મુક્તક – રાજેન્દ્ર શાહ
ઘરને ત્યજી જનારને
. મળતી વિશ્વ તણી વિશાળતા.
-રાજેન્દ્ર શાહ
મુક્તક એટલે મોતી. મોતી એટલે અતાગ દરિયાના તળિયે પોઢેલી એક છીપની પાંપણનું સમણું. ક્યારેક એક મોતીમાં એક આખો સમંદર ભર્યો પડ્યો હોય છે. એક જ લીટીના આ મુક્તકનો વિચાર વિસ્તાર કરવો હોય તો?
Pinki said,
November 10, 2007 @ 2:26 PM
નાનું પણ નાનાવિધ ……અર્થ ધરાવતું સુંદર મુક્.તક
વિચાર વિસ્તારમાં ફરી નિબંધ લખાય જશે …….!!
pragnajuvyas said,
November 11, 2007 @ 10:51 AM
અજ્ઞાતનું કહેવું છે- તું બસેરા (ઘર) છોડ અન વિશ્વ તારું બનાવ
વ્અત્’નહીં હૈ તેરા નશેમન
કશરે સુલતાની કે ગુબંદ પર
તુ શાહી હય બશેરા કર
પહાડોંકી ચટાનોં પર’
tridiv said,
November 13, 2007 @ 2:02 AM
બહુ સુન્દર્
Atul Jani (Agantuk) said,
November 13, 2007 @ 5:07 AM
તજી દીધો મે મારો ક્ષુદ્ર અહમ
મને મળ્યો અગાધ આતમ દરિયો.
'ભભાઈ' ભરત પાઠક said,
April 27, 2015 @ 7:19 PM
વિયોગિની છંદમાં લખાયેલું આ મુક્તક કાનથી વાંચતાં ખ્યાલ આવ્યો કે પહેલી પંક્તિમાં સ્હેજ છાપ-ભૂલ લાગે છે; કદાચ મૂળ આમ હશે?
“ઘરને ત્યજીને જનારને” ?
‘ત્યજી’ હોય તો છંદ લથડે; એવી શિથિલતા રાજેન્દ્ર શાહનાં કાવ્યોમાં કદી જોવા મળી નથી.