બે ઘડીની આ રમતને શું કરું?
શ્વાસ સાથેની મમતને શું કરું?

આખરે તો હારવાનું છે પછી,
મોત સામેની લડતને શું કરું?
હિમલ પંડ્યા ‘પાર્થ’

આંગળીમાંથી – મનોજ ખંડેરિયા

સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી
ન થતી જાણ ને વીંટી સરે છે આંગળીમાંથી

કરું જો બંધ મુઠ્ઠી- હસ્તરેખા થઈ જતી ભીની,
ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી

ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી

જીવનની શુષ્ક બરછટતાનું આશ્વાસન છે એક જ આ
સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને –
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની –
હજી પણ વાસ કૈં આવ્યા કરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

– મનોજ ખંડેરિયા

સૌજન્ય – ટહુકો.કોમ

આ ગઝલ ‘ટહુકો’ પર વાંચી અને એકદમ સોંસરવી અંદર ઉતરી ગઈ…..

9 Comments »

 1. વિવેક said,

  April 21, 2013 @ 1:03 am

  સાદ્યંત સુંદર અને સંતર્પક રચના…

 2. sweety said,

  April 21, 2013 @ 3:12 am

  ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
  સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી
  બહુજ સરસ

 3. Akhtar Shaikh said,

  April 21, 2013 @ 4:15 am

  વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને –
  છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

  સરસ

 4. Pravin Shah said,

  April 21, 2013 @ 6:18 am

  સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી….

  સુંદર રચના !

 5. perpoto said,

  April 21, 2013 @ 7:01 am

  ચમત્કારી છે
  આંગળીઓ મળી છે
  કંકુ ખરે છે….

 6. pragnaju said,

  April 21, 2013 @ 8:20 am

  સરસ ગઝલ
  વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને –
  છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

  પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની –
  હજી પણ વાસ કૈં આવ્યા કરે છે આંગળીમાંથી
  વાહ્

 7. Harshad said,

  April 21, 2013 @ 10:44 am

  Very nice!!
  Awesome gazal. I like it by heart.

 8. Maheshchandra Naik said,

  April 21, 2013 @ 3:34 pm

  સરસ ગઝલ, ગઝલકાર શ્રી મનોજ ખંડેરીયાને શ્રધ્ધાસુમન ………………………..

 9. Harsha said,

  April 22, 2013 @ 9:25 pm

  વાહ !મનોજભાઈ ખૂબ જ ઉત્તમ રચનાઓ લખે છે.ઘણું સરસ.

  ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
  સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment