ભીતરથી ઊઠે એનો ક્યાં જઈ થઈ શકે ઇલાજ ?
દીપકનો દાહ હોય તો ઝટ જાવ વડનગર.
વિવેક મનહર ટેલર

ગઝલ – વિવેક કાણે ‘સહજ’

તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથીને ?
સંકેલો છો જે સ્વપ્ન,એ ભીનું તો નથીને ?

આ મોડસઑપરૅન્ડી તો એની જ છે નક્કી
હથિયાર કતલનું જુઓ, પીછું તો નથીને ?

સરખું છે અમારું, કે તમારું, કે બધાનું,
દુ:ખોનું તપાસો, કોઈ બીબું તો નથીને ?

નીકળ્યા જ કરે, નિત્ય નવાં સ્વપ્ન નિરંતર,
પલકોની પછીતે કોઈ ખિસ્સું તો નથીને ?

જન્મ્યા અને જીવ્યા, ને પછી મોતને ભેટ્યા
આયુષ્ય ‘સહજ’ એટલું સીધું તો નથીને ?

– વિવેક કાણે ‘સહજ’

મોડસઑપરૅન્ડી (કામ કરવાની પદ્ધતિ) જેવો લેટિન ભાષાનો શબ્દ ગુજરાતી ગઝલમાં આમ સુપેરે ઉતરેલો જોઈએ ત્યારે ભાષાની સરહદો ઓગાળીને “આપણી” ગુજરાતી સંજીવની પામતી હોય તેવો મીઠો ઓડકાર જરૂર આવે. મક્તાનો શેર તો દિગ્મૂઢ કરી નાંખે એટલો સરળ અને એટલો ગહન થયો છે…

બાય ધ વે, આવતીકાલે કવિનો જન્મદિવસ પણ છે… કવિને વર્ષગાંઠની આગોતરી વધાઈ…

14 Comments »

 1. Rina said,

  March 15, 2014 @ 2:45 am

  Awesome….. and happy b’day in advance to the poet….and to you too

 2. perpoto said,

  March 15, 2014 @ 3:29 am

  વાહ ગઝલ

  બધાં મઝામાં ?
  શું એવું તો નથીને
  દુઃખમાં બધાં

 3. narendrasinh said,

  March 15, 2014 @ 3:49 am

  જન્મ દિવસ નેી સુભકામ્નાઓ

 4. P.P.Mankad said,

  March 15, 2014 @ 6:06 am

  Vivek ‘Kaane’

  Shun Jaane

  PPM temni ghazal

  kevi vakhaane?

  Happy birthday tomorrow.

 5. gunvant thakkar said,

  March 15, 2014 @ 11:48 am

  સહજ, સરળ, સુંદર ,

 6. ડૉ.મહેશ રાવલ said,

  March 15, 2014 @ 1:34 pm

  સુંદર ગઝલ… કવિશ્રી ‘સહજ’ની ગઝલમાં ગહનતા, એમના તખલ્લુસને હંમેશા ઉજાગર કરે એ રીતે ઘૂંટાઇને આવે છે.
  -અભિનંદન.

 7. Harshad said,

  March 15, 2014 @ 9:06 pm

  Happy Birth day. Like your gazal, awesome!!!!

 8. Manubhai Raval said,

  March 16, 2014 @ 1:09 am

  Happy Birth day

 9. Suresh Shah said,

  March 16, 2014 @ 1:18 am

  વિવેકજી, વાઢદિવસચી શુભેચ્છા.

  દુ:ખોનું તપાસો, કોઈ બીબું તો નથીને ? – બીબાઢાળ દુઃખો ની વાત ગમી.
  તેવુંજ ખિસ્સાની છે, જેમાંથી નીકળ્યા જ કરે, નિત્ય નવાં સ્વપ્ન નિરંતર!

  સ્વપ્ન – આંખ – પોપચાને ખિસ્સુ કહેવું ….

  – સુરેશ શાહ, સિંગાપોર

 10. lalit trivedi said,

  March 16, 2014 @ 3:26 pm

  જન્મદિન મુબારક હો ! ગઝલ નવજાત રતુમડેી સરસ ! અભિનન્દન્!

 11. kiran said,

  June 11, 2014 @ 6:19 am

  નીકળ્યા જ કરે, નિત્ય નવાં સ્વપ્ન નિરંતર,
  પલકોની પછીતે કોઈ ખિસ્સું તો નથીને ?
  સરસ

 12. Tushar Mehta said,

  April 7, 2015 @ 2:18 am

  Very good.
  can anybody provide me Vivek kane’s contact details ?
  I am his old friend. Have lost contact since many years.

 13. વિવેક said,

  April 7, 2015 @ 2:35 am

  @ Tushar Mehta:

  You may get re-connected with Vivek Kane at https://www.facebook.com/visahaj

 14. Sureshkumar Vithalani said,

  November 9, 2017 @ 7:44 am

  અત્યંત સુંદર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment