હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
રમેશ પારેખ

નહીં કરું… – રઈશ મનીઆર

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.

આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.

પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.

બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હું ય પછી પ્રીત નહીં કરું.

રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.

– રઈશ મનીઆર

આમ સરળ લગતી ગઝલમાં પ્રત્યેક શેર તત્વ સુધી પહોંચવાની મથામણનો છે…..

8 Comments »

 1. વિવેક said,

  October 3, 2016 @ 2:26 am

  જાણીતી ઉત્તમ ગઝલ…

  ફરી ફરી માણવી ગમે એવી… મત્લા તો ચિરકાલિન સર્વશ્રેષ્ઠ શેરમાં સ્થાન પામે એવો…

 2. NAREN said,

  October 3, 2016 @ 4:17 am

  KHUB SUDNAR RACHNAA

 3. Jigar said,

  October 3, 2016 @ 6:17 am

  વાહ..ખુબ સરસ

 4. KETAN YAJNIK said,

  October 4, 2016 @ 12:15 am

  કબૂલ

 5. Rakesh Thakkar, Vapi said,

  October 5, 2016 @ 2:12 am

  સુંદર.
  આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
  એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.

 6. Yogesh Shukla said,

  October 6, 2016 @ 3:48 pm

  સરસ રચના , અદભુત ,
  પહેલા શેરથીજ રચના પર પકડ ,

  સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
  હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

  અને છેલ્લો શેર પણ દમદાર ,

  રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
  જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.

 7. Dipal Upadhyay said,

  October 9, 2016 @ 10:22 pm

  ખુબ સુંદર

 8. yogesh shukla said,

  May 9, 2017 @ 10:44 pm

  વાહ કવિ શ્રી ,

  બધાજ શેર દમદાર ,
  ખાસ કરીને ,
  આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
  કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment