તારા ઉપર ન ભાર ખુલાસાનો આવી જાય
આ મૌન માત્ર એટલા ખાતર ઉપાડિયે
મનોજ ખંડેરિયા

ગઝલ – પંકજ વખારિયા

સાંજ પડતા બસ, સ્મરણ તારું થયું
ને પછી, અંધારું ઝળહળતું થયું

આ સ્મરણ છે કે કોઈ સંજીવની ?!
ઝંખનાનું શબ ફરી બેઠું થયું.

આપણાંથી છેટાં શખ્સોને લીધે
આપણી વચ્ચે જરી છેટું થયું

હર વખત નડતી શરમ જેની તને
બોલ, અંતે કોણ એ તારું થયું ?

કંઈ પ્રસંગોપાત હો તો ઠીક છે
દર્દ આ તે કેવું રોજિંદું થયું

નામ લેતાં પણ ડરું છું સૂર્યનું
એવું માથાભારે અંધારું થયું

આંખથી કાજળ ગયું બસ, તારું તો…
મારું તો આખું જીવન કાળું થયું

-પંકજ વખારિયા

શાનદાર ગઝલ…

5 Comments »

 1. નિનાદ અધ્યારુ said,

  October 24, 2015 @ 2:11 am

  આંખથી કાજળ ગયું બસ, તારું તો…
  મારું તો આખું જીવન કાળું થયું.

  સુંદર શેર ..

 2. KETAN YAJNIK said,

  October 24, 2015 @ 3:37 am

  કંઈ પ્રસંગોપાત હો તો ઠીક છે
  દર્દ આ તે કેવું રોજિંદું થયું
  કેવી ને કેટલી ઝંખના ?કોઈ ઉજાસની! ઓહ્!

 3. Harshad said,

  October 24, 2015 @ 7:37 am

  Really beautiful gazal.

 4. Sureshkumar G. Vithalani said,

  October 24, 2015 @ 9:41 am

  Very nice Gazal.

 5. DINESH MODI said,

  October 24, 2015 @ 1:16 pm

  પ્રિય જન કાયમિ વિદાય લે બાદ જિવન કે મોત સરખુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment