આપણી વચ્ચે જે છે એ યુદ્ધ છે કે શું છે, દોસ્ત ?
આપણી વચ્ચે છે આજે ચાંપતો અંધારપટ.
વિવેક મનહર ટેલર

નિર્માણ – પ્રીતમ લખલાણી

લીલુંસૂકું ભરડતા
ઘાંચીના બળદે
એક સાંજે
ભગવાનને પ્રાર્થના કરી
કે
હે! દીનાનાથ
હવે ફરી
આવતા ભવે
બળદનું આયખું ન આપીશ !
આજે સવારે
બળદને જન્મ આપવાનું વિચારતા
બ્રહ્માની નજર
લોકલ ટ્રેનમાં લટકતા
મજદૂરના હાથમાં
ઝૂલતા ટિફિન પર પડી
અને તેણે
એક વધારે
માણસનું
નિર્માણ કરી નાખ્યું !

– પ્રીતમ લખલાણી

આત્માને ઝંઝોળી નાખે એવી નાની સરખી કવિતાઓ રચવાની કવિને હથોટી છે. વળી કવિ કાવ્યનું નામ ‘નિર્માણ’ રાખે છે જે ચોટમાં ઉમેરો જ કરે છે.

2 Comments »

  1. અનામી said,

    December 1, 2008 @ 3:45 PM

    અદભુત યાર અદભુત! વધુ કોઈ શબ્દો નથી.

  2. Jigar said,

    June 21, 2016 @ 3:17 AM

    પ્રીતમજી
    તમારા અહીં લયસ્તરો પર વાંચેલા તમામ અછાંદસો ખરેખર અદ્ભુતાદ્ભુત છે !!!
    આ માટે લયસ્તરોનો ખુબ ખુબ આભાર
    અને
    પ્રીતમજીનાં વધારે અછાંદસો અહીં વાંચવા મળે એવી લયસ્તરો ટીમને ગુઝારીશ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment