સૂઈ જા, ચાદર ! હવે સળ નહિ પડે,
સાંજનો કંકાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

ઠીક છે મારા ભાઈ…- કૃષ્ણ દવે

ઠીક છે મારા ભાઈ…

ઠીક છે મારા ભાઈ
આ તો કરવા ખાતર કરીએ બઘું
સ્મિત પહેરીને ફરીએ વઘુ
બાકી તો આ સંબંધોમાં જ્યાં જુઓ ત્યાં
ઠેકઠેકાણે હોય છે મોટી ખાઈ
ઠીક છે મારા ભાઈ…

રોજ ઉડાડી જાતના લીરા લાગીએ સવા લાખના હીરા
ઠાવકા રહી બોલીએ એવું જળમાં જાણે પાડીએ ચીરા
સાવ રે ઠાલાં પગમાં છાલાં તો ય પ્હેરીને ફરતા રહીએ
બૂટની ઉપર સૂટ ને પાછી હોય ગળામાં ટાઈ,
ઠીક છે મારા ભાઈ…

રોજ પળેપળ બદલી લઈએ કેટલા ચ્હેરાં કેટલાં મ્હોરાં
દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવ રે કોરાં
મૂકવું પડે, ઝૂકવું પડે, ગમતું બઘું કરવું પડે
તોય ભેજામાં લઈને ફરીએ કેટલી રાઈ ?
ઠીક છે મારા ભાઈ…

હૂંફને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે
ટેરવા ઘડીક ટહુકે ત્યાં તો મૂળમાંથી આંગળીયું તૂટે
કેટલું કેટલું હોય ખોવાનું હાથવગું તો હોય રોવાનું
તોય ફરી ફરી કોક મજાનાં ગીતની માફક જિંદગી આખી ગઈ
ઠીક છે મારા ભાઈ…

– કૃષ્ણ દવે

સરળ વાણી પણ વેધક વાત…….

14 Comments »

  1. Rina said,

    March 10, 2014 @ 3:19 AM

    Waahhhh

  2. Rakesh said,

    March 10, 2014 @ 3:33 AM

    Wah bhai Wah!

  3. lata j hirani said,

    March 10, 2014 @ 9:19 AM

    હૂંફને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે
    ટેરવા ઘડીક ટહુકે ત્યાં તો મૂળમાંથી આંગળીયું તૂટે
    કેટલું કેટલું હોય ખોવાનું હાથવગું તો હોય રોવાનું
    તોય ફરી ફરી કોક મજાનાં ગીતની માફક જિંદગી આખી ગઈ
    ઠીક છે મારા ભાઈ…

    vaah vaah… ovari javay evu geet…

  4. ધવલ said,

    March 10, 2014 @ 10:51 AM

    રોજ ઉડાડી જાતના લીરા લાગીએ સવા લાખના હીરા
    ઠાવકા રહી બોલીએ એવું જળમાં જાણે પાડીએ ચીરા
    સાવ રે ઠાલાં પગમાં છાલાં તો ય પ્હેરીને ફરતા રહીએ
    બૂટની ઉપર સૂટ ને પાછી હોય ગળામાં ટાઈ,
    ઠીક છે મારા ભાઈ…

    -સરસ !

  5. Hasmukh Shah said,

    March 10, 2014 @ 11:07 AM

    બહુજ સરસ્

  6. Darshana bhatt said,

    March 10, 2014 @ 5:34 PM

    Wa..h ! Nice philosophy.

  7. Manubhai Raval said,

    March 10, 2014 @ 11:14 PM

    ઠીક છે મારા ભાઈ…

    ઠીક છે મારા ભાઈ
    આ તો કરવા ખાતર કરીએ બઘું
    સ્મિત પહેરીને ફરીએ વઘુ
    બાકી તો આ સંબંધોમાં જ્યાં જુઓ ત્યાં
    ઠેકઠેકાણે હોય છે મોટી ખાઈ
    ઠીક છે મારા ભાઈ…
    બહુજ વાસ્તવિક વાત કરી …ખુબ ખુબ સરસ

  8. raanaabhai said,

    March 11, 2014 @ 9:46 AM

    સાવ મને આમ ફોલી ખાધો ,હું જેવું કાંઇ હોયતોય વાંધો
    મળેતો સૌ પોતાના માટે, કોને કોને કરવો સાંધો
    જરાક અમથો નબળો પડુંતો ,કહેતા ચાલો ભેઠાઇ બાંધો
    એના ભરોસે બેસવા ગ્યા તો સાવ અડોઅડ ખાઇ–ઠિક છે મારા ભાઇ —-દીલ ને ખોતર્યુ.

  9. Harshad said,

    March 11, 2014 @ 7:59 PM

    AWESOME!!! Like to jump and kiss Krishna!!

  10. beena said,

    March 12, 2014 @ 4:54 AM

    આમ તો કાવ્ય ની બોલીની મને બીલકુલ ફાવટા નથી
    છતાં
    એક પ્રતિક્રિયા

    .એતો ઠીક છે મારી બઈ
    પાણીયારામાં પાણી ભરતાં
    આંખે ઝાપત આવે છતાં
    આંખમાં આવેલા પાણી પીવા
    પવાલુ કોની પાસે માંગીએ બઈ
    . ………….એતો ઠીક છે મારી બઈ
    પીયેરમાં કહીએ આમારા ઘરે ઈમ
    સાસરિમાં બોલીએ અમારે ઘરે તેમ
    સાસરા પીયેરનાં સહુ છે મારા
    પણ હું તો કોઈની નહિ
    ………….એતો ઠીક છે મારી બઈ
    ભર્યા ભાણાં પીરસતા પીરસતા
    મનમાં સંકોચાતા કે ભઈ ચટની આજે થોડી ઓછી પડશે
    વાટકો વહેવાર જાળવતા જાળવતા
    મારી માંગણ વાટકી સંતાડી દઈ
    ………….એતો ઠીક છે મારી બઈ
    મહેમાન હતા ને રાંધણિયામાં ખોટી થઈ
    એટલે ભઈ તારી ચિત્ર કળાની હરીફાઈમાં થોડી મોડી પડી
    પરભાતિયા ગાનાર મારા હોઠ પર હવે પડી ગએલા ચીરાને લીધે
    મારા સંગીતને,મારા ચિત્રકાર હાથેથી મારી દીધા તાળા
    ………….એતો ઠીક છે મારી બઈ
    માંદાની પાંગતે રાત દિન ઉઠતા બેઠતા વિત્યું આયખું આખે આખું
    હવે ચાલવાની ના પાડવાની જક લઈને બેઠેલા પગને અરજ કરવા
    જાતે જઈને લઈ આવેલા વૉકર ને ટેકે ટેકે
    પોઢી જવાની શય્યા સુધી આખરે પહોંચી જ જઈશ કોઈ ફિકર નઈં
    ………….એતો ઠીક છે મારી બઈ
    ખારાં ખારાં પાણી ઉલેચી
    ખૂદથી ઉપરને ઉપર ઊઠી ઊઠી
    હળવા થઈને હરવા ફરવા ચલા વાદળી બનીને વરસ્યા જા કરીએ
    ………….એતો ઠીક છે મારી બઈ !!!!

    અપરાજિતા

  11. dilip dhagat said,

    March 25, 2014 @ 11:38 AM

    વાહ,……દવેસાહેબ…..દરેકનેી ગઝલ……ખુબ જ ચોટદાર……

  12. dilip dhagat said,

    March 25, 2014 @ 11:41 AM

    ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલેલ છે સ્વેીકારજો…..

  13. La Kant Thakkar said,

    June 27, 2014 @ 8:31 AM

    “તોય ફરી ફરી કોક મજાનાં ગીતની માફક જિંદગી આખી ગઈ”-આશ્વાસન છે…અંતે ,
    સરળ વાણી પણ વેધક વાત…….”
    આવાજ કૈંક મતલબ ની …સ મ ભા વી વાત –
    ……………………………………………………………………………………………..

    પાણા જ પાણા

    “વાતો તો ઘણાય કરે છે મુલાયમ મુલાયમ,
    પણ ભીતર જુઓ તો, કાળા પાણા જ પાણા!
    એમ ક્યાં કોઈ કંઇ આપી દેતું હોય છે કોઈને?
    હકીકતમાં,વહેવારમાં તો સહુ શાણા જ શાણા!
    બાહ્યમાં સૂટ-બૂટ!સજ્જનતાના ગાણાં જ ગાણાં
    ગંજી-ને મોજાં,કચ્છામાં,અંદર તો કાણાં જ કાણાં!
    સંબંધની ખરી વ્યાખ્યા શું,કેવી રીતે કરવી હવે?
    જ્યાં મકસદ બધેય એકજ,સિર્ફ નાણાં જ નાણાં!
    મને ફાયદો શું? મૂલવણી તો આખર નોટો-નાણાં?
    કાયદા,નીતિ,રીતિ નિયમ તો ગણે સૌ અન્યો માટે!
    ખુદને ગણે છે અપવાદ, ખુદ જાણે રાણા જ રાણા.
    ‘હું આમ’ને,‘હું તેમ’બસ બડાશના ગાણાં જ ગાણાં!”

    -લા’કાંત / ૨૭.૬.૧૭

  14. PALASH SHAH said,

    April 14, 2020 @ 5:32 AM

    વાહ દવેસાહેબ….રોજના પહેરવા પડતાં મુખવટા નું સચોટ નિરૂપણ ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment