ફૂલો તો શું છે, વધુ કામિયાબ કાંટા છે,
અમારી તો પળેપળનો હિસાબ કાંટા છે.
વિવેક ટેલર

ગઝલ – રાકેશ હાંસલિયા

બુંદના ભારે નમે એવું બને,
પાંદડું હેલી ખમે એવું બને !

કોઈ એકાકી રમે આરંભમાં,
એ રમત દુનિયા રમે એવું બને.

ખીણની સાથે શિખર વાતો કરે,
પ્હાડ મનમાં સમસમે એવું બને.

મૌનમાં ડૂબી ગઈ હો વાત જે,
એના પડઘા ના શમે એવું બને.

સૂર્ય જેવો સૂર્ય પણ સંજોગવશ,
ભરબપોરે આથમે એવું બને.

કોઈ શેરી સાંજ લગ સૂમસામ હોય,
રાત આખે ધમધમે એવું બને !

– રાકેશ હાંસલિયા

આખી હેલીનું તોફાન બેબાકપણે સહન કરી લેનાર પાંદડું ક્યારેક બુંદ માત્રના ભારથી પણ નમી જઈ શકે છે…. કેવી મજાની વાત !

13 Comments »

 1. Hardik Vora said,

  January 24, 2015 @ 3:08 am

  વાહ રાકેશ ભાઈ

 2. સુનીલ શાહ said,

  January 24, 2015 @ 3:33 am

  સરસ, સરળ અભિવ્યક્તિ

 3. nehal said,

  January 24, 2015 @ 4:15 am

  Waah. ..khub saral ane sunder rachana

 4. desai umesh said,

  January 24, 2015 @ 6:07 am

  બુંદના ભારે નમે એવું બને,
  પાંદડું હેલી ખમે એવું બને !
  સુન્દર પન્કતિ
  હજુસુધી તો ભરબપોરે સૂર્ય આથમ્યો નથી,,ઢન્કાયો છે…
  પણ ભવિષ્યનુ કહેવાય નહિ..

 5. Rajnikant Vyas said,

  January 24, 2015 @ 6:14 am

  મૌનમાં ડૂબી ગઈ હો વાત જે,
  એના પડઘા ના શમે એવું બને.

  બહુ સુન્દર પન્ક્તિઓ!

 6. vimala said,

  January 24, 2015 @ 1:36 pm

  બુંદના ભારે નમે એવું બને,
  પાંદડું હેલી ખમે એવું બને !

  ખીણની સાથે શિખર વાતો કરે,
  પ્હાડ મનમાં સમસમે એવું બને.

  મૌનમાં ડૂબી ગઈ હો વાત જે,
  એના પડઘા ના શમે એવું બને.
  સરળ, સુન્દર અભિવ્યક્તિ……

 7. Girish Parikh said,

  January 24, 2015 @ 11:44 pm

  ખીણની સાથે શિખર વાતો કરે …
  ઉપરની પ્ંક્તિ વાંચતાં મારો એક આધ્યાત્મિક અનુભવ યાદ આવ્યો. http://www.girishparih.wordpress.com પર પોસ્ટ કરવા પ્રયત્ન કરીશ.

 8. Girish Parikh said,

  January 24, 2015 @ 11:49 pm

  બ્લોગઃ http://www.girishparikh.wordpress.com .

 9. હેમંત પુણેકર said,

  January 25, 2015 @ 2:19 am

  નખશિખ સુંદર ગઝલ!

 10. yogesh shukla said,

  January 26, 2015 @ 11:28 am

  સુંદર રચના ,

 11. Shah Pravinachandra Kasturchand said,

  January 26, 2015 @ 4:39 pm

  મન હરખથી ભરાઇ ગયું.

 12. RAKESH said,

  January 27, 2015 @ 12:03 am

  Superb!

 13. Harshad said,

  January 31, 2015 @ 6:15 pm

  Beautiful.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment