said,

  November 16, 2009 @ 9:01 am

  બહુ જ મીઠ્ઠું ગીત.

 11. વિવેક said,

  November 18, 2009 @ 8:26 am

  સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

 12. ધવલ said,

  November 18, 2009 @ 6:50 pm

  બાળકોએ ટેસ્ટમાં પાસ કરેલું ગીત… સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment