ખાઈ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.
મુકુલ ચોક્સી

અગિયારમી વર્ષગાંઠ… ૩૫૦૦ પૉસ્ટ…

11th Birthday

3500

“લયસ્તરો ડોટ કોમ”ની કાવ્યયાત્રા શરૂ થઈ એ વાતને આજે એક એક કરતાં અગિયાર વર્ષ પૂરાં થયાં. ધવલ શાહે ફુરસદના સમયમાં આદરેલી આ સફરમાં વરસેક પછી હું જોડાયો. વચ્ચે થોડો વખત સુરેશ જાની અને મોના નાયક પણ જોડાયા. હાલ ઘણા સમયથી ઓર્થોપેડિક સર્જન તીર્થેશ મહેતા પણ નિયમિતપણે કાવ્યો-કાવ્યાસ્વાદો પીરસી રહ્યા છે.

જેમ એક એક કરતાં અગિયાર થયાં એમ એક એક કરતાં આજે ૯૦૦થી વધુ કવિઓની ૩૫૦૦થી વધુ રચનાઓ કમ્પ્યુટરની ક્લિક પર આપની સેવામાં હાજર છે. આજે લયસ્તરો ગુજરાતી કવિતાની સૌથી વિશાળ વેબસાઇટ હોવાનું ગૌરવ ધરાવે છે એ આપ સહુના અનવરત સ્નેહ વિના શક્ય જ નહોતું.

અગિયાર વર્ષ અને પાંંત્રીસસો રચનાના બેવડા માઇલસ્ટોનને આંબતી વખતે અમે સહુ ગૌરવાન્વિત હર્ષ અનુભવી રહયા છીએ. આપ સહુના એકધારા અપાર પ્રેમ વિના આ કાવ્ય-યાત્રાનું એક પગલું પણ શક્ય નથી એ વાસ્તવિક્તાના સહજ સ્વીકાર સાથે અમે આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં પણ આપ આવા જ સ્નેહાશિષ વરસાવતા રહેશો એ જ અાશા…..

લિ.
ટીમ લયસ્તરો

39 Comments »

 1. Girish Parikh said,

  December 4, 2015 @ 1:25 am

  “લયસ્તરો”નો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.
  –ગિરીશ પરીખ

 2. Rina said,

  December 4, 2015 @ 3:07 am

  Happy birthday Layastaro…… 🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂

  Congratulations … awesome foursome…… 🌹🌹🌹🌹

 3. Neha said,

  December 4, 2015 @ 3:35 am

  Khub khub abhinandan !

 4. aasifkhan said,

  December 4, 2015 @ 4:02 am

  अभिन्म्दन्
  Abhinandan
  અભિનંદન્

 5. nehal said,

  December 4, 2015 @ 4:11 am

  લયસ્તરોને અગિયારમી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન ! ગુણવત્તાપૂર્ણ કવિતાઓનું સાતત્ય , પ્રસિદ્ધ , ઓછા જાણીતા કવિઓની જાણી અજાણી ઉત્કૃષ્ટ રચનાઓ સાથે પરિચય અને વિશ્વસાહિત્યના અવારનવાર ચમકારા સાથે લયસ્તરો હવે આદત બની ગયું છે.ધવલ , તીર્થેશ અને વિવેકને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ !

 6. suresh shah said,

  December 4, 2015 @ 4:34 am

  Happy Birthday.

  God’s Speed , All the Best.

  Keep it up.

 7. Rajnikant Vyas said,

  December 4, 2015 @ 5:00 am

  લયસ્તરોની યાત્રા અવિરત પ્રગતિ કરતી રહે અને કાવ્યાનંદની અનુભૂતિ કરાવતી રહે તેવી શુભેચ્છા!

 8. CHENAM SHUKLA said,

  December 4, 2015 @ 5:58 am

  લયસ્તરોમાં તમે કાવ્ય અને લયના પણ કેટલા જુદા જુદા સ્તર રાખ્યા છે એ તો ભાવક જ જાણે છે.જેટલી ઉત્તમ વિચારસરણી સાથે તમે આ કામ કરી રહ્યા છે એ ખરેખર એના કરતા કેટલાય ગણું ઉત્તમ છે એ તો અમે જાણીએ છીએ.અભિનંદન કે આ જ રીતે ભાષામાં ઉત્તમ કામ થતું રહે,અને અહીંથી એ પોરસાતું અને પીરસાતું રહે તેવી અભ્યર્થના

 9. Gautam Desai said,

  December 4, 2015 @ 7:11 am

  લયસ્તરો ની ૧૧ મી વર્ષગાંઠ માટે ખુબજ શુભ કામનાઓ . આપ સૌને સુંદર રચના રજુ કરી સૌના દિલ જીતી લીધા છે.
  આજ રીતે આપ ભવિષ્ય માં પણ સુંદર રચના રજુ કરતા રહેજો

 10. Vibhuti Desai said,

  December 4, 2015 @ 7:41 am

  ખુબ ખુબ અભિનન્દન્

 11. Vijay Shah said,

  December 4, 2015 @ 8:11 am

  ખુબ ખુબ અભિનન્દન્

  ઉત્ત ગુજરાતી સાહિત્ય સંરક્ષણ અને સંવર્ધન નું ગાન્
  તુમ જિઓ હજારો સાલ હ સાલકે દિન હો પચાસ હજાર્

 12. pragnaju said,

  December 4, 2015 @ 8:23 am

  આનંદની પળો માણતા માણતા અગિયાર વર્ષ પુરા થયા !
  યાદ આવે અમારી કોમેંટ
  સંપ્રદાયોના તાત્વિક નીચોડ જેવી રાજેન્દ્ર શુક્લની ગઝલ એક આધ્યાત્મિક અનુભૂતિ છે.
  ‘અશબોરોઝ એની મહેકનો મુસલસલ
  અજબ હાલ હોને અનલહક હો આનક !’ સુફી સંતોની ફીલસુફી
  આમાં ‘અનલહક’ તો મુખ્ય શબ્દ!સુફીની મંઝીલ!!
  આને મરોડી અનહલક = ?હલક(કંઠ, સૂર) વગરનું-ઠીક નથી લાગતું.
  કોઈ જાણકારનો અભિપ્રાય લેવા વિનંતી
  આટલા મોટા ગજાનાની ભૂલ પ્રત્યે ધ્યાન દોરતા તે પ્રેરણાદાયી પ્રેમાળ પત્ર સાથે સુધારી તે મહાનતા સુચવે છે.
  પ્રિય પ્રજ્ઞાબેન,
  સમય સાથેની હોડમાં સતત પાછળ જ રહી જવાય છે… સામયિકમાં થયેલ નાનકડા મુદ્રણદોષને અનુસરીને લયસ્તરો પર કવિતા પૉસ્ટ કરવામાં થયેલ નાની ભૂલના કારણે થતા અર્થના મહાઅનર્થ તરફ ધ્યાન દોરવા બદલ હું આપનો સદૈવ ઓશિંગણ રહીશ. ખૂબ ખૂબ આભાર… સાચી કૃતિ શોધી લાવવા બદલ ઊર્મિનો પણ આભાર..
  ‘અનલહક’ શબ્દના સ્થાને અનહલક લખી દેવાથી થયેલો ગોટાળો હાલ અહીં સુધીરી લીધો છે પણ આવી ભૂલો તરફ સતત ધ્યાન દોરતા રહેવા નમ્ર વિનંતી
  વ્યવસાયમાંથી સમય કાઢી કાવ્ય સાહિત્યની આટલી મોટી સિધ્ધીને ‘… સહુના એકધારા અપાર પ્રેમ વિના આ કાવ્ય-યાત્રાનું એક પગલું પણ શક્ય નથી એ વાસ્તવિક્તાના સહજ સ્વીકાર સાથે અમે આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ’ ને વંદન સાથે અનેકાનેક શુભેચ્છાઓ

 13. Hasmukh M Shah said,

  December 4, 2015 @ 8:48 am

  અભિનન્દન્

 14. Himat Parekh said,

  December 4, 2015 @ 9:12 am

  નમસ્તે !
  હાર્દિક અભિનન્દન લયસ્તરો સન્ચાલકો !
  મત્રુ ભાશાનિ ખુબ સુન્દર સેવા !
  મને આશા ચ્હે કે અાપનિ ગુજરાતિ ભાશા આવિ સેવા થકિ કાયમ તકિ રહેશે.
  આ સેવા માતે ખુબ ખુબ આભાર્ અને ઈશ્વર તમને બધાને ખુબ ખુબ પ્રેર્ના અને શક્તિ આપે.
  મને ગુજરતિ તઐપ કરતા નથિ અવદતુ તો ક્શમા.
  ધન્યવાદ !

  હિમ્મત ભાઈ પારેખ–( તેમ્પા ,ફ્લોરિદા ,યુ.સ.અએ. )

 15. Dinesh Gogari said,

  December 4, 2015 @ 9:24 am

  મંગલ જન્મ દિવસ અભિનંદન !!

 16. ક્રિષ્ના-સુનિલ (ક્રીસુ) said,

  December 4, 2015 @ 10:41 am

  અગિયાર નો આંક અમારા માટે ખૂબ જ લક્કી છે તેથી આજે અચાનક જ મેઈલમાં આવેલ લયસ્તરોના મેસેજમાં ધ્યાન ખેંચાયું કે આજે તેનો અગિયારમો જન્મદિવસ છે….

  લયસ્તરો આવી જ રીતે અગિયાર કરોડ જન્મદિવસ પુરા કરે તેવી અંતરથી શુભેચ્છા….

 17. Girish Parikh said,

  December 4, 2015 @ 1:05 pm

  શ્રી ગણેશ કરીશ શુક્રવાર, જાન્યુઆરી ૧, ૨૦૧૬ના દિવસે http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર “લયસ્તરોનો આનંદ: ગિરીશના ભાવ પ્રતિભાવ” કેટેગોરીના. આજ સુધીમાં આ લખનારે લયસ્તરો પર અનેક પ્રતિભાવો પોસ્ટ કર્યા છે. એમાંના કેટલાક http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ પણ કર્યા છે. લયસ્તરો પર અત્યાર સુધી પોસ્ટ કરેલા તથા એ પછી લયસ્તરો પરનાં કાવ્યો વિશેના આ લખનારના સમગ્ર પ્રતિભાવોનો સંગ્રહ http://www.GirishParikh.wordpress.com બ્લોગની નવી કેટેગોરીમાં કરવાની ધારણા છે.
  આ શુભ કાર્યમાં લયસ્તરો ટીમ તથા લયસ્તરોના ચાહકોનો સહકાર અવશ્ય મળશે એમ માનું છું.
  –ગિરીશ પરીખ

 18. DINESH MODI said,

  December 4, 2015 @ 4:36 pm

  HAPPY BIRTHDAY TO LAISTRO. I ENJOYED EVERY POEMS AND YOUR NOTES TOO.

 19. Ketan Yajnik said,

  December 4, 2015 @ 10:41 pm

  અભિનંદન

 20. Sudhir Patel said,

  December 4, 2015 @ 11:03 pm

  ‘લયસ્તરો’ ટીમને ૧૧મી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
  — સુધીર પટેલ

 21. મીના છેડા said,

  December 5, 2015 @ 2:23 am

  લયસ્તરોને અગિયારમી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન ! પાંંત્રીસસો રચના! વાહ!
  પદ્ય સાહિત્યનો અમૂલ્ય વારસો જાળવનાર આ સાઇટ અને એને માટે અથાક પ્રયત્ન કરનાર મિત્રો ધવલ, વિવેક, તિર્થેશ અને બીજા પણ જેમનો આયાસ અહીં રહ્યો છે એ બધાને હાર્દિક અભિનંદન અને સ્નેહાભાર.

 22. yogesh shukla said,

  December 5, 2015 @ 9:00 am

  જે નવા કવિ ની રચના ને” લયસ્તરો” માં સ્થાન મળે
  સમજો એ કવિ પછી વાંચકોના હ્રદયમાં રમે ,
  ” અભિનંદન “

 23. Girishparikh's Blog said,

  December 5, 2015 @ 10:37 am

  […] “લયસ્તરોનો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ” વિવેકે “લયસ્તરો” પર પોસ્ટ કરેલ “અગિયારમી વર્ષગાંઠઃ ૩૫૦૦ પોસ્ટ” વાંચ્યા પછી આ લખનારે બે પ્રતિભાવો પોસ્ટ કર્યાઃ “લયસ્તરો”નો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. –ગિરીશ પરીખ તથા શ્રી ગણેશ કરીશ શુક્રવાર, જાન્યુઆરી ૧, ૨૦૧૬ના દિવસે http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર “લયસ્તરોનો આનંદ: ગિરીશના ભાવ પ્રતિભાવ” કેટેગોરીના. આજ સુધીમાં આ લખનારે લયસ્તરો પર અનેક પ્રતિભાવો પોસ્ટ કર્યા છે. એમાંના કેટલાક http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ પણ કર્યા છે. લયસ્તરો પર અત્યાર સુધી પોસ્ટ કરેલા તથા એ પછી લયસ્તરો પરનાં કાવ્યો વિશેના આ લખનારના સમગ્ર પ્રતિભાવોનો સંગ્રહ http://www.GirishParikh.wordpress.com બ્લોગની નવી કેટેગોરીમાં કરવાની ધારણા છે. આ શુભ કાર્યમાં લયસ્તરો ટીમ તથા લયસ્તરોના ચાહકોનો સહકાર અવશ્ય મળશે એમ માનું છું. –ગિરીશ પરીખ   “લયસ્તરો” પર પોસ્ટ કરેલ “અગિયારમી વર્ષગાંઠઃ ૩૫૦૦ પોસ્ટ”ની લીંકઃ http://layastaro.com/?p=13265 […]

 24. Harshad said,

  December 5, 2015 @ 7:57 pm

  Happy Birth Day and congratulations.

 25. Ismail Pathan said,

  December 5, 2015 @ 9:48 pm

  ખૂબ ખૂબ અભિનંદન
  આપની આ ગુજરાતી સાહિત્ય સેવા અવિરતપણે ચાલતી રહે એવી અંતરની શુભકામનાઓ…

 26. Markand Dave said,

  December 6, 2015 @ 10:20 am

  આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન..

 27. Bhupendra Gaudana said,

  December 6, 2015 @ 12:14 pm

  “લયસ્તરો”નો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. એતો અનુભૂતી નો વિષય છે ! લયસ્તરોને અગિયારમી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન !

 28. vallabh bhakta said,

  December 6, 2015 @ 7:05 pm

  અગિયાર વ્ર્સોથિ કાવ્યોનો આસ્વાદ કરાવતા હરહ્યા તે માતે આનહદ આભાર લાબુ જિવો અને આ કાય્ર કરતા રહો આભિનદન્

 29. Rakesh Thakkar, Vapi said,

  December 7, 2015 @ 3:23 am

  ખુબ ખુબ અભિનન્દન

 30. Hari Trivedi said,

  December 7, 2015 @ 5:47 pm

  હાર્દિક અભિનંદન ! સહુનો હૃદયપૂર્વક આભાર અને આપની આ સાહિત્ય સેવા અવિરતપણે ચાલતી રહે એવી અંતરની શુભકામનાઓ !

 31. pravInchandra shah said,

  December 7, 2015 @ 9:13 pm

  જાણે હિમાલયનું શિખર સર કર્યું હોય એમ લાગે !!

  અભિનંદન,અભિનંદન !!

 32. lata hirani said,

  December 9, 2015 @ 9:14 am

  ખુબ ખુબ અભિનન્દન. આ સફર અવિરત ચાલતેી રહે એવેી શુભેચ્ચ્હાઓ.

 33. Girish Parikh said,

  December 9, 2015 @ 11:33 am

  વિશ્વની યુનિવર્સીટીઓના ગુજરાતી ભાષાના ડીપાર્ટમેન્ટોમાં “લયસ્તરો”નો કોર્સ અપાય છે ખરો?

 34. ashok trivedi said,

  December 10, 2015 @ 5:56 pm

  khub khub abhinandan. khub khub . gamti rachna copy pest kari sakay avu kai karo. or sahare kari sakay avu kaik karo to saru.

 35. Girish Parikh said,

  December 23, 2015 @ 12:54 am

  “લયસ્તરો” “લયસ્તરોની ટીમ, તથા ભાવકોને શબ્દપૂર્વક, પ્રેમપૂર્વક અભિનંદન.
  “લયસ્તરો”ના કેટલાક કવિઓ નોબેલ પ્રાઈઝ ક્ક્ષાનાં કાવ્યોનું સર્જન કરે છે.
  “ગદ્યરત્નો” નામની નવી વેબસાઈટ શરૂ કરવાનું સજેશન કરું છૂ. આ વિશે http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર વધુ લખવા પ્રયત્ન કરીશ.
  -ગિરીશ પરીખ

 36. નવી વેબસાઈટનું સજેશનઃ “ગદ્યરત્નો” | Girishparikh's Blog said,

  December 23, 2015 @ 4:52 pm

  […] વર્ષગાંઠઃ ૩૫૦૦ પોસ્ટ”ની લીંકઃ http://layastaro.com/?p=13265   (All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and […]

 37. Girish Parikh said,

  January 1, 2016 @ 3:25 pm

  શ્રી ગણેશ કર્યા છે આજે શુક્રવાર, જાન્યુઆરી ૧, ૨૦૧૬ના દિવસે http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર નવી કેટેગોરી ” ‘લયસ્તરો’નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ”ના.

  એ વિભાગમાં પ્રથમ પોસ્ટઃ
  અનોખો આનંદ … ! (ચતુર્શબ્દ મુક્તક)
  છે
  “લયસ્તરો”નો
  આનંદ
  અનોખો !
  “લયસ્તરો”ની “અગિયારમી વર્ષગાંઠ…. ૩૫૦૦ પોસ્ટ”ની લીંક:
  http://layastaro.com/?p=13265

 38. HATIM THATHIA BAGASRAWALA said,

  April 19, 2016 @ 12:16 pm

  Gujarati bhasha ane tena vividh swarupone ne tame jivant karya..Naami ane Anami Sahityakarto ne lok upbhogya karya. Wastv ma aa ek maha siddhi chhe,Gujarati Sahitya Sabha tamari kadar kare to kevu saaru!!!!Hardeek Abhinandan .

 39. વિવેક said,

  April 20, 2016 @ 1:10 am

  ટીમ લયસ્તરો વતી હૃદયપૂર્વક આભાર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment