ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

મુક્તક – નીતિન વડગામા

એટલે તો વેલ પણ મોહી હશે
વાડ કાંટાથી પછી સોહી હશે
આ બધું નસમાં નદીમાં નાવમાં
જે વહે છે એ બધું લોહી હશે.

– નીતિન વડગામા

4 Comments »

 1. Pinki said,

  February 26, 2008 @ 12:40 am

  મોહી પડયા પછી બધું સોહી ઊઠે છે,
  અને અંતે વહે છે લોહી જ …. ??!!

  કવિ આવી જ કંઈક સ્પષ્ટતા કરવા માંગે છે ને, વિવેકભાઈ ?

 2. pragnaju said,

  February 26, 2008 @ 10:51 am

  એટલે તો વેલ પણ મોહી હશે
  વાડ કાંટાથી પછી સોહી હશે
  વાહ્
  યાદ આવી પંક્તીઓ
  નજરુંના કાંટાની ભૂલ મારા વાલમા!
  વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
  આ બધું નસમાં નદીમાં નાવમાં
  જે વહે છે એ બધું લોહી હશે.
  સુંદર
  લોહી નીકળે તેવી વેદના,…
  એ વેદના ના ગહન અંધકારમાંથી
  આત્માને અજવાળતું કાવ્ય નીપજે !

 3. ઊર્મિ said,

  February 26, 2008 @ 10:24 pm

  વાહ… સુંદર મજાનું મુક્તક!

 4. shaileshpandya BHINASH said,

  February 27, 2008 @ 5:19 am

  good……….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment