એકાકી – યજ્ઞેશ દવે
જ્યારે
તમે બહુ ઊંચે ચડો છો
બહુ ઊતરો છો ઊંડે
ત્યારે
ત્યારે તમે રહી જાવ છો પાછળ
– એકલા
*
તમે ઊભા છો
રસ્તા વચ્ચે ચોકમાં
પાછળથી એક ટોળું આવે છે
વહી જાય છે દોડતું ધસમસતું પૂરપાટ
તમે ત્યાં જ ઊભા છો
રસ્તા વચ્ચે ચોકમાં
– એકલા
*
મોડી રાત્રે
એ ઝરૂખામાં ગયો
આકાશમાં એક ચાંદો જ હતો
તેણે કહ્યું
‘આટલી રાત્રે એકલો જાગું છું હું
આટલી રાત્રે હું જ જાગું છું એકલો’
ચાંદાએ કોઈ જ ફરિયાદ ન કરી
*
તમે ત્યાં જ હો છો
તમને શોધી કાઢવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને ઊંચે ચડાવવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને પાડવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને ધરબી દેવામાં આવે છે
તમે ત્યાં જ હો છો
તમને શોધી કાઢવામાં આવે છે
– યજ્ઞેશ દવે
એકલતાથી બધાને ડર લાગે છે પણ એકલતા આપણા અસ્તિત્વના તાણાવાણામાં વણાયેલી છે. ટોળું થઈને જીવવું એ સમાધાન છે. જ્ઞાનનો રસ્તો એકલતાનો રસ્તો છે. અસ્તિત્વની ધરી – એકાકીપણા – પર ઊભેલા માણસને કંઈ પણ સમજાવાની શક્યાતા છે, બાકી બીજા બધાને ભાગે તો ગોળ ગોળ ફરવાનું જ આવે છે.
tirthesh said,
March 1, 2012 @ 12:41 AM
perfectly true.
રાકેશ ઠક્કર, વાપી said,
March 1, 2012 @ 4:54 AM
સરસ રચનાઓ…..
જ્યારે
તમે બહુ ઊંચે ચડો છો
બહુ ઊતરો છો ઊંડે
ત્યારે
ત્યારે તમે રહી જાવ છો પાછળ
– એકલા
vineshchandra chhotai said,
March 1, 2012 @ 6:27 AM
જે રસ્તો તમો જવ , તેજ ગહન મ્ાર્ગ બનિ રહે ,ો , રામ ક્રુપા હોઇતો …………..સમ્જ્ય , મર મિર્ત ……………….અભિનદન …………સરસ રચ્ના ……………આબ્ભાર
Darshana Bhatt. said,
March 1, 2012 @ 11:04 AM
ંમારા ભર્યા ભર્યા એકાન્તને મુખર કોલાહલથિ,અનેકાન્ત બનવા દેવાનિ મને આદત નથિ.
ઍકલતા માનનાર જ્ તેને જાનિ શકે.સુન્દર રચના.
વિવેક said,
March 2, 2012 @ 12:53 AM
ચારેય ભાગ આસ્વાદ્ય..ચોથો સવિશેષ ગમ્યો…
pragnaju said,
March 2, 2012 @ 1:43 AM
તેણે કહ્યું
‘આટલી રાત્રે એકલો જાગું છું હું
આટલી રાત્રે હું જ જાગું છું એકલો’
ચાંદાએ કોઈ જ ફરિયાદ ન કરી
ખૂબ સુંદર
‘વિપશ્યના’ની અધ્યાત્મિક અપલિફટિંગની પ્રક્રિયામાં મૌનનું મહત્વ સમજાવવા એક જ ઓરડામાં રહેતા બે જણાને એકબીજા સાથે વાત ન કરવાની સૂચના આપવામાં આવે છે. એક ઓરડામાં કેટલાક દિવસ સાથે રહેનારા બે જણા એકબીજાની હાજરી છતાં મૌન રહેતાં શીખી જાયે ત્યારે એમને ‘એકલતા’માંથી ‘એકાંત’ તરફ જવાની લાગણી સમજાય છે.
આ એકલતા માણસને પોતાની નજીક લઇ આવે છે. ઘોંઘાટમાંથી નીકળીને વિચાર કરતાં શીખવે છે. માણસ વાત કરવાને બદલે વિચાર કરતો થાય છે ત્યારે એની એકલતા એકાંતમાં બદલાઇ જાય છે. જાતે પસંદ કરાયેલું એકાંત વધેલા વર્ષોને આનંદથી જીવવાની જડીબુટ્ટી!
તમે ત્યાં જ હો છો
તમને ઊંચે ચડાવવામાં આવે છે
sweety said,
March 2, 2012 @ 2:11 AM
એકલતાથી બધાને ડર લાગે છે પણ ટોળું થઈને જીવવું એ સમાધાન છે.
કવિ ટેગોર કહે, એકલા ચાલો રે
Pushpakant Talati said,
March 5, 2012 @ 8:02 AM
સરસ મઝાનું અને રુપકદું લાગે તેવું ‘એકલતા’ તથા ‘એકાન્ત’ નાં ભેદ ને સ્પષ્ટ કરતું અને સમજાવતું આ લઘુ-કાવ્ય .
there are very big and vast difference between LONLYNESS and ALONENESS
મને Pragnaju ની કોમેન્ટ ની છેલ્લી લીટી બહુજ પસંદ પડી તેથી તેને બેવડાવું છું હું ફરીથી નીચે –
” જાતે પસંદ કરાયેલું એકાંત વધેલા વર્ષોને આનંદથી જીવવાની જડીબુટ્ટી ! ”
બહુત ખુબ – બહુત ખુબ – બહુત ખુબ – બહુત ખુબ .