ક્યાં જઈ કરવી કહો ફરિયાદ પણ ?
માપસર વરસ્યો નહીં વરસાદ પણ.
ગિરીશ પરમાર ‘રઢુકિયા’

આપણી યાદગાર ગઝલો : ૧૨ : મળે ન મળે – આદિલ મન્સૂરી

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

– આદિલ મન્સૂરી (જન્મ: ૧૮ મે ૧૯૩૬ – મૃત્યુ: ૬ નવેમ્બર ૨૦૦૮)

સ્વર-સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://urmisaagar.com/saagar/audio/12 nadi ni ret ma MUSIC.mp3]

મૂળ નામ ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી. પાસપોર્ટ વિના આદિલ મન્સૂરીના પિતા 1948માં અમદાવાદથી પાકિસ્તાન ગયા. આઠ વર્ષે અમદાવાદ પરત આવ્યા ત્યારે ખબર પડી કે ભારતીય નાગરિકત્વ ગુમાવી બેઠા છે. વીસ વર્ષ સુધી કોર્ટમાં નાગરિકત્વ પરત મેળવવા માટે કેસ ચાલ્યો. ખબર પડી કે હવે સરકાર પકડીને સામા કિનારે મૂકી આવશે જ્યાં પાકિસ્તાન સરકાર પાસપૉર્ટ સમય પર રિન્યુ ન કર્યો હોવાના ગુનાસર ધરપકડ કરશે. આ સંજોગોમાં લખાઈ આ ગઝલ… કોઈ એક ગઝલના કારણે કોઈ કવિને એમના દેશનું ગુમાઈ ગયેલું નાગરિકત્વ પરત મળ્યું હોય એવી ઘટના તો કદાચ વિશ્વભરના સાહિત્યજગતમાં નહીં બની હોય. આ ગઝલ પાછળનો આખો ઈતિહાસ આદિલસાહેબના સ્વમુખે જ સાંભળીએ…

[audio:http://urmisaagar.com/saagar/audio/Story of Maley na maley.mp3]

આદિલ મન્સૂરીની શ્રેષ્ઠ ગઝલ વિશે વિચારવાનું થયું ત્યારે અન્ય કોઈ કૃતિનો વિચાર જ ન આવ્યો. આ ગઝલ કલમથી નથી લખાઈ, વતન છૂટી જવાની વેદનાના વલોપાતભર્યા આંસુઓ અને બળબળતા હૈયાના ધગધગતા શોણિતથી લખાઈ છે અને એટલે જ આ ગઝલ આદિલસાહેબની સર્વશ્રેષ્ઠ ગઝલ છે.

17 Comments »

 1. Deepak Rindani said,

  December 10, 2008 @ 9:18 am

  This wonderful Gazal has also been composed and sung by Haresh Bakshi who lives in U.S.A.

 2. ઊર્મિ said,

  December 10, 2008 @ 12:14 pm

  આદિલજીનાં મુખે આ ગઝલનું પ્રત્યક્ષ પઠન માણવાનો મોકો એક-બે વાર તો જરૂર મળ્યો છે પણ હવે કદી નહીં મળે… નદીની રેતમાં પોતાના માદરે વતનને આવી સુંદર અને અસરકારક રીતે રમતું બીજું કોઈ જ નહીં કરી શકે…!!

  આદિલજીને સો સો સલામ અને ફરીથી ભાવભરી અંજલી…

 3. ધવલ said,

  December 10, 2008 @ 1:42 pm

  સલામ !

 4. અનામી said,

  December 10, 2008 @ 1:53 pm

  ………આભાર!
  બીજુ તો શું કહું?

 5. uravshi parekh said,

  December 10, 2008 @ 7:51 pm

  મને ઘણિ જ ગમતી ગઝલ.
  બધિ જ કડિ ઓ સરસ છે.
  એકાદ કડિ પસન્દ કરવી હોય તો ન જ થાય….
  આખિ ગઝલ સરવોત્તમ છે.
  અભાર્…

 6. arpan(at)live.com said,

  December 13, 2008 @ 2:30 am

  મારા નસીબ માં આવું સુખ ક્યાંથી.

  વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
  અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

 7. prful said,

  December 16, 2008 @ 9:04 am

  really appriciated experiance ,kavi always belive in love ,not a terratory

 8. prful said,

  December 16, 2008 @ 9:09 am

  શ્રઈમાન્,
  કવિ કદિ પન પ્રેમ્ ને વિસર્તો નથી,
  દુનિયા કદિ કવિ ને ભુલિ જાય,?
  કવિ એ તો પ્રેમ નો પર્વર્દિગર

 9. Harikrishna (London) said,

  December 18, 2008 @ 6:48 am

  કેટલિ સરસ્ ગઝલ આદિલસાહેબ.
  તેમના આખરિ ખજાના રુપે આપણિ પાસે
  મુકિને ગયા છે. ધન્યવાદ ખુબ ખુબ ધન્યવાદ સાહેબ

 10. Mehul Makwana said,

  February 8, 2009 @ 2:27 pm

  પોતાના ઘર થિ દુર ઘના વરસો રહેતા રહેતા.. પોતાનિ જિન્દગિનિ વ્યાખયા જ બદ્લિ નાખિ

  આદિલ સાહેબ નિ આ ગઝલ સ્કુલ થિ આજ સુધિ મારિ મન્પસન્દ રહિ ચ્હે.

 11. nisarg said,

  March 1, 2009 @ 9:46 am

  aa gazal aadil saheb e USA java mate paheli var amdavad chhodyu tyare plane ma lakhi hati. USA jati vakhate te potani sathe ek nani bottle ma sabarmati nadi ni ret bharine lai gaya hata.

 12. Taha Mansuri said,

  March 21, 2009 @ 11:56 pm

  માફ કરજો નિસર્ગભાઇ પણ આ ગઝલ આદિલસાહેબે યુ.એસ.એ. જતી વખત પ્લેનમાં નહોતી લખી.
  પણ ભારતિય નાગરિકતાના મુદ્દે અનિવાર્ય સંજોગોને કારણે જ્યારે અમદાવાદ છોડી પાકિસ્તાન જવાની પરિસ્થિતિ ઉભી થઇ હતી ત્યારે તેમણે આ ગઝલ લખી હતી,.આ આખો પ્રસંગ ખુદ આદિલસાહેબનાં અવાજ્માં આપ “લયસ્તરો” પર સાંભળી શકો છો.
  અને આદિલસાહેબ હંમેશા પોતાના રાઇટિંગ ટેબલ ઉપર સાબરમતી નદીની ધૂળ ભરેલી કાચની એક શીશી રાખતા હતા.

  વતનની ધૂળનાં એક-એક કણને સાચવજો
  ને દૂર સુધી વિસ્તરતા સ્મરણને સાચવજો.

 13. darshit abhani said,

  July 21, 2012 @ 11:50 pm

  આજ ખરેખર આદિલ સાહેબનિ કમિ મહેશુશ થાય……….
  અશ્રુભરિ શ્રધાન્જલિ સહ્…… “દર્શિત”

 14. shwetang modi "શ્વેત" said,

  July 22, 2012 @ 2:11 pm

  જો કોઈ મને પૂછે કે તમારી સૌથી પ્રિય ગઝલ કઈ તો હું કહીશ કે….

  “નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
  ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

  ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
  પછી આ માટીની ભીની અસર મળે ન મળે. “

 15. લયસ્તરો » ઓળખાણ – પ્રભા ગણોરકર (અનુ. જયા મહેતા) said,

  August 2, 2012 @ 2:10 am

  […] કવિતા વાંચતાવેંત આદિલ મન્સૂરીની ‘મળે ન મળે’ ગઝલ તરત આંખ સામે આવી ચડે.  પણ આ કાવ્ય […]

 16. Rajesh Bandhiya said,

  September 2, 2012 @ 7:07 am

  This is heart touching gazal also for hostel boy…

 17. Dipika said,

  November 24, 2016 @ 4:51 am

  one my fav…
  when i was in school…
  bcz this poem as a chepter/poem …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment