હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા,
દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ.
મનોજ ખંડેરિયા

ઝેર તો પીધાં છે જાણી જાણી – મીરાંબાઈ

ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા !
ઝેર તો પીધાં છે જાણી જાણી.         મેવાડા 0

કોયલ ને કાગ રાણા ? એક જ વર્ણાં રે;
કડવી લાગે છે કાગવાણી.             મેવાડા 0

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધપાણી.              મેવાડા 0

સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને ગણીશું પટરાણી.               મેવાડા 0

બાઇ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
મન રે મળ્યાં સારંગપાણિ.            મેવાડા 0

-મીરાંબાઈ

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ જેવી અમર અને અદ્વિતીય કહેવતકક્ષાની પંક્તિ મીરાં આપણને આ ગીત વડે આપે છે. મીરાંબાઈ ‘ઝેર’ શબ્દનો પણ કેવો સરસ વિનિયોગ કરે છે ! આ ઝેર સંસારનું ઝેર હોઈ શકે, અપમાન, નિંદા કે તિરસ્કારનું પણ હોઈ શકે. એ વાસ્તવિક અર્થમાં પણ ઝેર હોઈ શકે અને જે મીરાંબાઈને વધુ અભિપ્રેત જણાય છે એવું પ્રેમલક્ષણા ભક્તિનું ઝેર પણ હોઈ શકે જેને મીરાંબાઈ અમૃત ગણીને પીવે છે. રાણો શ્યામભક્તિ છોડી દેવા માટે મીરાંને પટરાણીપદની લાલચ પણ આપે છે પણ મીરાં જાણે છે કે કાગડો અને કોયલ બંને એક જ રંગના હોવા છતાં જેમ કાગવાણી કર્કશ અને અપશુકનિયાળ ગણાય છે એમ સંસાર અને હરિ – બંનેમાં પ્રેમ હોવા છતાં હરિવરના પ્રેમ આગળ સંસારનો પ્રેમ કાગવાણી જેવો છે…

14 Comments »

 1. Jina said,

  November 15, 2008 @ 3:02 am

  નાનપણમાં જ્યારે આ ગીત વાંચ્યું ત્યારે આ કક્ષાનો રસાસ્વાદ કરાવી શકે તેવું કોઈ નહોતું… આજે ઘણાં વખતે ફરી આ ગીત વાંચવા મળ્યું…. આભાર વિવેકભાઈ !

 2. Dr. Dinesh Karia said,

  November 15, 2008 @ 6:46 am

  લયસ્તરોની આજ ખાસિયત તેને સૌથી જુદી પાડે છે, કે અહીં આપણા બાળપણની ગમતી કવિતાઓ મળી જાય છે. પણ અહીં ટા ઈપ કરવું અઘરું છે.

 3. pragnaju said,

  November 15, 2008 @ 12:00 pm

  આવા સુંદર ભજનોથી શાસ્ત્રોનાં ગુઢ અર્થોની સહેલાઈથી સમજ પડે

 4. DR.GURUDATT THAKKAR said,

  November 16, 2008 @ 1:01 am

  વાહ વિવેકભાઈ, વાહ લયસ્તરો..we want to HAVE MORE!..આવા સુંદર ભજન-નરસિહ -મીરા
  ના ને ઉપર સુંદર રસાસ્વાદ.વધુ ને વધુ માંગવાનુ મન થાય છે..કદાચ આવા બ્લોગ- એક સબળ માધ્યમ પુરવાર થશે..આપણી સંસ્કુતી ને બેઠી કરવામા..ટકાવવામા……ખૂબ આભાર..

 5. Dr. Dinesh O. Shah said,

  November 16, 2008 @ 1:42 am

  Dear Vivekbhai,

  I give you A+ grade for analysis of poems that I have read on your website periodically. Your interpretation has lot of depth and broader as well as deeper meaning. You seem to squeeze out the nector and offer it to your readers from the poems, songs or bhajans. No words can truly convey our thanks to you for your service to readers like myself. It is always refreshing to read your interpretation of various poems. With best wishes and warmest personal regards,

  Dinesh O. Shah, UF, Gainesville, FL as well as DDU, Nadiad, Gujarat, India.

 6. વિવેક said,

  November 16, 2008 @ 2:11 am

  આ રસાસ્વાદ સંપૂર્ણપણે મૌલિક નથી. વર્ષો પહેલાં કોઈક પુસ્તકમાં ક્યાંક થોડું વાંચ્યું હતું એનું એક બીજ મનમાં રહી ગયું હતું એના આધારે આ આજે લખાયું છે… એટલે સઘળા અભિનંદન એ લેખકને જેમનું નામ આજે મને યાદ નથી…

 7. Pradip Brahmbhatt said,

  November 16, 2008 @ 2:35 am

  શ્રી વિવેકભાઇ,
  જય જલારામ,જય શ્રી કૃષ્ણ.
  કોઇપણ પ્રકારના ઝેરને અમૃત કરવું એ તમારી આત્મિક,ધાર્મીક અને ભૌતિક શક્તિ જ કરી શકે છે જેમાં પ્રબળ મનોબળની જ જરુર હોય છે જે મીરાંબાઈ જેવા ભક્તે સાબિત કર્યુ.
  સુંદર કૃતિ વાંચવા મળી તે માટે ખુબ જ આભાર્

  પ્રદીપ બ્રહ્મભટ્ટ

 8. chetu said,

  November 16, 2008 @ 3:36 am

  મેીરાઁબાઇ નેી ભક્તિ સર્વોત્તમ …!

 9. Mukund Desai 'MADAD' said,

  November 16, 2008 @ 5:47 am

  સરસ.

 10. Dr.Pranat Majmundar said,

  November 16, 2008 @ 6:17 am

  Dear Vivekbhai,
  It seems that now you are gently shifting towards SPIRITUAL heights.

 11. indravadan g vyas said,

  November 16, 2008 @ 2:08 pm

  કવિતા જાણીતી ખરી પણ રસાસ્વાદ બેજોડ.
  ધન્યવાદ,
  ઇન્દ્રવદન વ્યાસ્

 12. Pinki said,

  November 17, 2008 @ 11:45 am

  મીરાંબાઈ ‘ઝેર’ શબ્દનો પણ કેવો સરસ વિનિયોગ કરે છે ! આ ઝેર સંસારનું ઝેર હોઈ શકે, અપમાન, નિંદા કે તિરસ્કારનું પણ હોઈ શકે. ??!!! સુંદર વાત ……..!!

 13. shraddha said,

  November 25, 2008 @ 10:26 am

  hi doc, how r u? u know what u r simply gr8. just coz of u i become fan of gujarati litrature.thanks buddy for giving me such a amizing world of litrature.

 14. RNJCAM said,

  May 13, 2009 @ 2:42 pm

  Dear Dr. Vivekbhai,

  I have read many of your fabulous comments and rich feedback on http://www.tahuko.com run by Jayshree. This is the first time I am visiting http://www.layastaro.com

  Can you please tell me how to play songs here? I can see the text of the songs, but can’t see a “player” link to play it. Sure enough, I am missing something here, being new to this web site. FYI, I am using IE 6.0 as my browser on Windows XP platform.

  Your reply will help me open yet another dimension of the ever expanding richness of the Gujarati culture through its poetry and music.

  Many thanks in advance,

  Aar Bee from Chicago, USA

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment