ભૂલો પડે ના કાફલો મારી તલાશમાં
હું એટલે જોડાઈ ગયો છું પ્રવાસમાં
રિષભ મહેતા

આજ તો મને સોળમું બેઠું – યોગેશ જોષી

આજ તો મને સોળમું બેઠું…
આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું !

હૈયે મારા દરિયા સાતે
ઊછળે રે લોલ;
મોજાં એનાં આઠમા આભે
પૂગે રે લોલ !
ચાંદો-સૂરજ હાથમાં મારા, કંઈ ના છેટું !
આજ તો મને સોળમું બેઠું…

આજ મારામાં ઘાસ જેવું કૈં
ફૂટતું રે લોલ;
કોણ મારામાં ફૂલ જેવું કૈં
ચૂંટતું રે લોલ !
મેઘ-ધનુ આ પણછ ખેંચી : હૈયે પેઠું !
આજ તો મને સોળમું બેઠું…

લોહીમાં સૂતા નાગ ફૂંફાડા
મારતા જાગે;
ધબકારાયે મેઘની માફક
આજ તો વાગે !
ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું ?
આજ તો મને સોળમું બેઠું…

– યોગેશ જોષી

ષોડષીના મનોભાવનું સાંગોપાંગ વર્ણન… આ કવિતા ગાઈએ (હા, ગાઈએ) તો રોમે રોમે પ્રકાશ થતો ન અનુભવાય !

10 Comments »

  1. kiran mehta said,

    May 7, 2011 @ 2:11 AM

    યુવાન હૈયા ના ઘોડાપુર શબ્દે શબ્દે ઉછાળા મારતા અનુભવાય અને યુવાની પ્રવેશની તાજગીથી તરબતર એવી આ કવીતા દરેકના હૈયાને ખુશ કરી શકે તેવી છે.

  2. P Shah said,

    May 7, 2011 @ 6:54 AM

    સુંદર લયબધ્ધ ગીત !
    અભિનંદન !

  3. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    May 7, 2011 @ 9:48 AM

    ‘જોઈ જોષીનું આ જોમ
    મારું હૈડું ઊડ્યું રે વ્યોમ.’

    બહુ સરસ.

  4. pragnaju said,

    May 7, 2011 @ 10:59 AM

    મઝાનું લયબધ્ધ ગીત
    લોહીમાં સૂતા નાગ ફૂંફાડા
    મારતા જાગે;
    ધબકારાયે મેઘની માફક
    આજ તો વાગે !
    ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું ?
    આજ તો મને સોળમું બેઠું…
    સુંદર અભિવ્યક્તી
    તમારામાં અનંત શક્તિ છે. તે શક્તિને જાગૃત કરો.ઈટ ઈઝ બેટર ટૂ નિયર આઉટ ઘેન ટૂ રસ્ટ આઉટ’ઉત્સાહથી હ્રદયને ભરી લો, બધી જગ્યાએ ફેલાઈ જાવ. અનંત ધૈર્ય રાખો, બધી સફળતા તમારા હાથમાં આવશે. સતર્ક રહો, સત્ય ૫ર મક્કમ રહો, બસ ત્યારે જ આ૫ણે સફળ થઈશું.

  5. Maheshchandra Naik said,

    May 7, 2011 @ 11:47 AM

    સરસ જોમવંતુ ગીત …………………………………..

  6. Bharat Trivedi said,

    May 7, 2011 @ 5:00 PM

    કવિ માટે પરકાયા પ્રવેશ શક્ય હોય છે ! એમ ના હોય તો આવાં ગીત બને ખરાં ? બહુધા કવયત્રિ કથન કરે ત્યારે સંયમની ચૂંદડી ઓઢીને જ તે કરતી જોવા મળે છે. અપવાદ પણ હશે પણ તે અપવાદ જ ગણાય. અહીં યોગેશભાઈની કલમ જાણે કૈ વણ કહ્યું કહેવા આવી છે! કટાવ ગુજરતી ગીતોને ખૂબ માફક આવ્યો છે. કટાવ આવે ને લા.ઠા. ને યાદ ના કરૂં તે ના ચાલે. ગીત તો પહેલા વાંચને જ ગમી ગયું હતું.

  7. શૈલજા આચાર્ય (૧૧) -પ્રભુલાલ ટાટરીયા | સહિયારું સર્જન – ગદ્ય said,

    May 7, 2011 @ 7:30 PM

    […] આજ તો મને સોળમું બેઠું – યોગેશ જોષી […]

  8. Satish Dholakia said,

    May 8, 2011 @ 4:40 AM

    સુન્દર અને આસ્વદ્ય રચ્ના !

  9. sureshkumar vithalani said,

    May 9, 2011 @ 1:00 AM

    સરસ બહુજ સરસ.આભાર.

  10. Rowena said,

    December 13, 2015 @ 8:10 PM

    I found myself nodding my noggin all the way thohugr.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment