ઝાકળબુંદ : _૧૩ : ગઝલ – ગુંજન ગાંધી
એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું?
જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો
એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું?
લાગણી મારી ટકોરા બારણે પાછી વળી
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?
જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?
કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?
-ગુંજન ગાંધી
અમદાવાદના ગુંજન ગાંધીની એક ગઝલ કોઈ પૂર્વભૂમિકા વિના જ માણીએ.
Pinki said,
October 13, 2007 @ 6:31 AM
દરેક શેર ખૂબ મજાના…………
ખૂબ મજા આવી !!
અભિનંદન ગુંજનભાઈ,
આમ જ તમારા શબ્દો ગુંજતા રહે………!!
જયશ્રી said,
October 13, 2007 @ 9:08 AM
સુંદર ગઝલ….
મને આ શેર તો ખૂબ જ ગમ્યો….. too good…!!
જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?
અને આ પણ મસ્ત છે..
જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો
એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું?
અભિનંદન ગુંજનભાઇ….
Shah Pravinchandra Kasturchand said,
October 13, 2007 @ 9:44 AM
જાગતો હોવા છતાં મેં ડોળ ઊંઘવાનો કર્યો
એક સપનું ભૂલથી આવી ગયું તો શું થયું?
કેમ લાગે છે હવે જો આમ મેં નાખ્યું લખી?
લાગે છે મેં ભૂલ કરી? થઈ તો પણ શું થયું?
ગુંજનભાઈ,
બહુ સરસ રચના બની છે.
અભિનંદન !
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.
pragnajuvyas said,
October 13, 2007 @ 10:23 AM
વાહ સરસ ગઝલ
તેમાં
લાગણી મારી ટકોરા બારણે પાછી વળી
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?
અને
કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?
ખુબ…સુંદર
અભિનંદન ગુંજન ગાંધી….
ધવલ said,
October 13, 2007 @ 3:03 PM
કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?
– બહુ સરસ !
shaileshpandyaBHINASH said,
October 14, 2007 @ 4:16 AM
nice…
ઊર્મિ said,
October 14, 2007 @ 8:59 PM
સુંદર અને સ-રસ ગઝલ…. અભિનંદન ગુંજન!
Bhavna Shukla said,
October 14, 2007 @ 9:32 PM
કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?
………………………………………………………….
લો કરો વાત… આજ તો તાજગી છે ઝાકળસમ.
(સાવ સાચુ કહુ તો વાચતાજ મનમા થઇ ગયુ ઢેન ટે ણેણ્…….)
દર્દ અને વેદના…… લાચારી ને વ્યથા…..બેખબરી અને બેવફાઇ……
ગઝલ એટલે મોટેભાગે આવી વંચનાઓથી અનેક વાર વાસીપણુ ધરાવતી હોય ત્યા આ તાજગી
ખરે જ તરોતાજા કરી ગઈ આવતુ આખુ વીક સુધરી ગયુ.
ગુંજનભાઇ નો આભાર અને હાર્દીક અભિનંદન.
સુનીલ શાહ said,
October 15, 2007 @ 12:38 AM
સરસ રચના.
ગુંજન ગાંધી said,
October 15, 2007 @ 12:51 AM
ભાવનાબેન, આખુ વીક સુધરી જાય કોઈનું એવી જો ગઝલ થાય તો બહુ મોટી વાત છે..પણ આ શબ્દની તાકાત છે અને અમે સર્જક હોવાનો દાવો ના કરી શકીએ..બસ નિમિત્ત છીએ આ શબ્દોનું વહન કરવાનું..
વિવેકનો આભાર કે ઓર્કુટ પરના એક નાનકડા ‘સ્ક્રેપ’ સંવાદ અને એક-બે લીટીના નાનકડા મેઈલ પરથી આ વાત લયસ્તરોના ભાવકો સુધી પહોંચાડી આપી…
સૌ મીત્રોનો આભાર..
કુણાલ said,
October 15, 2007 @ 4:33 AM
મજાની ગઝલ…
લાગણી મારી ટકોરા બારણે પાછી વળી
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?
આ સહેજ મોડું જ તો સાલુ ઘણુ દર્દનાક હોય છે.. !!!! અને મોડું જ ફક્ત થાય તો સહેવાય.. પણ .. જો બારણુ ખૂલે જ નહી તો !!!!!
રઈશ મનીઆર said,
October 25, 2007 @ 9:22 PM
થોડી મોડેથી ગઝલ વાંચી એટ્લે પ્રતિભાવ પણ મોડેથી આપું છું.
સારો પ્રયાસ. દરેક શેરમાં શેરિયત છે. અભિનન્દન
અનામી said,
December 7, 2008 @ 6:53 AM
પ્રતિભાવ આપવામાં ઘણો મોડો છુ પણ છતાં એમ જ કહેવાનો કે………..
લાગણી મારી ટકોરા બારણે પાછી વળી
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?
heena said,
January 12, 2009 @ 12:11 AM
જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?
વાહ્…………કેટ્લુ સરસ………….
ખુદ પર વીતે તો જ ખબર પડે…………
ખુબ ઊ’ડી વાત કહી……….
kirankumar chauhan said,
January 25, 2009 @ 7:45 AM
gunjanbhai kya baat hai! adbhut…adbhut gzal.
kanchankumari parmar said,
November 6, 2009 @ 3:24 AM
ખુટિયા છે લાગણિ ના જળ વાલમ તારિ આંખોમા ;શોધુ હું શમણા ના જળ વાલમ તારિ આંખોમા…….