એકધારા શ્વાસ ચાલુ છે હજી,
જિંદગી ! અભ્યાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

મના – વેણીભાઈ પુરોહિત

રે નયણાં !
મત વરસો,મત વરસો :
રે નયણાં !
વરસીને શું કરશો ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું :
તો દર્દીલાં ખારાં જલનું
ક્યાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથાં ડૂબી મારશો.
રે નયણાં ! મત વરસો,મત વરસો.

કોઈ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઈને કરગરશો ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

– વેણીભાઈ પુરોહિત

આ કવિના કાવ્યમાં હંમેશ એક અજબની મીઠાશ ભરી હોય છે. ‘તારી આંખનો અફીણી….’થી ગુજરાતીઓના હૈયે વસેલાં વેણીભાઈ સાદા શબ્દો પાસેથી જે અદભૂત કામ લે છે તે કળા ગુજરાતીમાં મરીઝ અને ગનીચાચા જેવા અમુક જ સિદ્ધહસ્ત શાયરો હસ્તગત કરી શક્યા છે.

*

( આ કવિતા વાંચીએ અને એમની જ ‘નયણાં’ કવિતા અને સુરેશ જોષીએ એ કવિતાનો કરાવેલો અદભુત રસાસ્વાદ યાદ ન આવે એવું બને ?)

12 Comments »

  1. Ninad Adhyaru said,

    April 15, 2011 @ 1:04 AM

    AMTHA DUBI marsho, NAHI KE maarsho. koi nathi a jalnu pyaasi . . . khub gamyu.

  2. Jayshree said,

    April 15, 2011 @ 1:07 AM

    મને ઘણી જ ગમતી કવિતા..!! વાતે વાતે જેને વાંકુ પડી જાય એવા મારા નયણાંને ઘણીવાર સંભળાવું છું – પણ તો યે મોટેભાગે તો ‘તારું કોણ સાંભળે?’ કહેતા હોય એમ વરસી જ જાય છે..!! 🙂

    પુરુષોત્તમ ઉપાધ્યાયએ આનું સ્વરાંકન પણ મઝાનું કર્યું છે.

  3. Neha said,

    April 15, 2011 @ 2:47 AM

    ખુબ સરસ્…..

  4. sapana said,

    April 15, 2011 @ 7:37 AM

    સરસ રચના!!

  5. વિવેક said,

    April 15, 2011 @ 8:15 AM

    નખશીખ સુંદર ગીત…

    જયશ્રીએ પુ.ઉ. દ્વારા કરાયેલા સ્વરાંકનની વાત કરી પણ લિંક ન આપી… આ ગીત સાંભળવું છે?:

    http://tahuko.com/?p=6506

  6. Maheshchandra Naik said,

    April 15, 2011 @ 9:02 AM

    શ્રી વેણીભાઈને સ્મરાંણજલી અને સલામ, સરસ ગીત, શ્રી પુરુશોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમા ગાંધીસ્મૃતીમા સાંભળ્યાનુ સ્મરણ થઈ આવ્યુ, સરસ ગીત લઈ આવવા માટે ડો.તીર્થેશભાઈ આપનો પણ આભાર…………….,

  7. pragnajusudar said,

    April 15, 2011 @ 9:36 AM

    ખૂબ સુંદર ગીતના શબ્દો
    મધુરી ગાયકી
    સુ દનું રસ દર્શન
    ફરી ફરી માણવાનું મન થાય

  8. gunvant thakkar said,

    April 16, 2011 @ 12:24 AM

    ભાવવાહી અને અર્થપૂર્ણ રચના હદયને ભીંજવી ગઈ

  9. DHRUTI MODI said,

    April 16, 2011 @ 8:38 PM

    ખૂબ જ સરસ ગીત. જાતે જાતે વાંચવાનું મન વારંવાર મન થાય ઍવું સમૃધ્ધ શબ્દોથી મઢેલું ગીત.

  10. Kirtikant Purohit said,

    April 21, 2011 @ 2:12 AM

    આપણી ભાષાના એક ઉત્તમ કવિની એવીજ ઉત્તમ રચના.

  11. ashok pandya said,

    April 22, 2011 @ 10:58 PM

    મને પણ આ સુંદર ગીત સાંભળવાની તાલાવેલી છે..વેણીભાઈની રચના ઓ એક્દમ સરળ હોય ..પુરુશોત્તમ ભાઈ નું સ્વરાંકન હોય એટલે જલસુદડીના ઝાડવા..કંઈક કરો..

  12. Kalpana said,

    May 19, 2011 @ 8:56 AM

    આ દુનિયાદારીના દરિયાએ આખુઁ જગત જાણે ખારુઁ કરી નાખ્યુઁ છે. રુદન સારા વિચારો લાવનારી મગજની ગ્રન્થીઓને સૂકવી નાખે છે. મનુષ્યને નિરસ બનાવી દે છે.
    મનને કેટલી આત્મિયતાથી જાણે ખોળે બેસાડી સમજાવે છે, વેણીભાઈ.
    આભાર, કવીવરને ધન્યવાદ સહ પ્રણામ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment