કાશ થોડી લેતી-દેતી હોત તો મળતાં રહેત,
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે.
હિતેન આનંદપરા

કાગળ – રમણીક સોમેશ્વર

કાગળ
હોય છે જ્યારે કોરો
ત્યારે જ હોય છે
ખરેખરો કાગળ
સૌથી વધુ ભર્યોભર્યો

તળ-અતળની
અનંત અજાયબીઓ
અકબંધ હોય છે
એની પાસે
અને
ખળભળતી હોય છે એનામાં
લેખણની શોધ પહેલાંની
ભાષા
ઘુંટાયા કરતો હોય છે
અવાજનો આકાર બંધાયા પહેલાંનો
ધ્વનિ
પૃથ્વીના જન્મ પહેલાંની
ગંધો લઈ ઘૂમરાતો હોય છે
વાયુ
એની ચામડી નીચે
સળવળતી હોય છે
સૃષ્ટિના બીજારોપણની કથાઓ
હું
અક્ષર પાડીને
એને ઉકેલવા મથું છું
ને
ફરીફરીને
મારી નજર ખોડાય છે
અક્ષરો વચ્ચેના
ખાલીપણા પર.

– રમણીક સોમેશ્વર

આવા મજાના કાવ્યનો આસ્વાદ કરાવવા અક્ષરો ન બગાડું, ને કાગળ કોરો જ રાખું એ જ ઉત્તમ.

8 Comments »

 1. Manoj Shukla said,

  September 17, 2015 @ 3:34 am

  વાહ, કોરા કાગળનું નક્કોર સત્ય – તેમાં રહેલ અણદીઠી અઢળક ભર્યાપણું.

 2. Suresh Shah said,

  September 17, 2015 @ 5:41 am

  તમે બહુ સારી રીતે કહ્યું કાગળ કોરો જ રહેવા દઈએ.
  દરેકને પોત પોતાની રીતે માણવા દઈએ.

 3. yogesh shukla said,

  September 17, 2015 @ 1:41 pm

  સરસ રચના

 4. Harshad said,

  September 17, 2015 @ 9:05 pm

  Like it. Good feeling.

 5. perpoto said,

  September 18, 2015 @ 2:14 am

  સરસ કાવ્ય..કવિને મારી સલામ
  કોરો છે; હશે ?
  લેવા દે થોડો પોરો
  કાગળ કોરો

 6. Pravin Shah said,

  September 20, 2015 @ 11:17 pm

  Sundar…

 7. La' Kant Thakkar said,

  December 31, 2016 @ 8:29 am

  કોરો કાગળ અને આ ભર્યાભર્યા મન -હૃદય શું કરવું?

 8. La' Kant Thakkar said,

  December 31, 2016 @ 8:31 am

  ઘણું બોલ્યા પછી “મૌન”ની મઝા કંઈક ઔર જ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment