યાદ થકી હું મઘમઘ થાતો,
તમને બાકી ક્યાં અડેલો ?
શ્યામ સાધુ

નીકળી જવાનું છે – ડૉ મનોજ જોશી

આ નાચમનાચમાંથી આપણે નીકળી જવાનું છે,
પદારથ પાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બધેથી વાળીચોળીને કરો અસ્તિત્વને ભેગું,
ખૂણા ને ખાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બધાની જેમ એણે પણ તમોને છેતર્યા તો છે,
અરીસા-કાચમાંથી આપણે નીકળી જવાનું છે.

તમે ધાર્યા મુજબ ક્યારેય પણ આકાર ના પામ્યા,
જીવનની ટાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

જરા મુશ્કેલ છે કિન્તુ, ચહો તો થઇ શકે ચોક્ક્સ,
સમયની ચાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

-ડૉ. મનોજ જોશી ‘મન’

Res Ipsa Loquitur !

12 Comments »

 1. Rina said,

  September 25, 2014 @ 3:07 am

  Waahhhhh

 2. Manish V. Pandya said,

  September 25, 2014 @ 3:36 am

  ગઝલ ગમી. અભિનંદન.

 3. P.P.M A N K A D said,

  September 25, 2014 @ 5:01 am

  Game te kaho, pan aapne ekbijani ‘company’ ma thi nikali javanu NATHI !

 4. nehal said,

  September 25, 2014 @ 5:38 am

  Waah waah. .

 5. ડેનિશ said,

  September 25, 2014 @ 9:46 am

  સુંદર ગઝલ.
  પણ, આ Res Ipsa Loquitur! નો અર્થ શું?

 6. rasila kadia said,

  September 25, 2014 @ 11:56 am

  બહુ ગમેી.

 7. Nirali Solanki said,

  September 25, 2014 @ 11:59 am

  વાહ! સરસ!

 8. yogesh shukla said,

  September 25, 2014 @ 1:30 pm

  વાદ વિવાદ માં નથી પડવાનું ,બધા ધર્મોમાંથી નીકળી જવાનું ,
  આત્મા જ તમારો ઈશ્વર છે જ્યાં મોકલે ત્યાં પહોચી જવાનું ,

 9. Harshad said,

  September 25, 2014 @ 7:07 pm

  Beautiful Gazal. Like it

 10. Pushpakant Talati said,

  September 25, 2014 @ 11:20 pm

  હા વિવેકભાઈ – ખરેખર Res Ipsa Loquitur !
  કેમકે – વસ્તુ પોતે જ (જાતે જ) બોલે છે. – તેને કોઈ પણ ખુલાસાની કે ચોખવટની કે explanation ની જરૂરત જ નથી. – જે દેખાય છે તે જ છે. અને તે સર્વ વ્યક્તિ જોઈ શકે જ છે.
  – ધ ન્ય વા દ – પુષ્પકાન્ત તલાટી

 11. વિવેક said,

  September 26, 2014 @ 2:39 am

  @ ડેનિશ:

  ઉપર પુષ્પકાંતભાઈએ અર્થ લખ્યો જ છે. છતાં જણાવું છું:

  Res Ipsa Loquitur લેટિન પ્રયોગ છે જેનો મતલબ છે: It speaks for itself…

 12. La Kant Thakkar said,

  September 26, 2014 @ 8:21 am

  “પદારથ પાંચમાંથી આપણે નીકળી જવાનું છે
  “સમયની ચાંચમાંથી આપણે નીકળી જવાનું છે.”

  ધૂમાડો-હવા થઈ બસ નીકળી જવાનું છે !
  આ લ્યો, નીકળી જવાય ત્યારે આવું ‘કૈંક”
  આમ,સહજ જ …થાય પણ ખરું!

  પરમ આનંદ! ***

  છેલ્લી વિદાય અને છેક પહોંચી ગયાનો પરમ આનંદ!
  કારણ, મને ના કોઈ દીવાલ,દ્વાર, ખિડકી પરમ આનંદ!
  વિસ્તરું, એક પ્રવાહે,નિરભ્ર આભ,ઉજાશ પરમ આનંદ!
  સઘળું અહીં છલોછલ, તરબતર, સભર પરમ આનંદ!
  મેહસૂસ અસીમને કરું, કણકણમાં સર્વત્ર પરમ આનંદ!
  હકીકતમાં,આ કોચલું-કવચ છે,બધો આભાસ “કઇંક”
  -લા’ કાંત / ૨૬-૯-૧૪

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment