ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
આદિલ મન્સૂરી

ચાલો– અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ

ચાલો,
આષાઢનાં વાદળો તીડનાં ટોળાં બનીને
ધરતીને ચૂસી ખાય તે પહેલાં,

વિનામોતે મરેલાંની કબરો
હિમાલયનાં શિખરો બની જાય તે પહેલાં,

પ્રેમની વાતોથી
કવિતાના શબ્દોનો રંગ ફટકી જાય તે પહેલાં,

જાળ નાખીને
ચંચલ પાણીમાં સ્થિર ઊભેલો માછીમાર
ભગવાન બની જાય તે પહેલાં,

ચાલો,
ધરતીમાં ઢબૂરાયેલા બીજને
આપણે મૃત્યુની કથા કહેવાની છે.

અને –

અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ ( કવિ પરિચય )

આ થોડી સમજવામાં અઘરી કવિતા હું જેવી સમજ્યો છું તે સમજાવું –

જન્મથી મૃત્યુ સુધીની દરેક જીવિતની નિયતિને કવિએ અહીં અનેક રૂપકો દ્વારા અભિવ્યક્ત કરી છે. આષાઢ પછી આવતી લીલોતરી તો છે પણ તેની પાછળ આવતાં તીડનાં ટોળાં પણ છે. જીવતાં જ મરેલા હોય તેવા માનવો ય છે, અને દંભી સમાજમાં તે હિમાલય જેવા મોટા પણ બની જતા હોય છે. પ્રેમ તો છે પણ તે સાવ રંગ વિહીન, કવિતાના શબ્દોમાં ફટકી ગયેલો પણ છે. બહુ સ્થિર અને નિર્વિકારી દેખાતો શિકારી, બગભગતની જેમ આ જગમાં પૂજ્ય પણ બની જતો હોય છે.

નવા આવનાર જીવના બીજને આ કથા, જીવનની આ બિભીષણ વિડંબના કહીને કવિ આપણા અર્થો જાતે જ કાઢવા આપણને આહ્ વાન આપે છે .

– ‘અને’ કહીને ….

8 Comments »

  1. Harshad Jangla said,

    March 1, 2007 @ 11:57 AM

    મૃત્યુ ની વિષંમ કથા છે પણ …….

    સુંદર

    હર્ષદ જાંગલા
    એટલાન્ટા
    યુએસએ

  2. Neela Kadakia said,

    March 2, 2007 @ 1:15 AM

    મૃત્યુની ભયાનકતા

  3. jina said,

    March 2, 2007 @ 3:21 AM

    મારા એક પ્રોફેસરે કહ્યુ હતું… “કવિતા અને કામિની જેટલાં અધૂરાં સમજાય એટલાં સારાં!!!!”

    – જીના

  4. ધવલ said,

    March 2, 2007 @ 12:07 PM

    ( ખરી વાત છે 🙂 🙂 )

  5. DHAVAL said,

    March 2, 2007 @ 2:52 PM

    ઘવલ પટૅલ

    યર કઇક સરુ લખ ને તુ પન મર વાનિ વતો કરે છે.
    જિવન જિવા મટે છે આ તો મર્યા પછૈ પન અનુભવા નુ છે.

  6. Pinki said,

    April 11, 2008 @ 2:08 AM

    વિનામોતે મરેલાંની કબરો
    હિમાલયનાં શિખરો બની જાય તે પહેલાં-

    જીવતી લાશ બની ગયેલ માણસોને
    જીવતદાન તો,
    બીજ જે જન્મનું પ્રતિક છે તેને મૃત્યુની કથા

    ધરતીમાં ઢબૂરાયેલા બીજને
    આપણે મૃત્યુની કથા કહેવાની છે.

    કવિ જીંદગીમાં રહેલી વિષમતાનો નિર્દેશ કરી
    આપણને દરેક સંજોગોમાં અનુકૂલન સાધવાનો સંદેશ આપે છે
    અને એ જ તો છે ‘art of living’

    “ના બોલ્યામાં નવ ગુણ” કે “બોલે તેના બોર વેચાય” ??!!!

  7. મિત્ર said,

    April 11, 2008 @ 12:20 PM

    ખૂબ જ સુંદર વિચાર ચિત્ર
    મને ખુબ ગમ્યુ

  8. Kirit Joshi said,

    June 15, 2008 @ 8:30 AM

    I think the poet wants to convey that even though all of us are mortal, what we do and convey to our future generations, makes us immortal. We are here to chart a different course for human generation. And it is up to us to pass the wisdom on to the generations which are yet to born.

    Kirit Joshi

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment