યાત્રા – યોગેશ જોષી
મન થયું,
નિરુદ્દેશે
લાવ,
ફરી આવું થોડું –
પહાડો – નદીઓ – સૂર્ય – ચંદ્ર – તારા
ગ્રહો – ઉપગ્રહો – નક્ષત્રો સુધી…
મારાં ટેરવાં
ફરતાં રહ્યાં
તારી હથેળીમાં…
– યોગેશ જોષી
સાચી યાત્રા એ લોક-પરલોકભ્રમણ નથી, સાચી યાત્રા છે પ્રેમ. સ્પર્શ. સહેવાસ.
ડૉ.મહેશ રાવલ said,
December 13, 2012 @ 3:19 AM
કવિશ્રીએ પ્રેમ અને સાહચર્યની ઉત્તમ અભિવ્યક્તિનું સરસ નિરૂપણ કર્યું છે અહીં…..અને એ પણ ચમત્કૃતિસભર….
-અભિનંદન યોગેશભાઇ.
P. P. M A N K A D said,
December 13, 2012 @ 6:11 AM
અતિ ઉત્ત્મ ! ગુજરાતિમા આ પ્રથમ પ્રયાસ હોવાથિ ભુલચુક માફ કરશો.
pragnaju said,
December 13, 2012 @ 8:02 AM
મધુર અભિવ્યક્તી
યાદ
પલડે મારું તન તો તુ ભીનાશ જેવો લાગે..,
લપેટાઉ હું જો વસ્ત્રમાં તો સ્પર્શ જેવો લાગે..,
Rina said,
December 13, 2012 @ 8:40 AM
beautiful expression…….
vijay joshi said,
December 13, 2012 @ 9:22 AM
બહુ સરસ
ભલે કેટલુ પણ અપ્રતિમ હોય દુરનુ વિશ્વ -એ બધુ નજીવું લાગે પ્રિતમના સાનિધ્યમાં
wander the worlds I may,
bliss of your touch
I will prefer any day!
rajendra karnik said,
December 13, 2012 @ 10:57 AM
ભલે ટેરવા હથેળીમાં ફેરવ્યા પણ અહેસાશ તો રાજા મહારાજાઓ ન કરાવી શકે તેવો કરાવ્યો ને ? આપને અનેક ધન્યવાદ.
રાજેન્દ્ર કર્ણિક
Maheshchandra Naik said,
December 18, 2012 @ 3:56 PM
સરસ વાત ઓછા શબ્દો દ્વારા કરી, હ્ર્દયની અનુભુતી આંગળીના ટેરવા જ્યારે હથેળીમા સ્પર્શી જતા જે આનદ કવિશ્રીએ અનુભવ્યો એ જરુર મનભાવન હશે…………………….