વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?
ગની દહીંવાલા

ઉતાવળ સવાલમાં – મરીઝ

એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

– મરીઝ

પરંપરાગત વિષય પરની આ ગઝલમાં પણ મરીઝે યાદગાર શેર ઘડી દીધા છે. મરીઝ પ્રેમની સાઈકોલોજીને બખૂબી સમજે છે. એટલે જ લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં જેવો શેર રચી શકે છે. જો કે ગઝલનો સૌથી યાદગાર શેર છેલ્લો શેર છે. રોજબરોજની વાતમાં આ શેર ઘણી વાત વપરાયા કરે છે. શેર અનાયાસ જ કહેવતની જેમ વાતવાતમાં વપરાઈ જાય એનાથી વધારે કવિની કાબેલિયતનો પૂરાવો શું હોઈ શકે ?

12 Comments »

 1. ડો.મહેશ રાવલ said,

  October 14, 2008 @ 12:58 am

  પરંપરાની એજ તો ખૂબી રહી છે જનાબ!
  આટલાં વર્ષોના વ્હાણાં વાયા તોય આ બધા શાયરોની ગઝલો,લોકોના દિલ-ઓ-દિમાગ પર છવાયેલી છે….

 2. Pravin Shah said,

  October 14, 2008 @ 1:23 am

  એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
  કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

  સવાલમાં ઉતાવળ કરવી કેવી ભારે પડે છે તે નકારમાં જવાબ મળ્યા પછી જ સમજાય છે.
  સુંદર શેરોનો કાફલો લઈને આવ્યા છે મરીઝ સાહેબ !

 3. વિવેક said,

  October 14, 2008 @ 2:12 am

  ગઝલના આખરી શેર કરતાંય વધુ પ્રસિદ્ધિ જેને મળી છે એ શેર આ છે:

  મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
  વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

 4. pragnaju said,

  October 14, 2008 @ 5:53 am

  આખી ગઝલ ખૂબ જ ગમી,,,,
  આવી સુંદર ગઝલો… જેટલી વાર માણીએ
  આનંદલય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
  હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

  મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
  વાંચીને એ રહે છે બીજાના ખયાલમાંાવાહ્

  વ્

 5. Shah Pravinchandra Kasturchand said,

  October 14, 2008 @ 7:18 am

  નથી લાગતું જરી કે મરીઝ તમે હયાત છો નહીં
  લાગે છે સહુ ‘મરીઝ’ આજ,તમારી ગઈ કાલમાં.

 6. ઊર્મિ said,

  October 14, 2008 @ 10:36 pm

  વધારે પ્રસિદ્ધ જે થયા હોય એ, પણ મને તો આ બધા જ અશાઅર શિરમોર લાગે છે..!

 7. મન્સૂરી તાહા said,

  October 14, 2008 @ 11:33 pm

  મને બહુ ગમતો શેર છે આ,

  મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
  વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

  આભાર વિવેકભાઇ,

 8. deepak said,

  October 15, 2008 @ 10:34 am

  એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
  કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

  ખુબ સરસ… બધા શેર એક બીજાથી સવા શેર છે…

 9. uravshi parekh said,

  October 15, 2008 @ 9:17 pm

  ઘણિ વખત ઉતવળ કરવાનુ બહુ ભારે પડે છે.
  ના ઇછવા છતા,ના ગમતા જવાબો મળતા હોય છે.
  અને આખિ ઝિન્દગિ એજ પસ્તવા મા પસાર થતિ હોય છે.
  ના કહેવિ બહુ સહેલિ હોય છે,પણ બિજા માટે ખુબ દુખદાયિ બને છે.
  સરસ છે.

 10. sohel said,

  January 19, 2009 @ 12:52 am

  bas have to ej ke

  e to chuti gaya na kahi sahej ma
  pan karvi na joyti hati uataval swalma

  kharekahr aava swal ma utaval na kavi joiye

 11. dhiraj said,

  March 24, 2011 @ 3:01 am

  […કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
  લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.]

  આ પંક્તિ વાંચી એ માનવા મન તૈયાર નથી કે મરિઝ બે ચોપડી ભણેલા હશે…!!!!

 12. તને ગીત દઉં કે ગુલાબ – રઈશ મનીયાર | ટહુકો.કોમ said,

  February 16, 2012 @ 3:19 am

  […] અને સવાલ પૂછવો જ હોય – તો સમજી-વિચારીને પૂછશો ! સવાલમાં ઉતાવળ કરશો તો ક્યાંક આવું ના થાય… […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment