તમે દિલમાં અને અ મૂર્ખ આંખો છે પ્રતીક્ષામાં,
ગયું કોઈ નથી ને થાય છે પાછું ફરે કોઈ.
ગની દહીંવાલા

ગઝલ – સુરેન્દ્ર કડિયા

ન એકો, ન દ્વિતીયમ્, ન તૃતીયમ્-ચતુર્થમ્
ગહન ગેબ ગુંજે ગઝલ-વેદ પંચમ

શબદ-મોક્ષ, તર્પણ-વિધિ કેમ કરીએ !
અગોચર એ નદીઓ, અગોચર એ સંગમ

વિચારો છે કેવળ વિચરતાં સ્વરૂપો
પછી હોય ઉત્તમ, કનિષ્ઠમ્ કે મધ્યમ્

હથેળીમાં આકાશ મૂકી બતાવ્યું
છતાં લોક પૂછે છે સ્થાવર કે જંગમ

અમે એક મધપૂડો બાંધ્યો છે પગમાં
શું ગચ્છામિ શરણં, શું ગચ્છામિ ધમ્મમ્

– સુરેન્દ્ર કડિયા

ગઝલને પાંચમો વેદ પ્રસ્થાપિત કર્યા પછી પણ શબ્દના હાથે મોક્ષ કેમ પામવો એ તો અગોચર જ રહે છે. જરા નોખા મિજાજની મજાની ગઝલ પણ મને છેલ્લા બે શેર સવિશેષ સ્પર્શી ગયા. ચોથા શેરમાં મટિરિયાલિસ્ટિક જમાનાની માનસિકતા અને છેલ્લા શેરમાં ચંચળ જાતને આકાશકુસુમવત્ શાંતિની વાત કેવી ઉપસી આવી છે!

9 Comments »

  1. Rina said,

    September 6, 2013 @ 3:14 AM

    Awesome…….

  2. narendrasinh said,

    September 6, 2013 @ 3:56 AM

    અમે એક મધપૂડો બાંધ્યો છે પગમાં
    શું ગચ્છામિ શરણં, શું ગચ્છામિ ધમ્મમ્ અતિ સુન્દર

  3. Vinod Dave said,

    September 6, 2013 @ 10:43 AM

    યુગો બાદ જાણે કે સુશુપ્ત પર વિજળી પડી! ધન્ય!

  4. Shah Pravinchandra Kasturchand said,

    September 6, 2013 @ 11:07 AM

    પડ્યો માથે ડુંગર તોયે ન ગયા જાગી.
    પડી’તી પગોમાં બેડી તોયે ગયા ભાગી.

  5. sudhir patel said,

    September 6, 2013 @ 1:48 PM

    કવિ મિત્ર સુરેન્દ્ર કડિયાની ગેબી ગઝલ!
    સુધીર પટેલ.

  6. Manubhai Raval said,

    September 6, 2013 @ 3:10 PM

    હથેળીમાં આકાશ મૂકી બતાવ્યું
    છતાં લોક પૂછે છે સ્થાવર કે જંગમ
    ખુબ સરસ

  7. PRAGNYA said,

    September 7, 2013 @ 9:32 AM

    ખુબ સરસ!!!

  8. jigar joshi prem said,

    September 12, 2013 @ 12:13 AM

    બહુ જ ઉમદા રચના

  9. Kishor Ahya said,

    February 6, 2026 @ 6:56 PM

    શબદ-મોક્ષ, તર્પણ-વિધિ કેમ કરીએ !અગોચર એ નદીઓ, અગોચર એ સંગમ

    વિચારો છે કેવળ વિચરતાં સ્વરૂપોપછી હોય ઉત્તમ, કનિષ્ઠમ્ કે મધ્યમ્

    અમે એક મધપૂડો બાંધ્યો છે પગમાંશું ગચ્છામિ શરણં, શું ગચ્છામિ ધમ્મમ્

    કવિ શ્રી સુરેન્દ્ર કડિયા ની ‘ગઝલ’ શીર્ષક ના તમામ શેર સરસ થયા છે ઉપરના શેર બહુ ગમ્યા. જેણે પગમાં મધપૂડો બાંધ્યો હોય તે ધર્મનો મર્મ સમજે છે તે સ્વયં પોતે જ ધર્મ છે તેને શરણં જવાનું ક્યાં?

    વિચાર ઉપર પણ કવિએ સરસ વાત કરી છે વિચાર એ વિચાર છે પછી એનું સ્વરૂપ શું છે તેનું કોઈ મહત્વ નથી આધ્યાત્મિક જગતમાં વિચાર સારો હોય કે કનિષ્ઠ, કોઇપણ વિચાર રહે નહી ત્યારે આવી અવસ્થામાં જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેને જે.કૃષ્ણમૂર્તિ thouthlessness mind કહે છે. શેરમાં આ વાત સરસ વણી લીધી છે.

    તર્પણ વિધિ પર થોડો પ્રહાર કર્યો છે .શબ્દ ની તર્પણ વિધિ કેમ કરીએ? અગોચર નદીઓ, અગોચર સંગમ! આજગત એક રહસ્ય છે અહીં દેખાય છે તેથી અનેકગણું અગોચર છે જે ક્યારેય કોઈએ જાણ્યું નથી ને જાણી શકાય એવું પણ નથી.

    સરસ શેર’ગઝલ’ લખવા બદલ કવિ શ્રી સુરેન્દ્ર કડિયાને ખૂબ ખૂબ અભિનંદન.
    શ્રી વિવેકભાઈએ ગઝલની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે.ધન્યવાદ.

    🌹🌹🌹🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment