મહોબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મહોબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઉતારો ન આવે.
ગની દહીંવાળા

ફકીર – પ્રીતમ લખલાણી

Scanned Document

ફકીર

વહેલી પરોઢે
ફૂટપાથ પર
તસબીના મણકા ફેરવવામાં
તલ્લીન થઈ ગયેલા ફકીરના કાનમાં
ઈશ્વરે આવી ધીમેથી કહ્યું,
‘હે ફરિશ્તા
તું
મારા માટે દુવા કર
કે આવતા જન્મે
હું
આ ધરા પર
ફકીર થઈને જન્મુ !’

– પ્રીતમ લખલાણી

ફકીરી એક એવી દોલત છે કે જે ખુદાને પણ સુલભ નથી. અનાસક્તિમાં એટલુ સુખ સમાયેલુ છે કે જેને ઈશ્વર પણ અંદરખાને ઝંખતો હોય તો નવાઈ નહીં !

10 Comments »

  1. pragnaju said,

    July 8, 2008 @ 11:31 PM

    ‘હે ફરિસ્તા
    તું
    મારા માટે દુવા કર
    કે આવતા જન્મે
    હું
    આ ધરા પર
    ફકીર થઈને જન્મુ !’
    શુભાન અલાહ્
    જે પ્રભુ માટે ફકીરી ધારણ કરે તેની ચિંતા, તેની સર્વસંભાળ પ્રભુ જ રાખે છે. પ્રભુમાર્ગે જે જીવ જાય છે. તેની જેને પણ ચિંતા થતી હોય તે સૌને ચિંતા છોડી પ્રભુનું ચિંતન કરવાનો ન કેવળ અનુરોધ છે પણ પ્રભુને પણ તે પદ પામવાનું ગમે !
    માહ્યલો બોલે છે-
    ‘સફર કા સૌદા કરેલ મુસાફરી અસલ વતન કો જાના પડેગા’
    અને ભીતરથી ઉતર મળે છે
    ‘મરના મરના સબ્ર કહે, કૌન ચીજ મર જોયે?’
    પાંચ તત્ત્વ શરીર કે, વો આપમેં આપ સમાયે.’
    ફકીરીની દીક્ષા સમયે તેમને ખબર હોય છે-
    ફકીરી બે પ્રકારની છે. એક સંપૂર્ણ ફકીરી અને બીજી ગૃહસ્થી ફકીરી. જેમાં સંસારમાં રહીને ઇબાદત કરવાની છે.અને સાચા ફ્કીર આવો જ ઉપદેશ આપે છે
    ‘ વેદ અને કુરાનને એક દૃષ્ટિથી જોજે. હિંદુ-મુસ્લિમ સર્વે એક માલિકનાં સંતાનો છે. તું કોમવાદની દૂર રહેજે. દરેકને જન્મ-મરણ સરખા છે. દરેકના દરૂન-કરૂન પણ સરખા છે. બધા જ જીવે છે બધા જ મરે છે ત્યારે પૃથ્વીમાં જ ભળે છે.’
    ‘કિસીકી યાદમેં અય દિલ તુઝે દીવાનગી છાઇ,
    તેરી અબ તો સરે બાઝાર મેં હોતી હૈ રુશ્વાઇ’
    અને ખુદાની ઇબાદતમાં ચોવીસ કલાક લીન રહે છે તેમને
    ‘આગે પીછે નૂર હય, ઔર ઉપર નીચે નૂર,
    આજુ બાજુ નૂર હય, નૂર મેં તું ભરપૂર’
    જેને ઈશ્વર પણ અંદરખાને ઝંખતો હોય તો નવાઈ નહીં!

  2. RAZIA MIRZA said,

    July 9, 2008 @ 1:35 AM

    સુબ્હાનલ્લાહ,વાહ, ફકીર ની અલ્લાહ માં તલ્લીનતા એવી છે. કે ખુદા ખુદ બંદા ની ઇબાદત પર આફ્રિન છે.વિવેક ભાઈ ને અભિનંદન.આકૃતિ આપવા બદલ.

  3. Pinki said,

    July 9, 2008 @ 2:22 AM

    બહુત ખૂબ ….!!
    વાહ્… ક્યા કહેના…..!!

  4. કુણાલ said,

    July 9, 2008 @ 2:31 AM

    પ્રીતમભાઈએ ખુબ જ સુંદર અને મહત્વની વાત કરી .. એ પણ ખુબ જ લાક્ષણિક રીતે !!

    સૂફી પરંપરામાં ઈલ્લત , ઝીલ્લત અને કિલ્લત .. એ ૩ ને ઈશ્વરમાં લીન થવા માટેના અને બીજી રીતે એક સંતના અભિન્ન અંગ દર્શાવ્યા છે !! .. ખુબ જ સાચી વાત કરી .. કે પીડામાં રહીને ઈશ્વરની જેટલી નજીક રહી શકાય એટલું કદાચ કોઇ બીજી પરીસ્થિતીમાં ન રહી શકાય ..

    પ્રીતમભાઈ અભિનંદન આવી સુંદર કૃતિ આપવા બદલ ..

  5. વિવેક said,

    July 9, 2008 @ 3:11 AM

    પ્રિય રઝિયાબેન,

    આ કવિતાનું પોસ્ટીંગ મેં નહીં, ધવલે કર્યું છે.

    સુંદર લાક્ષણિક રચના.

  6. Shah Pravinchandra Kasturchand said,

    July 9, 2008 @ 6:59 AM

    ફિકર સબકો ખા ગઈ;
    ફિકર સબકા પીર;
    ફિકરકી ફાકી કરે
    ઉસકા નામ ફકીર.
    જ્યારે પણ તક મળે ત્યારે આ સિદ્ધહસ્ત કવિની રચનાઓ વાંચવાનું ચૂકતા નહીં.તમે ફાયદામાં જ રહેશો.

  7. Jay Gajjar said,

    July 9, 2008 @ 11:02 AM

    Very appealing and touchy poem. Pritam Lakhlani has good poetic sense. The words he selects are coming from the bottom of his heart. There is always spirit of a true poet. He has expressed true fact of life in melodious words. Fakir means a sage is God’s true gift to the world when humanity is disappearing from the selfish world. Congratulationa Pritambhai. Keep writing spiritual poems.
    Jay Gajjar, Mississauga, Canada

  8. Gaurang Thaker said,

    July 10, 2008 @ 12:18 AM

    વાહ ખૂબ સરસ…..આ કવિની બીજી કવિતાઓ પણ મૂકો…….

  9. Niraj said,

    July 15, 2008 @ 12:14 AM

    ખુબ જ સરસ!! દિલ થી લખેલુ છે.

  10. અનામી said,

    December 1, 2008 @ 3:41 PM

    વાહ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment