નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું.
ઉર્વીશ વસાવડા

જોઈએ છે – રિષભ મહેતા

મને એ ખબર છે કશું જોઈએ છે
પરન્તું ન સમજાતું શું જોઈએ છે ?!

તને આખી દુનિયાય ઓછી પડે છે,
મને તો ફકત એક તું જોઈએ છે!

મને તો જ સમજણ પડે કેમ ચાલું?
મને કોઈ આડું-ઊભું જોઈએ છે!

ચલો આપવું હો તો આપી દો ઈશ્વર
મને એક આંસુ મીઠું જોઈએ છે!

ચલાવી લઉં છું બધાના વગર હું
હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!

– રિષભ મહેતા

કાફિયાદોષને અવગણીએ તો કેવી મજાની ગઝલ ! મત્લા અને આખરી શેરમાં સંસારનું અને બીજા શેરમાં આજના જમાનાના પ્રેમનું સનાતન સત્ય.

5 Comments »

 1. Rakesh Thakkar, Vapi said,

  August 27, 2016 @ 5:49 am

  nice
  તને આખી દુનિયાય ઓછી પડે છે,
  મને તો ફકત એક તું જોઈએ છે!

 2. Ketan Yajnik said,

  August 27, 2016 @ 6:28 am

  saras

 3. જોઈએ છે – Atul's BLOG said,

  August 27, 2016 @ 2:51 pm

  […] સંપાદિત […]

 4. Yogesh Shukla said,

  August 28, 2016 @ 10:34 am

  આ શેર ઘણુંબધું કહી જાય છે , બહુજ સુંદર રચના ,

  ચલો આપવું હો તો આપી દો ઈશ્વર
  મને એક આંસુ મીઠું જોઈએ છે!

 5. yogesh shukla said,

  May 9, 2017 @ 10:55 pm

  બહુજ સુંદર રચના ,….
  અંતે તો કહી જ દીધું ,

  ચલાવી લઉં છું બધાના વગર હું
  હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment