અમે પણ – પ્રફુલ્લ નાણાવટી
સભામાં બરોબર ઊભા’તા અમે પણ,
તમારી લગોલગ ઊભા’તા અમે પણ.
નજરથી ઘણા દૂર નીકળી ગયા પણ,
નયનમાં છલોછલ ઊભા’તા અમે પણ.
ડુબાડી એ દેશે કે ઊગરી જવાશે,
તૂટક પર કટોકટ ઊભા’તા અમે પણ.
ગઝલમાં ગજબની હવે ભીડ જામી,
બધાની વચોવચ ઊભા’તા અમે પણ.
હવે ઊભવાની ત્યાં હિંમત નથી રહી,
ફકત ત્યાં મનોમન ઊભા’તા અમે પણ.
– પ્રફુલ્લ નાણાવટી
વાત નાની પણ મજાની ! જાતે ઊભા રહેવાની હિંમત ન થાય એવી જગ્યાએ પણ મનોમન ઊભા રહેવાનો સંતોષ કોણે નહીં લીધો હોય ?!
Maheshchandra Naik said,
October 22, 2011 @ 4:50 AM
સરસ વાત કરી છે…………..
Dr jagdip nanavati said,
October 22, 2011 @ 4:51 AM
વાહ પ્રફુલ્લકાક…..ા
Pushpakant Talati said,
October 22, 2011 @ 6:07 AM
સરસ અને ખરેખર વાસ્તવિકતાને અડોઅડ તથા લગોલગ ઊભી રહી શકે તેવી સુન્દર ગઝલ. – READER નાં દિલમાં સીધ્ધે-સીધ્ધી ઉતરી જઈ અને દિલને છલોછલ કરી દેતી આ રચના કટોકટી જેવું FEEL કરાવતી અને અભ્યાસુનાં જીવન-પર્યટનમાં વચોવચ આવતા-જતા પડાવ સમી આ કવિતા બધાને મનોમન ભાવે તેવી જ તો છે.
શ્રી પ્રફુલભાઈ ને અભિનન્દન.
હું વેરાવળ – સુત્રાપડા હતો ત્યારે પ્રફુલભાઈથી પ્રભાવીત થયો હતો અને આજે ઘણા સમય બાદ તેની રચના ની પ્રાપ્તી થતાં આનન્દ થયો. – આ માટે લયસ્તરોનો પણ આભાર.
મીના છેડા said,
October 22, 2011 @ 6:29 AM
સભામાં બરોબર ઊભા’તા અમે પણ,
તમારી લગોલગ ઊભા’તા અમે પણ.
નજરથી ઘણા દૂર નીકળી ગયા પણ,
નયનમાં છલોછલ ઊભા’તા અમે પણ. વાહ!
pragnaju said,
October 22, 2011 @ 7:46 AM
સ રસ ભાવવાહી ગઝલ
ડુબાડી એ દેશે કે ઊગરી જવાશે,
તૂટક પર કટોકટ ઊભા’તા અમે પણ.
વાહ્
યાદ
ભલે પાગલ મને તું ધાર,
ઊભો છું અદબ વાળી. …..
જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં,
મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં; …
marmi kavi said,
October 22, 2011 @ 9:58 AM
તમે સ્હેજ પાછળ નજર એક નાખો , તમારી કસોકસ ઊભા’તા અમે પણ. વાહ ! પ્રફુલ્લકાકા……….વાહ !
Dhruti Modi said,
October 22, 2011 @ 3:47 PM
વાહ! ખૂબ સુંદર.
P Shah said,
October 23, 2011 @ 4:04 AM
હવે ઊભવાની ત્યાં હિંમત નથી રહી,
ફકત ત્યાં મનોમન ઊભા’તા અમે પણ….
સુંદર વાત કહી !
Jawahar said,
October 28, 2011 @ 3:32 AM
શ્રી પ્રફુલ્લ્ભાઈ,
ખુબ સુન્દર રચના પરન્તુ, ત્રીજી કડી ની બીજી લીટી માં “તુટ્ક” ની બદ્લે તુતક શબ્દ હોવો જોઇઍ એવું લાગે છે.