લઘુકાવ્ય -ગુરુનાથ સામંત (અનુ. સુરેશ દલાલ)
મેં મારી કવિતા
તને વાંચી સંભળાવી’તી
તેં કહ્યું તું:
‘સમજાતી નથી’
કોરા ચહેરાની
તે એક બપોર
મેં એવી જ
સાચવી રાખી છે.
-ગુરુનાથ સામંત (મૂળ રચના મરાઠીમાં… અનુ. સુરેશ દલાલ)
મેં મારી કવિતા
તને વાંચી સંભળાવી’તી
તેં કહ્યું તું:
‘સમજાતી નથી’
કોરા ચહેરાની
તે એક બપોર
મેં એવી જ
સાચવી રાખી છે.
-ગુરુનાથ સામંત (મૂળ રચના મરાઠીમાં… અનુ. સુરેશ દલાલ)
RSS feed for comments on this post · TrackBack URI
pragnajuvyas said,
November 26, 2007 @ 10:15 AM
ગુરુનુ લઘુ કાવ્ય
સરસ
‘કોરા ચહેરાની
તે એક બપોર’
હૈયાસુના સમીપ અમથા ઢોળેલા હ્રુદયની વાત!
કે
વનવગડે વાદળીએ ઢોળેલા જળની વાત!!
ભાવના શુક્લ said,
November 26, 2007 @ 11:48 AM
કોઈક સમયે પડઘો થઈને પાછી ના ફરતી એ યાચના ના બપોરી કોરાપણાથી કાવ્ય કેટલુ ભીનુ ભીનુ થયુ!!!!!!!!!
વિવેક said,
November 26, 2007 @ 10:28 PM
સરસ ભાવરચના… બપોર અને કોરા ચહેરાની તાદૃશ્યતા ઘણું કહી જાય છે !
Pinki said,
December 2, 2007 @ 1:58 PM
મેં મારી કવિતા
તને વાંચી સંભળાવી’તી
તેં કહ્યું તું:
‘સમજાતી નથી’
ભાવવિહિન કોરા ચહેરાની
ખૂબ જ ભાવવાહી રચના……….. !!