એક સુસ્ત શરદની રાતે – નિનુ મઝુમદાર
એક સુસ્ત શરદની રાતે
આળસ મરડી રહી’તી ક્ષિતિજો ને વ્યોમ બગાસું ખાતું હતું;
આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,
ભમતી’તી આછી વાદળીઓ કંઇ ધ્યેય વિના અહીંયાં તહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.
એક સુસ્ત શરદની રાતે
ત્યાં મંદ પવન લ્હેરાયો,
ડાળે પંખી બેચેન થયાં , જરી ઘેનભરી કચકચ કીધી
એક બચ્ચું હરણનું બેઠું થયું, હળવેકથી ડોક ખણી લીધી,
મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું,
ને ભીરુ સસલું ચમકીને બેચાર કદમ દૂર દોડી ગયું.
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો,
ચંપાએ ઝૂકી કાંઇ કહ્યું મધુમાલતીના કાનોમાં;
મધુમાલતી બહુ શરમાઇ ગઇ
અને ઝૂમખે ઝૂમખે લાલ થઇ
ને ચંપો ખડખડ હસી પડ્યો
ભ્રુભંગ કરી રહી વૃક્ષઘટા,
કંઇ ફૂલ બકુલના કૂદી પડ્યાં
મધુવનની ક્યારી ક્યારીએ,
માંડી કૂથલી ઉશ્કેરાઇ ને ચકિત થઇ ગભરુ કળીઓ
ગુલબાસ જૂઇ ગણગણી ઊઠ્યાં,
દર્ભે ડમરાને ગલી કરી,
ને વૃધ્ધ પીપળો ડોકું ધુણાવી
ગયો સમય સંભારી રહ્યો.
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહરાયો,
કાઢીને અંચલ મેઘ તણો દિગ્વધુઓ અંગો લૂછી રહી,
જોવા શશિરાજ ચઢ્યો ગગને, અણજાણને ઇચ્છા જાગી ગઇ;
ક્યહીંથી અણદીઠો સ્નેહ સર્યો પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને,
સૂતેલી ક્લાન્ત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો.
– નિનુ મઝુમદાર
પ્રેમના સામ્રાજ્યનું આ સજીવારોપણથી ભરપૂર વર્ણન, ગુજરાતી કવિતાનું એક અમૂલ્ય ઘરેણું છે. જ્યારે અમદાવાદમાં સાક્ષરો અને સારસ્વતો થી ભરચક અને માત્ર રસીકજનો જ હાજર હોય તેવી સભામાં કવિની પુત્રીએ આ ગીત વાંચી સંભળાવ્યું; ત્યારે તે ત્રણ વખત વન્સમોર થયું હતું .
કોઇ એક લહેરખી ફરી વળે અને પ્રકૃતિના કણેકણમાં આકસ્મિક જ અનંગ જાગી ઊઠે તેનું આટલું સુંદર અને નજાકત ભર્યું વર્ણન વાંચીએ ત્યારે, પ્રેમ એ કેટલી નાજૂક અનુભૂતિ છે તે થોડું થોડું સમજાય છે.
mehul surti said,
February 15, 2007 @ 12:04 PM
હુ રચના ને સ્વરબદ્ધ કરીશ
Rajesh said,
February 16, 2007 @ 6:19 AM
Dear Mehul,
I have heard many songs composed by you.. and i must say you have changed the tradition of composing songs especially of gujarati songs.. westernised touch to the songs had put more flavours and with the changing times.. it is a must.. parampara ne aadhunikta nu adbhut udaharan etle tara geeto..
well mehul, i am announcer in all india radio – mumbai. i do transmission duties in samvadita chaneel, FM Gold and channel for middle east africa.. I need to talk to you..we donot have good collections of latest songs.. i would be happy if you can send me your email id.. where i can approach you?
In nut shell, kindly tell me from where i can have your CDS.
my email id is rajesh_rajgor2003@yahoo.com
Kindly send me an email.. tamara jeva adhuniktani aangali jaline aapni gujrati paramparane agal vadharnara nava jom ane jussani jarur chhe jethi badalta yugma gujratni asmita ne enu gaurav jalvaay. ane aavu karva maate darek gujaratie prayatna karva padshej.. nava dhara dhoranoni sathe adhunikta no sath lai aagal vadhavuj rahyu..
Good wishes always
Rajesh
પંચમ શુક્લ said,
February 16, 2007 @ 3:36 PM
સૂતેલી ક્લાન્ત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,…
It is a multidimensional poetry…અદભૂત કવિતા…
મહાપ્રલય – નિનુ મઝુમદાર ’નિરંજન’ | "મધુવન" said,
December 19, 2010 @ 7:33 PM
[…] એક અન્ય રચના વાંચવાનું ન ભુલશો એક સુસ્ત શરદની રાતે અને હા, “ટહુકો” પર નીનુ મઝુમદારની આ […]
Padmanabh R. Merchant said,
January 27, 2011 @ 1:13 AM
મને મઉકેશ નઅ ગયેલ બે ગિતો નુઉ લખન મોકલશો જિઃ
(૧) મહતબ સમ મધુરો દિલ્કશ દિદર તરો ઘદવ તને ખુદયે બેહદ કમલ કરિ ચ્હે;
(૨) મૈત્રિ ભવનુ પવિત્ર ઝરનુ મુજ હૈય મઅ વહ્ય કરે શુભ થઓ અ સકલ વિસ્વનુ એવિ ભવન નિત્ય રહે
પુરુ લખન / ઉર્મિકવ્ય મને એક કર્યક્રમમ ગૈને રજુઅત કર્વિ ચ્હે.
વિવેક said,
January 27, 2011 @ 2:21 AM
શ્રી પદ્મનાભભાઈ,
આ બંને ગીત અને એમના ઑડિયો ટ્રેક્સ આપને અહીં મળી રહેશે:
http://tahuko.com/?p=9439
http://tahuko.com/?p=7974