એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નીરજ વ્યાસ

નીરજ વ્યાસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ચોમાસાએ... - નીરજ વ્યાસચોમાસાએ… – નીરજ વ્યાસ

ચોમાસાએ ફૂંક્યો મંતર,
કૂંપળ ફૂટે પથ્થર પથ્થર.

હાથ હવાએ લંબાવ્યો ત્યાં,
મ્હેકી ઊઠે આખું અંબર.

ટૌકા વેરી વગડો નાચે,
માથે ઓઢી લીલું છત્તર.

ફૂલો પર ઝાકળ બેસીને
મનભર પીતાં મીઠું અત્તર.

ભીની ભીની ફોરમમાંથી,
શમણાં કોળે સુંદર સુંદર.

– નીરજ વ્યાસ

કોણે કહ્યું કે ગઝલ એટલે પ્રિયતમા સાથે એકાંતમાં કરાતી ગૂફ્તેગૂ ? આ જુઓ… નખશિખ સૌંદર્યરસપ્રચૂર ગઝલ…  એક એક શેરમાંથી નિતાંત પ્રકૃતિ નીતરે છે…

Comments (3)