વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
આદિલ મન્સૂરી

એ બારણે – ચેતન જે. શુક્લ ‘ચેનમ’

આંગણે તુલસી નથી, તોરણ નથી એ બારણે,
સુખના બે ચાર પણ કારણ નથી એ બારણે.

એક ખિલ્લી વાગતા ટહુકા ખરે છે પંખીના,
કોણ કહે છે ઝાડનાં વળગણ નથી એ બારણે.

સાવ પત્થરના ઘરે પણ કંઈક પત્થર જીવતા,
કાચ જેવી ચકચકિત સમજણ નથી એ બારણે.

એ જતી ને આવતી કાયમ નજર છલકાવતી,
એ ભરીને રાખવા વાસણ નથી એ બારણે.

રેતના આવે સમંદર કેટલીય યાદ લઈ,
આજ એવી યાદના રજકણ નથી એ બારણે.

– ચેતન જે. શુક્લ ‘ચેનમ’

કવિતા જે-તે સમાજનો જે-તે સમયનો અરીસો છે. આજે ભલે આંગણે તુલસી અને બારણે તોરણ હવે બધે જોવા મળતાં નથી પણ અહીં એ એક નક્કર પ્રતીક અને પ્રવર્તમાન સમાજનો અરીસો બનીને ગઝલમાં મજબૂતીથી ઉપસી આવ્યાં છે. બાકીના શેર પણ એ જ રીતે આસ્વાદ્ય થયા છે…

11 Comments »

 1. Dr. Manoj L. Joshi "Mann" ( Jamnagar) said,

  June 3, 2017 @ 6:44 am

  વાહહ…સરસ અભિવ્યક્તિ

 2. ketan yajnik said,

  June 3, 2017 @ 6:49 am

  એ જતી ને આવતી કાયમ નજર છલકાવતી,”
  અભિનંદન

 3. jigar joshi said,

  June 3, 2017 @ 7:48 am

  વાહ

 4. મનોજ શુક્લ said,

  June 3, 2017 @ 9:38 am

  એક ખિલ્લી વાગતા ટહુકા ખરે છે પંખીના,
  કોણ કહે છે ઝાડનાં વળગણ નથી એ બારણે.
  – – વાહ – ખુબ સરસ.

 5. Rakesh Thakkar, Vapi said,

  June 3, 2017 @ 10:41 am

  સરસ.
  રેતના આવે સમંદર કેટલીય યાદ લઈ,
  આજ એવી યાદના રજકણ નથી એ બારણે.

 6. Vineshchandra Chhotai said,

  June 4, 2017 @ 11:55 am

  Performance is important some time

 7. Pravin Shah said,

  June 5, 2017 @ 11:11 pm

  સરસ્.

 8. La' Kant Thakkar said,

  June 7, 2017 @ 1:55 am

  બારણું આવન-જાવનનું પ્રતીક,સમય સંગે ગતિનું પણ પ્રતીક ,જીવનમાં આવતા ફેર્-બદલાવ અવિનાભાવે જોડાયેલા છે !
  સ્મૃતિતો મનનું કારણ,બારણાનો યાદના રજકણ સાથેનું જોડાણ , એ ભિતેર હ્પોય એવું “ચિત્ર” બાહર દેખાય .

 9. સૌરભભાઈ ભટ્ટ said,

  June 7, 2017 @ 11:10 pm

  ખૂબજ સુંદર રચના…

 10. CHETAN SHUKLA said,

  June 9, 2017 @ 2:27 am

  આભાર વિવેકભાઈ તથા સમગ્ર લયસ્તરો ટીમ……

 11. yogesh shukla said,

  June 10, 2017 @ 9:51 pm

  આંગણે તુલસી નથી, તોરણ નથી એ બારણે,
  સુખના બે ચાર પણ કારણ નથી એ બારણે.

  વાહ કવિ શ્રી ચેતનભાઈ વાહ ,,,સુંદર રચના ,,,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment