જીવની સન્મુખ મેં સ્થાપી દીધો,
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.
રમેશ પારેખ

ગઝલ – ટેરેન્સ જાની ‘સાહેબ’

નહોતી ઇચ્છી એ જ થઈને રહી ગઈ,
જીંદગી ખંઙેર થઈને રહી ગઈ.

સુખની ક્ષણને જો મળી કેવી સજા,
કેમેરામાં કેદ થઈને રહી ગઈ.

હું દિવાનો થઈ ગયો તો થઈ ગયો,
તુ ય કયાં Perfect થઈને રહી ગઈ !

‘મા’ કે જેના કારણે ઘર સ્વર્ગ થયું
એ જ ઘરમાં ફ્રેમ થઈને રહી ગઈ.

ફકત આકર્ષણ રહે છે બહારથી
જીંદગી એક SALE થઈને રહી ગઈ.

લાગણી જેને કહે છે તે હવે
Whisky નો peg થઈને રહી ગઈ.

જો મહોબ્બતની થઈ કેવી દશા,
કોક અભણની સ્લેટ થઈને રહી ગઈ.

છો જીવનમાં ન મળી જગ્યા મગર
આંખમાં તુ ભેજ થઈને રહી ગઈ.

જેટલી ગઝલો હતી ‘સાહેબ’ની,
એક દસ્તાવેજ થઈને રહી ગઈ.

– ટેરેન્સ જાની ‘સાહેબ’

કાચી ઉંમરે અણધારી Exit કરનાર ‘સાહેબ’ની જેટલી ગઝલો આજે બચી છે એ બધી સાચે જ આજે દસ્તાવેજ બની ગઈ છે. એકાદ-બે શેરની કચાશ બાદ કરીએ તો આખી ગઝલ છાતી કાઢીને ટટ્ટાર ઊભી રહી શકે એવી થઈ છે.

5 Comments »

 1. nehal said,

  March 4, 2016 @ 2:52 am

  સુખની ક્ષણને જો મળી કેવી સજા,
  કેમેરામાં કેદ થઈને રહી ગઈ

  .‘મા’ કે જેના કારણે ઘર સ્વર્ગ થયું
  એ જ ઘરમાં ફ્રેમ થઈને રહી ગઈ.

  ફકત આકર્ષણ રહે છે બહારથી
  જીંદગી એક SALE થઈને રહી ગઈ.
  Waah…adbhut..!

 2. Rina said,

  March 4, 2016 @ 5:36 am

  સુખની ક્ષણને જો મળી કેવી સજા,
  કેમેરામાં કેદ થઈને રહી ગઈ.

  Waahhh

 3. mehul said,

  March 5, 2016 @ 2:13 am

  અદ્ભુત ગઝલ્..દસ્તવેજસાચે જ્

 4. Harshad said,

  March 6, 2016 @ 7:52 pm

  AWESOME! Salute to Terrence Sir. Sir we really miss you.

 5. Haribhai babubhai zapadiya said,

  February 14, 2017 @ 1:20 pm

  આ ગઝલ તો બાપુ કોઈ ની આપ વીતી હોઈ તેવા વજન આ સ્બ્દો નો છે સાહેબ…જબરદસ્ત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment