લઈ ઊડે તમને ઘરની એકલતા,
એ ક્ષણે ચકલી પણ જટાયુ છે!
દેવાંગ નાયક

અરીસો મઢેલ શયનખંડ… – રીના બદિયાણી માણેક

પલંગ પાસે
શોખથી મઢાવેલા
અરીસામાં
રોજ મધરાત પછી હું એને જોઉં છું –
કલાકો સુધી ફોન પર એની સાથે chat કરતા…
સાત સમંદર પારથી
પેલી મોકલાવે
એની selfie
અને
હસતાં હસતાં એ ચૂમી લે છે એને….

પછી એનો હાથ
મારી પીઠ પર
લીલું લીલું સરકે છે
ત્યારે હું કદાચ હું નથી એના માટે
કંપીને
એના પડછાયામાં ઓગળવાનું
મારી ચામડી કદાચ શીખી ગઈ છે.
હવે તો
એની તરફ ફરી
હું પણ જોઉં છું
ફક્ત
એક છત……અને એક પુરુષ

– રીના બદિયાણી માણેક

લગ્નેતર સંબંધની પરાકાષ્ઠાએ પતિ પ્રેયસીની સેલ્ફીની ઉત્તેજના પત્નીને ભોગવીને ઉતારે છે ત્યારે પત્નીના “શારીરિક” સમર્પણ માટે કવયિત્રી જે શબ્દો વાપરે છે એ સહજ અનુભૂતિને ઉચ્ચતર કાવ્યકક્ષાએ આણે છે. મધરાતના અંધારામાં પડછાયા હોતા નથી. પણ નાયિકાની ચામડી, નાયિકા નહીં, કંપીને પતિમાં નહીં પણ એના કાળા પડછાયામાં ઓગળતા શીખી ગઈ છે… ભગ્ન લગ્નજીવનની વરવી નગ્ન વાસ્તવિક્તા એક છત અને એક પુરુષની જરૂરિયાતમાં છતી થાય છે. એક છત અને એક પુરુષની વચ્ચેના ટપકાંઓની ‘સ્પેસ’ જો કે વધુ માર્મિક રીતે આપણી છાતીમાં ભોંકાય છે.

17 Comments »

 1. Rina said,

  January 15, 2015 @ 3:09 am

  Thank you….

 2. nivarozin rajkumar said,

  January 15, 2015 @ 3:24 am

  મસ્ત મસ્ત મસ્ત … ખુશ ખુશ ખુશ

  કવિયત્રી અને લેખિકા તરીકે અનેક સોપાનો સર કરો તેવી કામના ..

 3. neha said,

  January 15, 2015 @ 3:55 am

  Waah sakhi,

  Ek ek shabd madhi ne mukyo hoy evi kavita..

  “Ariso..” shabd thi lai ne “ek purush ” sudhi rupako ma sachvayeli samvedna.o
  Bahot khub!!

  Abhinandan

 4. bharat vinzuda said,

  January 15, 2015 @ 7:54 am

  વાહ…..

 5. preetam Lakhlani said,

  January 15, 2015 @ 11:22 am

  કવિયત્રીનું પ્રથમ વાંચેલું કાવ્ય આન્ંદ આપી ગયુ…

 6. nehal said,

  January 15, 2015 @ 11:26 am

  Waah. ..chotdar. ..

 7. ધવલ said,

  January 15, 2015 @ 12:05 pm

  સરસ !

 8. Ashok Vavadiya said,

  January 15, 2015 @ 12:06 pm

  Very Very Nice

 9. Sudhir Patel said,

  January 15, 2015 @ 10:24 pm

  ખૂબ વેધક અભિવ્યક્તિ!
  સુધીર પટેલ.

 10. parth tarpara said,

  January 16, 2015 @ 3:18 am

  વાહહહ…. બહુજ સરસ…. 😀

 11. Pushpakant Talati said,

  January 16, 2015 @ 6:46 am

  JUST FANTASTIK

 12. સુનીલ શાહ said,

  January 17, 2015 @ 2:10 am

  સાચે જ સુંદર

 13. varsha dodia said,

  January 17, 2015 @ 9:56 am

  વાહ રીનાબેન

 14. અશોક જાની 'આનંદ' said,

  January 18, 2015 @ 10:39 pm

  વાહ.. તીક્ષ્ણ સંવેદનનું અછાંદસ …!! ખરેખર મનોવેદના ખૂબ જાં ક્લાત્મકતા સાથે અભિવ્યક્ત થઈ છે.. અભિનંદન.. !

 15. અશોક જાની 'આનંદ' said,

  January 18, 2015 @ 10:39 pm

  વાહ.. તીક્ષ્ણ સંવેદનનું અછાંદસ …!! ખરેખર મનોવેદના ખૂબ જ ક્લાત્મકતા સાથે અભિવ્યક્ત થઈ છે.. અભિનંદન.. !

 16. Dinesh Pandya said,

  January 22, 2015 @ 5:31 am

  પીઢ કલમમાંથી અવતરી હોય તેવી થોડામાં ઘણું કહી જતી સુંદર અછંદસ રચના!

 17. chetan shukla said,

  July 24, 2015 @ 8:32 am

  વાહ રીનાબેન …
  વેદનાનું અદ્ભુત ચિત્રણ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment