કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
શેખાદમ આબુવાલા

ગઝલ – હર્ષવી પટેલ

Harshavi Patel_shabd ni farte akal ghero ghalayo chhe bhala

(હર્ષવી પટેલની એક અક્ષુણ્ણ રચના ખાસ લયસ્તરો માટે એમના જ હસ્તાક્ષરમાં)

*

શબ્દની ફરતે અકળ ઘેરો ઘલાયો છે, ભલા,
કોઈપણ કારણ વિના ડૂમો ભરાયો છે, ભલા.

આંખ મીંચીને સતત દોડ્યા કરે છે આ સમય
એય નક્કી કોઈનાથી દોરવાયો છે, ભલા.

આમ શ્વાસોચ્છ્વાસમાં છલકાય નહિ તો થાય શું ?
એક અત્તરનો કળશ ભીતર દટાયો છે ભલા.

આપણી મહેફિલ વધુ લાંબી નહીં ચાલી શકે ?
એટલે તેં ભૈરવી સંબંધ ગાયો છે, ભલા ?

‘હર્ષવી’ હથિયાર હેઠાં મૂકતાં પ્હેલાં પૂછો –
નર મરાયો કે પછી કુંજર મરાયો છે, ભલા ?

– હર્ષવી પટેલ

કવિતા જ્યારે ગળે આવે પણ હાથે ન આવે ત્યારે જે અકળ ડૂમો ભરાય એની વેદનાના કારણ ક્યાં તપાસવા ? ભલા જેવી કપરી રદીફ રાખીને હર્ષવી એક સુંદરતમ ગઝલ લઈ આવે છે. બધા જ શેર સુંદર છે પણ મને છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા.

ભૈરવી આમ તો સવારનો રાગ છે પણ કાર્યક્રમમાં એ હંમેશા અંતમાં ગાવામાં આવે છે.  ‘આપણી’ મહેફિલનો ઉલ્લેખ કરી કવિ હળવાશથી પ્રશ્ન પૂછે છે કે આ સંબંધનો હવે અંત નિકટ છે એટલે શું તેં ભૈરવી રાગ ગાયો છે ? અને સંબંધને ભૈરવી વિશેષણ આપીને અને સમ્-વાદના અંતે ભલા પ્રશ્ન મૂકી કવિ ગજબનો કાકુ સિદ્ધ કરે છે.

મહાભારતના नरो वा कुंजरो वा ના સંદર્ભે હર્ષવી પ્રશ્ન તો પોતાની જાતને પૂછતી હોય એમ લાગે છે પણ જવાબ આપણે સહુએ આપવાનો છે. જિંદગીની રમત કે લડતમાં હાર માનતા પહેલાં હારનાં મૂળ એકવાર જરૂર નાણી જોવા જોઈએ…

26 Comments »

 1. manhar m.mody ('mann' palanpuri) said,

  April 4, 2009 @ 2:31 am

  બધાજ શેર અર્થપૂર્ણ.

  આંખ મીંચીને સતત દોડ્યા કરે છે આ સમય
  એય નક્કી કોઈનાથી દોરવાયો છે ભલા !

  ખુબ સરસ.

  –‘મન’ પાલનપુરી

 2. ABHIJEET PANDYA said,

  April 4, 2009 @ 4:22 am

  આપણી મહેફિલ વધુ લાંબી નહીં ચાલી શકે ?
  એટલે તેં ભૈરવી સંબંધ ગાયો છે, ભલા ?

  સુદર રચના.

 3. pragnaju said,

  April 4, 2009 @ 5:27 am

  આમ શ્વાસોચ્છ્વાસમાં છલકાય નહિ તો થાય શું ?
  એક અત્તરનો કળશ ભીતર દટાયો છે ભલા.

  આપણી મહેફિલ વધુ લાંબી નહીં ચાલી શકે ?
  એટલે તેં ભૈરવી સંબંધ ગાયો છે, ભલા ?

  વાહ

 4. sunil shah said,

  April 4, 2009 @ 6:07 am

  આ સરસ રચના હર્ષવીબેનના મુખે સાંભળેલી તે યાદ આવ્યું.

 5. sapana said,

  April 4, 2009 @ 9:01 am

  હર્ષવીબેનની રચના સરસ છે.

  આમ શ્વાસોચ્છ્વાસમાં છલકાય નહિ તો થાય શું ?
  એક અત્તરનો કળશ ભીતર દટાયો છે ભલા.

  સરસ

  સપના

 6. Kavita Maurya said,

  April 4, 2009 @ 1:23 pm

  સુંદર ગઝલ !

 7. Prabhulal Tataria"dhufari" said,

  April 5, 2009 @ 1:14 am

  બહેન હર્ષવી,
  બહુ જ સરસ રચના છે પણ છેલ્લો શે’ર હ્ર્દયને અત્યંત શ્પર્શી ગયો.મારો એક શે’ર કહું?
  ખુદમાં ખોવાઇ જાવામાં અનેરી મોજ છે;
  રાહ એ ખોવા તણો પણ શોધવો મુશ્કેલ છે.
  આવી જ સુંદર રચનાઓ આગળ જતાં વાંચવા મળશે ને?
  -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  મારા બ્લોગની વીઝીટ લેવા આમંત્રણ છે
  http://dhufari.wordpress.com

 8. 'ISHQ'PALANPURI said,

  April 5, 2009 @ 2:05 am

  હર્ષવીબેનની સુંદર ગઝલ !
  અભિનંદન!

 9. rajgururk said,

  April 5, 2009 @ 5:47 am

  બહુ સુન્દેર ગઝલ્
  આભાર્

 10. Pinki said,

  April 5, 2009 @ 7:57 am

  સરસ ગઝલ !!

  મત્લા અને મક્તાનો શેર તો ખૂબ સુંદર !!
  તો ભૈરવી વાળી વાત પણ મજાની.

  આપણી અંદર આ રોજ ચાલતા કુરુક્ષેત્રના યુદ્ધમાં
  આપણે અર્જુન બની હથિયાર હેઠાં મૂકી દઇએ ને ત્યારે આ પ્રશ્ન પૂછવો જ રહ્યો.

  ‘નરો વા કુંજરો વા’ રદ્દીફ લઈને જાતુષ જોશીએ સરસ મઝાની ગઝલ રચી છે.

 11. Dr firdosh dekhaiya said,

  April 5, 2009 @ 11:11 am

  બહોત ખૂબ.ઉત્તમ રચના.

 12. Dr. Manoj L. Joshi said,

  April 5, 2009 @ 12:31 pm

  આભ માંથી એક તારો કેસલી જઈ ચડયો
  હર્ષવીના શબ્દમાં શું એ છુપાયો છે ભલા?
  (કેસલી એ હર્ષવી બેન નુ ગામ છે.)

  સુન્દર રચના……અભિનન્દન્.

 13. ધવલ said,

  April 5, 2009 @ 10:03 pm

  આપણી મહેફિલ વધુ લાંબી નહીં ચાલી શકે ?
  એટલે તેં ભૈરવી સંબંધ ગાયો છે, ભલા ?

  – સરસ !

 14. Yash Maharaja said,

  April 5, 2009 @ 11:03 pm

  હર્ષવી તમારિ રચના બહુ સરસ મને ગમિ

 15. અનામી said,

  April 6, 2009 @ 9:44 am

  આંખ મીંચીને સતત દોડ્યા કરે છે આ સમય
  એય નક્કી કોઈનાથી દોરવાયો છે, ભલા.

  ……ભાઈ વાહ!

 16. Gaurav said,

  April 6, 2009 @ 2:48 pm

  આંખ મીંચીને સતત દોડ્યા કરે છે આ સમય
  એય નક્કી કોઈનાથી દોરવાયો છે, ભલા….

  Whole creation is Great … Great.

 17. ankit trivedi said,

  April 6, 2009 @ 10:34 pm

  અદભુત….

 18. ankit trivedi said,

  April 6, 2009 @ 10:35 pm

  અદભુત્…

 19. હેમંત પુણેકર said,

  April 7, 2009 @ 12:58 pm

  ગઝલ ખરેખર સરસ થઈ છે. એમાંય ભૈરવી સંબંધ અને છેલ્લો શેર ખરેખર ખૂબ ચોટદાર થયા છે.

  છે ભલા જેવો રદીફ નિભાવ્યો તો છે પણ એની અસરકારકતા અંગે મને શંકા છે. આખી ગઝલમાંથી ભલા શબ્દ કાઢી નાખીએ તો પણ કાવ્ય અસરકારક રહે જ છે. ભલા શબ્દથી શેરો વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે એવું લાગ્યું નહીં.

 20. KIRANKUMAR CHAUHAN said,

  April 7, 2009 @ 10:34 pm

  મારા ગઝલસંગ્રહ ‘મિજાજ‘ના વિમોચન પ્રસંગે હર્ષવીએ આ ગઝલ રજૂ કરીને ભરપૂર દાદ મેળવી હતી એ સુખદ ક્ષણ યાદ આવી ગઇ. હર્ષવી ખૂબ પ્રગતિ કરો.

 21. ઊર્મિ said,

  April 9, 2009 @ 8:05 am

  ખૂબ જ સુંદરતમ ગઝલ… છેલ્લા ત્રણ અશઆર જરા વધારે ગમી ગયા.

  અભિનંદન હર્ષવી !

 22. sanjay pandya said,

  April 11, 2009 @ 6:33 am

  Harshvi recited this gazal at our friendly meet at Asmita Parva , Mahuva . Nice to read it at layastaro ….She has lot of potential at this young age .

 23. Riyaz said,

  November 23, 2011 @ 10:35 am

  good one…keep it up…

 24. sugnesh patel said,

  September 27, 2012 @ 11:40 pm

  ખુબ જ સરસ બહેન .

 25. sugnesh patel said,

  September 27, 2012 @ 11:40 pm

  ખુબ જ સરસ બહેન

 26. Hitein Patel said,

  January 4, 2013 @ 12:58 pm

  Hi, anybody knows about this kavita “બનાવટ ની મધુરતા”…???

  Please let me know about that on my email id : hitein.patel@gmail.com

  Thanking you…!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment