ખસેડીને – હરીશ ધોબી
નડ્યાં’તા કંટકો જ્યાં ખૂબ એડીને
ફરી પાછી મેં પકડી એ જ કેડીને
બધીયે શાંત ઇચ્છાઓ કરી દીધી
સદા માટે મેં પાણી ઠંડુ રેડીને
નથી સંભાવના વરસાદની કોઈ
અને ખેતર મેં મૂકી દીધું ખેડીને
મથે છે કોણ જાણે સિદ્ધ શું કરવા
સતત એ રાગ એનો એ જ છેડીને
અચાનક આમ એ પ્હોંચી ગયા આગળ
મને આખ્ખોય બાજુ પર ખસેડીને
– હરીશ ધોબી
કાલોલ, પંચમહાલના કવિની એક શાનદાર ગઝલ આજે અમારા હસ્તક્ષેપ વિના માણીએ….
perpoto said,
December 22, 2012 @ 4:24 AM
ઉલેચે ગયો
કુવા તળીયા સુધી
અંધાર ઘેરો
Pravin Shah said,
December 22, 2012 @ 5:21 AM
અચાનક આમ એ પ્હોંચી ગયા આગળ
મને આખ્ખોય બાજુ પર ખસેડીને
સુંદર મક્તા સહિત આખી ગઝલ સરસ !
urvashi parekh said,
December 22, 2012 @ 8:37 AM
સરસ રચના.
અચાનક એ પહોન્ચી ગયા એ આગળ,
મને આખ્ખોય બાજુ પર ખસેડીને, સરસ,
Jigar said,
March 28, 2016 @ 7:38 AM
વાહ વાહ અતિસુંદર !