સૈંયા, મેલી દે તારી નવાબી,
. કે રોજ મારી ફરકે છે આંખ હવે ડાબી….
વિનોદ જોશી

ગીત – રાવજી પટેલ

તમે રે તિલક રાજા રામના,
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં !
‘કહો ને સાજણ દ:ખ કેવા સહ્યાં!’
તમે રે ઊંચેરા ઘરના ટોડલા !
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં ?
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં ?’
તમે રે અખશર થઈને ઊકલ્યા !
અમે પડતલ મૂંઝારા ઝીણી છીપના,
તમારી મશે ના અમે સોહિયાં –
કહો ને કહો ને દ:ખ કેવાં પડ્યાં ?

– રાવજી પટેલ

રાવજી પટેલના ગીતનો ભાવ ‘તું મહેલો કી શહેજાદી, મૈં ગલીયોં કા બંજારા’ ગીત જેવો છે. આપણા બંનેની પરિસ્થિતિ એટલી અલગ છે કે તારી સાથે હું કદી સારો લાગુ જ નહીં, એટલી વાતમાંથી કેટલા દુ:ખ ઊભા થયા એવી સીધી વાત છે. ગીતને કવિએ એટલા મધુરા શબ્દો અને કલ્પનોથી સજાવ્યું છે કે એક વારમાં જ મન પર પૂરો કબજો જમાવી દે છે.

2 Comments »

  1. સુરેશ જાની said,

    January 24, 2007 @ 9:49 AM

    આપણે જે અર્થ કરવો હોય તે કરી શકીએ,
    પણ આમાં પુરુષની પાછળ છાયામાં જ રહેતી સ્ત્રીના મનોભાવને કવિએ વાચા આપી છે એમ સુરેશ દલાલે આ ગીતના રસદર્શનમાં લખ્યું છે.
    અજિત શેઠના આલ્બમ ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ માં આ ગીત સાંભળવું તે પણ એક લ્હાવો છે.

  2. સંજય પંડ્યા said,

    July 24, 2020 @ 11:07 PM

    “તમારી મશે ના અમે સોહિયાં ”

    “અમે પડતલ મૂંઝારા મૂંઝીણી છીપના”

    બંને નો અર્થ ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment