પારખાં ત્યારે જ મિત્રોના થશે,
કોઈની વેળા કવેળા થાય છે.
રાજુ રબારી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પુનશી શાહ ‘રંજનમ’

પુનશી શાહ ‘રંજનમ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




એક ઘડી હું તારી રે – પુનશી શાહ ‘રંજનમ’

સાઠ ઘડી હું ગોપાલકની
         એક ઘડી હું તારી રે,
શ્યામમુરારિ
           એક ઘડી હું તારી,

સાંવરિયા, મૈં ભટકી દિનભર,
વ્રજમાં ગોરસ વેચ્યું ઘરઘર,
રાત થતાં ઈહલોક થકી પર,

માધવ ગિરિધર
       લીન તુંમાં બનનારી રે,
શ્યામમુરારી
         એક ઘડી હું તારી રે ! 

– પુનશી શાહ ‘રંજનમ’

મીરાં-ભાવે લખેલું ગોપીગીત. નિતાંત મીઠું. રસાળ. ફરી ફરી ગવાયા કરે એવું. પુનશી શાહના ગીતોનો આ મારો પહેલો પરિચય છે. એમની વધુ રચનાઓ શોધવી પડશે. સાથે જુવો : મેરે પિયા

Comments (1)