‘અહાહા’, ‘વાહ’, ‘દોબારા’, અને ‘ક્યા-બાત’ વાગે છે,
ગઝલને દાદ રૂપે ફેંકો એ ખેરાત વાગે છે.
– જુગલ દરજી

વિશ્વ-કવિતા:૦૨: ત્યારથી (અસમિયા) અનુપમા બસુમતારી, અનુ. નૂતન જાની

મારો પોષાક પથ્થરનો
મારાં ઘરેણાં પથ્થરનાં
મારા હોઠ – તે સુદ્ધાં પથ્થરના હતા;
હું કશું જ બોલી શક્તી નહોતી.

તે આવ્યા,
તેમણે મારી તરફ જોયું
મારાં જીર્ણ અંગેઅંગ નીરખ્યાં,
કાળજીપૂર્વક કોતર્યાં
મારાં સ્તન, મારા હોઠ ને આંસુ
પથ્થરના શરીરમાંથી કાઢીને
તેઓ મને
એક જુદા જ પથ્થરમાં ઘડતા ગયા.

એમના હાથમાં જાદુ હશે,
અથવા તો તે વેળા જ હશે
હૃદયના મિલનની-
એક દિવસ
મારું હૃદય ધડકવા લાગ્યું
અને મારા બાહુઓએ
એમને નજીક લીધા
ત્યારથી હું સ્ત્રી છું.

-અનુપમા બસુમતારી (આસામી)
અનુ. નૂતન જાની

સ્ત્રી હોવાના મનોભાવો જે સૂક્ષ્મતાથી આ કાવ્યમાં કંડારવામાં આવ્યા છે એ જવલ્લે જ કોઈ કાવ્યમાં જોવા મળશે. કવિતાની શરૂઆત જ કવયિત્રી એ પોષાક અને ઘરેણાંથી કરી છે એ પણ સૂચક છે. એ આવ્યા પણ એ કોણ એ કવયિત્રી સહેતુક અધ્યાહાર રાખે છે. એ કોણ? સર્જનહાર કે પ્રિયતમ? અને એ જ્યારે એને ઘડે છે ત્યારે કવયિત્રી વળી સહેતુક સ્તન, હોઠ અને આંસુ- આ ત્રણ શબ્દો વાપરે છે. આ જ સ્ત્રીનો સરવાળો છે અને કવિતાના શબ્દોની ખરી કમાલ પણ છે. પણ આ પથ્થરમાં હૃદય ધડકે તો પણ એ સ્ત્રી નથી બનતો. આ પથ્થર સ્ત્રી બને છે એના પ્રિયતમને બાહુઓમાં સમેટી લે ત્યારે…

8 Comments »

  1. pragnajuvyas said,

    December 4, 2007 @ 10:50 AM

    ખૂબ સુંદર
    આંખ બંધ કરીને અનુભવવાની કવિતા

  2. ધવલ said,

    December 4, 2007 @ 10:59 AM

    પથ્થરના શરીરમાંથી કાઢીને
    તેઓ મને
    એક જુદા જ પથ્થરમાં ઘડતા ગયા

    – સરસ !

  3. ઊર્મિ said,

    December 4, 2007 @ 2:40 PM

    સુંદર…

  4. ભાવના શુક્લ said,

    December 4, 2007 @ 5:39 PM

    નો કોમેન્ટ્સ્!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  5. manvantpatel said,

    December 5, 2007 @ 12:18 AM

    વાહ !

  6. hemantpunekar said,

    December 5, 2007 @ 12:46 AM

    ખૂબ સરસ!

  7. haresh said,

    April 30, 2011 @ 4:22 AM

    ધમાલ્

  8. Anil Shah.Pune said,

    August 30, 2020 @ 1:11 AM

    એક છોકરી હતી હું,
    હસ્ત મેળાપ થયો હતો,
    મન મેળાપ બાકી હતો,
    સોળે શણગાર સજી હતી હું,
    તોય છોકરી હતી હું,
    બહાર આનંદ ઉમંગ ને છોળો,
    મારા મનમાં મૌન ને ડરનો હોબાળો,
    લોકો ની સરભરા થી રાજી હતી હું,
    પણ છોકરી હતી હું,
    એકલી ઓરડામાં શાંત હતી, વીચારમાં,
    સજાવટ બધી એકાંત હતી, નજરમાં,
    શું થશે, કેમ થશે કોરી આંખે રડતી હતી હું,
    ગમે તેમ છોકરી હતી હું,
    પછી કમાડ વાખવાનો ધીમો અવાજ,
    કાનમાં આવતો નાથ ના પગરવ નો અવાજ,
    બાજુમાં એ ને થરથર કાંપતી હતી હું,
    તે છતાં છોકરી હતી હું,
    પછી એમનો સ્પર્શ, એક અનોખો અહેસાસ,
    પછી ચુંબન, આલિંગન ને ઉભરાતો શ્વાસ,
    ખબર નહીં પછી જાગતી કે ઉંઘતી હતી હું,
    હવે છોકરી મટી ગઈ હતી હું,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment