નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
બરકત વિરાણી 'બેફામ'

(શાપિત પાત્રોની ગઝલ) – હરેશ ‘તથાગત’

અહીં તો બધામાં સિસિફસ વસે છે,
જુદા શાપવત સૌ શિલા ઊંચકે છે !

નથી દૂત થાતું હવે કોઈ વાદળ,
અહીં યક્ષ, ત્યાં યક્ષિણી ટળવળે છે !

અહલ્યા બની ગઈ બધી લાગણીઓ,
કહો કોઈ રામ નજરે ચડે છે  ?

દ્વિધાગ્રસ્ત સહદેવ જેવો સમય આ –
જુએ છે બધું, કાંઈપણ ક્યાં કહે છે ?

– હરેશ ‘તથાગત’

પુરાણકથાઓના શાપિત પાત્રોની મદદથી આજની હકીકતોને મુલવતી ગઝલ. સિસિફસ = ગ્રીક કથાઓમાં આવતું રાજાનું પાત્ર. એને અનાદિકાળ સુધી પથ્થર ઊંચકીને પર્વત ચડ્યા કરવાનો શાપ હતો.

11 Comments »

  1. nilamdoshi said,

    June 9, 2008 @ 7:34 PM

    દ્વિધાગ્રસ્ત સહદેવ જેવો સમય આ –
    જુએ છે બધું, કાંઈપણ ક્યાં કહે છે ?

    my favourite line

  2. વિવેક said,

    June 9, 2008 @ 11:20 PM

    ચારે ચાર શેર ખૂબ સરસ થયા છે… પૌરાણિક દંતકથાઓનું આજના પરિપ્રેક્ષ્ય સાથે કરાયેલું સચોટ અનુસંધાન…

  3. કુણાલ said,

    June 10, 2008 @ 12:25 AM

    ઉમદા …

  4. Riyal Dhuvad said,

    June 10, 2008 @ 1:03 AM

    દ્વિધાગ્રસ્ત સહદેવ જેવો સમય આ –
    જુએ છે બધું, કાંઈપણ ક્યાં કહે છે ?

    I like that Line Very Much

  5. Pravin Shah said,

    June 10, 2008 @ 1:32 AM

    કહો કોઈ રામ નજરે ચડે છે?……………

    સુંદર રજુઆત

  6. pragnaju said,

    June 10, 2008 @ 9:04 AM

    સરસ ગઝલ
    તથાગતની આ પંક્તીઓ
    દ્વિધાગ્રસ્ત સહદેવ જેવો સમય આ –
    જુએ છે બધું, કાંઈપણ ક્યાં કહે છે ?
    આપણી જ માનસિક સ્થિતીનૂ આબેહુબ દર્શન

  7. Dr. Dilip Modi said,

    June 10, 2008 @ 12:26 PM

    અતિ ઉત્ત્મ………ક્માલ કરી………….

  8. Pinki said,

    June 11, 2008 @ 3:14 AM

    પૌરાણિક પાત્રો અને તત્કાલીન પરિસ્થિતિનું
    આબેહૂબ વ્યંગાત્મક આલેખન……..!!

  9. પંચમ શુક્લ said,

    June 11, 2008 @ 9:39 AM

    સુંદર ગઝલ. વાંચન અને ચિંતનની આગવી ઝલક.

  10. Abhijeet Pandya, Bhavnagar said,

    May 18, 2010 @ 11:55 AM

    કહો કોઈ રામ નજરે ચડે છે ? માં લગાગા લગાગાનું બંધારણ તુટતું જોવા મળે છે. સુધારો કરવા વીનંતી.

  11. વિવેક said,

    May 19, 2010 @ 1:01 AM

    પ્રિય અભિજીતભાઈ,

    આપની વાત સો ટકા સાચી છે… એકાદ અક્ષર ટાઇપ કરવાનો રહી ગયો હોય એવી ટાઇપિંગની ભૂલ હોય એવું પણ જણાતું નથી…

    આપની બાજનજર કાબિલે-તારીફ છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment