ગયો – ડો. દિલીપ મોદી
લ્યો, વસંતી સૂર હું સૂણી ગયો
રંગબેરંગી પળે ટહુકી ગયો.
મિત્રતાનું એ કમળ લેવા જતાં
દોસ્ત! કાદવમાં પછી ખૂંપી ગયો.
ખૂટી ગઇ છે મારી પણ ધીરજ હવે
આમ જીવન જીવતા થાકી ગયો.
મારી મરજી હો, ન તારી મરજી હો
આંખથી હું સત્યને સમજી ગયો.
અટકળોની બાહુઓમાં છેવટે
થઇ અધીરો ખુદ સમય વળગી ગયો.
બાગનું સરનામું ક્યાં મળતું હતું?
હું ઇશારે મ્હેંકના પ્હોંચી ગયો.
ગત જમાનાની છબી થઇને ‘દિલીપ’
ભીંતમાંની ખીલી પર લટકી ગયો.
– ડો. દિલીપ મોદી
વિવેક said,
April 5, 2007 @ 9:04 AM
ગત જમાનાની છબી થઇને ‘દિલીપ’
ભીંતમાંની ખીલી પર લટકી ગયો.
-સરસ…
sharukh said,
June 7, 2008 @ 3:39 AM
દિલિપભૈ very nice gazal ા અબ્
અભિનન્દન
શહારુખ
Dr. Dilip Modi said,
June 11, 2008 @ 10:22 AM
Hope our readers will like this ghazal & will give their expert opinion…I am eagerly waiting for…so nice of you…
Ramesh Patel said,
June 11, 2008 @ 7:47 PM
મ્હેંકને ઇશારે પહોંચી ગયો…ગઝલ અને વિચાર
બંને ઉમદા.
રમેશ પટેલ (આકાશદીપ)
તેજસ શાહ said,
July 21, 2009 @ 4:19 AM
ગત જમાનાની છબી થઇને ‘દિલીપ’
ભીંતમાંની ખીલી પર લટકી ગયો.
વાહ. શું વાત છે. મઝાનો શેર.