વાયુમાં વિશ્વાસનું કારણ હતું;
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

બંદગી એણે કરી – મેઘબિંદુ

અંધકારે રોશની એણે કરી
રોશનીમાં દિલ્લગી એણે કરી

એક અફવાનો લઈને આશરો
ઝેર આખી જિંદગી એણે કરી

ફૂંકથી હું ના બુઝાયો એટલે
આસપાસે રોશની એણે કરી

કેમ એની વાતને માને ખુદા !
મોત માટે બંદગી એણે કરી

– મેઘબિંદુ

આપણી જિંદગીની વાસ્તવિક્તા રજૂ કરતા બીજા-ત્રીજા શેર ખૂબ ગમી ગયા. ફૂંકથી ન ઓલવાતા દીવાને ઝાંખો કરવા આજુબાજુ રોશની કરી ઝાંખો કરવાની વાત બીજાની લીટી નાની કરવાને બદલે આપણી લીટી લાંબી કરવી જોઈએવાળી વાતને સમાંતર જતી હોય એમ લાગે છે.

7 Comments »

 1. NARENDRASINH said,

  January 22, 2015 @ 3:07 am

  ફૂંકથી હું ના બુઝાયો એટલે
  આસપાસે રોશની એણે કરી વાહ વાહ
  અત્યન્ત ખુબ સુન્દર ગઝલ

 2. meghbindu said,

  January 22, 2015 @ 7:56 am

  આભા૨ ગઝ્લ રજુ કરવા બદ્લ્ મેઘ્ બિન્દુ

 3. Manish V. Pandya said,

  January 22, 2015 @ 10:53 am

  મહેફિલ બસ આખી ઝૂમી ઉઠી,
  એવી ગઝલ ‘ મેઘબીન્દુ’ એ કરી.
  સુંદર ગઝલ.

 4. yogesh shukla said,

  January 22, 2015 @ 9:55 pm

  સુંદર રચના ,

 5. Rajnikant Vyas said,

  January 22, 2015 @ 11:15 pm

  અનોખી ગઝલ.

 6. Girish Parikh said,

  January 24, 2015 @ 11:58 pm

  કેમ એની વાતને માને ખુદા !
  મોત માટે બંદગી એણે કરી
  – મેઘબિંદુ

  ચોથો શેર મને વિશેષ ગમ્યો. http://www.girishparikh.wordpress.com પરકંઈક આવી જ વાત રજૂ કરતું તાજેતરમાં પોસ્ટ કરેલું મારું ચતુર્શબ્દ મુક્તક વાંચશો.

 7. Harshad said,

  January 31, 2015 @ 6:25 pm

  Really Heart Touching.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment